Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
કૃતાર્થતા અનુભવી છે. આજ સુધી તેમણે લગભગ વીસ હજાર માઇલને પગપાળા પ્રવાસ કર્યો છે.
- પૂજ્યશ્રીના ઉપદેશથી હજારો માણસેએ જીવહિંસા છોડેલી છે. મહેસુર સ્ટેટમાં સંખ્યાબંધ ગામમાં વર્ષના અમુક દિવસ કલખાનાઓ બંધ થયેલાં છે અને સંખ્યાબંધ મનુષ્યએ જુગાર, ચેરી, સુરાપાન તથા વ્યભિચારને કાયમ માટે તિલાંજલી આપેલી છે. વળી તેમના ઉપદેશથી અનેક જિન મંદિરની પ્રતિષ્ઠા થયેલી છે, જે નીકળેલા છે, ઉપાશ્રય, પાઠશાળાઓ, જ્ઞાનમંદિર તથા આયંબિલ ખાતાઓ સ્થપાયેલાં છે અને સાધર્મિક ભક્તિ તથા માનવ રાહતનાં કાર્યો થયેલાં છે. અનેક આત્માઓએ જેમના ઉપદેશથી દીક્ષા અંગીકાર કરી છે.
પૂજ્યશ્રીનાં પ્રવચનને પ્રભાવ એવો છે કે જ્યાં બસો-પાંચસો રૂપિયા થવાની ધારણા હોય ત્યાં હજારો રૂપિયાની રકમ ભરાય છે અને જ્યાં હજાર બે હજારની આશા રાખી હોય ત્યાં આંકડા શાખા પર પહોંચે છે.
તેઓ જ્ઞાન અને ક્રિયા ઉભયને પ્રચાર કરવામાં માનનારા છે તેથી તેમના હાથે સાહિત્ય પ્રકાશન સારા પ્રમાણમાં થયું છે અને શાન્તિના, ઉપધાનતપ તથા ઉજમણુ વગેરે પણ ખુબ થયેલાં છે.
તેમનાં પ્રવચને ઉપાશ્રયે ઉપરાંત શાળાઓ, વિલાલ (કલેજો); થિયેટરો, તથા ટાઉન-હાલોમાં પણ થતાં રહ્યાં છે અને તેના પરિણામે હજારે હૈયાને પલટ થયેલ છે. તેઓ મુમુક્ષુઓએ પુછેલા ગમે તેવા ફૂટ પ્રશ્નોના ઉત્તરો ખૂબ શાંતિપૂર્વક આપે છે અને તેથી અનેક મુમુક્ષુઓ અનેક વાર તેમની પાસે આવતા રહે છે.
તેમના ઉપદેશથી મહેસુર નરેશ, ભાવનગર નરેશ, જામનગર નરેશ, ઇડર નરેશ, નેખા નરેશ, સાંગલી નરેશ, મીરજ નરેશ, દેલવાડા નરેશ, વગેરે રાજવીઓ તથા ચક્રવર્તી રાજગોપાલાચારી, મદ્રાસ રાજ્યના રીલીજિયન અને એન્ટામેન્ટ ખાતાના પ્રધાન શ્રી