________________
॥ श्रीआचाराङ्ग પ્રીપિI |
89 ચૂર્ણિકાર નિશીથસૂત્રને આચારાંગ દ્વિતીય શ્રુતસ્કંધની પંચમચૂલારૂપે ગણાવે છે. નિશીથસૂત્રને અલગ ગણીએ તો આચારાંગસૂત્રના
બે શ્રુતસ્કંધના કુલ પચ્ચીશ અધ્યયનો થાય છે.
આચારાંગ અંગે આ સિવાય શૈલી, આચારાંગ સૂત્રના રચયિતા, નિયૂહાણ સ્થાન, પરિમાણ, વિષય દ્વાદશાંગીમાં આચારાંગ સૂત્રની પ્રથમતા આદિ વિષયોને વિસ્તારથી જાણવાની ઈચ્છા ધરાવનારાઓને, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ-૩૬ પ્રકાશિત દર્શન પ્રભાવક, શ્રુતસ્થવિર, પ્રવર્તક શ્રી જંબૂવિજયજી મહારાજ સંપાદિત આયાર સુત્ત (આચારાંગ સૂત્ર) પુસ્તકની પ્રસ્તાવના જોઈ જવા માટે અમારી નમ્ર વિનંતી છે. આચારાંગ પ્રદીપિકા:
આચારાંગ સૂત્ર ઉપર આજ સુધીમાં અનેક વૃત્તિ/સ્તબક અને વિવેચનોનું નિર્માણ થયું છે. જેની નોંધ આ પ્રસ્તાવનાના અંતે પરિશિષ્ટ નં-૧માં આપી છે. ઉપરાંત આચારાંગને વર્ણવતી કેટલીક સજઝાયો અને પૂજાની ઢાળો પણ રાણી છે, જે રચનાઓ પરિશિષ્ટ નં-૨માં આપી છે. પ્રસ્તુત વૃત્તિ ખરતરગચ્છીય આચાર્યશ્રીજિનહંસસૂરિકૃત છે. જે દીપિકા યા પ્રદીપિકાના નામથી વર્તમાનમાં પ્રસિધ્ધ છે. જો કે શ્રી જિનસૂરિએ આ વૃત્તિનો પ્રદીપિકા તરીકે ગ્રંથની આદિમાં જ ઉલ્લેખ કર્યો છે.' - લગભગ ૯,૫% બ્લોક પ્રમાણ આ વૃત્તિની રચના શ્રી લુણકર્ણરાજા અને મંત્રીશ્વર સંઘવી કર્મસિંહના સમયે વિ.સં.
૦%
|| ૧૧ ||
१श्री जिनहंससूरीन्द्रः क्रियते स्म प्रदीपिका।