________________
॥ श्रीआचाराङ्ग प्रदीपिका॥
ADGOOD 999
પ્રસ્તુત પ્રદીપિકાનું સંપાદન/સંશોધન કરતી વખતે અમે બે હસ્તપ્રતો તથા પૂ. સાગરજી મહારાજ સંપાદિત સંશોધિત શ્રી શીલાંકાચાર્યવૃત્તિ સહિત આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગ સૂત્રની પ્રતાકાર આવૃત્તિ ઉપરથી ઓફસેટ પધ્ધત્તિ દ્વારા આગમ પ્રભાકર પૂ. પુણ્યવિજયજી મહારાજ સંગ્રહીત પ્રાચીન સામગ્રીના અનુસાર શુધ્ધિપત્રક-વૃધ્ધિપત્રક આદિ અનેક પરિશિષ્ટો વડે દર્શન પ્રભાવક, શ્રુતસ્થવિર, પ્રવર્તક મુનિરાજ શ્રી જંબુવિજયજી મહારાજ દ્વારા પરિષ્કૃત, મોતીલાલ બનારસીદાસ ઈડોલોજિક ટ્રસ્ટ-દિલ્લી દ્વારા પુનર્મુદ્રિત કરેલ પુસ્તકને સામે રાખેલ. હસ્તપ્રતો સાથે મુદ્રિત શીલાંકાચાર્યવૃત્તિને સરખાવતા હસ્તપ્રતમાં અમને કેટલાય મહત્ત્વના અને કેટલાક તો અતિ મહત્વના પાઠો મળ્યા જે મુદ્રિત-પરિષ્કૃત શીલાંકાચાર્યવૃત્તિમાં પણ જોવા નથી મળ્યા. આમ થતાં અમે પૂજ્ય પ્રવર્તક મુનિરાજશ્રી જંબુવિજયજી મહારાજને પૂછાવતા તેઓશ્રીનો જે પત્ર આવ્યો તેનો સારભાગ અહીં આપીએ છીએ.
૨૦-૯-૯૦
ઉણ (જિ. બનાસકાંઠા) ૩૮૫૫૬૦ “ઘણા મહત્વના પાઠો મળવા સંભવ છે. અમે તો પુણ્ય વિ. મ. એ લેવરાવેલા પાઠાંતરોમાંથી પસંદ કરીને પાઠો આપેલા. તેમાં કેટલાક છૂટી પણ ગયો હોય. વળી મહત્વના જ લીધેલા. એટલે નવા શુધ્ધતર પાઠો મળે તે ઉપાદેય છે.”
આ પત્ર મળ્યા પછી અમે આવા વિશિષ્ટ પાઠોની નોંધ તૈયાર કરી. જેની સંખ્યા લગભગ ૧૦ જેટલી થઈ. ઉદાહરણ તરીકે આવા કેટલાક પાઠોને અમે પરિશિટ નં-૩ માં આપ્યા છે. જિજ્ઞાસુઓને તે ખાસ જોવાની નમ્ર વિનંતી છે.
|
3 ||.