Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 11
________________ વંટક સ્વામી નાયડુ, મદ્રાસ રાજ્યના ડેપ્યુટી સ્પીકર, શ્રી ભક્તવત્સલમ, મદ્રાસ રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી યુ. કૃષ્ણરાવ, મહેસુર રાજ્યના મુખ્ય મંત્રી શ્રી હનુમતયા, મહેસુર કાંગ્રેસના પ્રમુખ શ્રી ચનૈયા, મહેસુર રાજ્યના વિદ્યામંત્રી એ. જી. રામચંદ્રરાવ, ભારત સરકારના ઉદ્યોગ પ્રધાન શ્રી કે. સી. રેડી, શ્રી ગોપાલ રેડી, મેજર જનરલ કરિઅપ્પા વગેરે જૈન ધર્મ પ્રત્યે સદુભાવવાળા બન્યા છે. આ રીતે સહવાસમાં આવીને જૈન ધર્માનુરાગી બનેલા નાના અધિકારીઓ, વકીલ અને શિક્ષકે વગેરેની સંખ્યા ઘણી મોટી છે. તેઓ વર્ષમાં પ્રાયઃ એક વખત તેમના દર્શને આવે છે અને કૃતાર્થ થાય છે. મહારાષ્ટ્રના ગવર્નર શ્રી શ્રી પ્રકાશ પણ તેમની ઓજસ્વી વ્યાખ્યાન શિલિથી અત્યંત પ્રભાવીત થયા હતા. પૂજ્યશ્રી ઉદારતા, મધ્યસ્થતા, ખુશમિજાજ આદિ અનેક ગુણોથી અલંકૃત છે અને એક સમર્થ જૈનાચાર્યની ખ્યાતિ ધરાવે છે. અનેક નગરની નગરપાલિકાઓએ તથા અગ્રેસરોએ તેમને સન્માનપત્ર અર્પણ કરેલા છે અને ભાવભરી અંજલિઓ સપપિત કરેલી છે. વળી તેમણે દક્ષિણમાં દૂર સુધી વિચારીને જે ભવ્ય લોકપકાર કર્યો તે માટે તેમને દક્ષિણ દીપક અને દક્ષિણ દેશોદ્ધારકની પદવીઓ અર્પણ થયેલી છે. વક્તા વિદ્વાન હય, વિમલચારિત્ર-વિભૂષિત હોય અને વકતૃત્વકલા-વિશારદ હોય ત્યાં ચમત્કારિક પરિણામ આવે એમાં આશ્ચર્ય શું ચારિત્રનાયકની દેશનાએ અનેક હિંસાની હિંસા છોડાવી, અનેક જૂઠાઓને સાચું બોલતાં કર્યા, અનેક ચોરોને પ્રામાણિક જીવન જીવતાં શીખવ્યું, અનેક વિષયલંપટને સન્માર્ગે આણ્યા, અનેક વ્યસનીઓને વ્યસનમાંથી મુક્ત કર્યા અને જ્યાં કલેશ, કંકાસ તથા કુસંપની હેળીઓ સળગી રહી હતી, ત્યાં શાંતિ, સમતા અને સંપના કુવારા ઉડતા કર્યા. આ બધાનું વિગતવાર વર્ણન કરવાને અહીં અવકાશ નથી, એટલે તેનું દિગદર્શન માત્ર એક જ પ્રસંગથી કરાવીશું.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 542