Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ ઘણુ ચતુર હતા. તેમણે આ રત્નને તરત પારખી લીધું. દોલતરામે પણ ભયાનક ભવાટવીને પાર કરવા માટે તેમના પગ પકડી લીધા. અમારૂં તે એ દઢ માનવું છે કે મનુષ્યને પ્રબળ પુણ્યદય હેય તે જ તેને સદગુરૂની પ્રાપ્તિ થાય છે. ઘણાં વખત સુધી ગુરૂદેવ પાસે રહીને ધાર્મિક અભ્યાસ કર્યો. તેમાં વૈરાગ્યને વિશેષ રંગ ચડતો જ ગયો. આખરે સં. ૧૯૭૧ માં સિકંદરાબાદ આગ્રા ખાતે તેમણે ભવતારિણું ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી લક્ષમણુવિજયજી બન્યા. તેમની સ્મરણશક્તિ સતેજ હતી, વળી દિલમાં વિજ્ઞાનને અને ઉમંગ હતો, એટલે શાસ્ત્રાભ્યાસ સારી રીતે થવા લાગ્યો. તેઓ ધર્મશાસ્ત્ર ઉપરાંત વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ તથા મંત્રશાસ્ત્રમાં પણ પ્રવીણ થયા. તે સાથે તેમણે ઉપદેશ આપવાની કળા પણ હસ્તગત કરી. તેમાં ખૂબી એ હતી કે વિષય ગમે તેવો કઠીન હેાય તે પણ તેને સરલ-સુગમ્ય બનાવી દેવો. તેમણે થોડાં વર્ષ પહેલાં મુંબઈમાં આત્મા, કર્મ અને ધર્મ પર જે વ્યાખ્યાન આપ્યાં હતાં અને જે આજે “આત્મતત્વવિચાર ના બે ભાગ રૂપે પ્રગટ થયેલાં છે, તે આ વસ્તુનું પ્રબળ પ્રમાણ પૂરું પાડે છે. તેઓશ્રીના મુદેવ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબે તેમને સં. ૧૯૯૧ માં ગણપદ, સં. ૧૯૯૨ માં પંન્યાસપદ અને ૧૯૯૩ માં ચિત્ર વદિ ૫ ને રાજ આચાર્યપદ અર્પણ કર્યું. એ વખતે પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી ગંભીરવિજયજી મહારાજને પણ આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા હતા અને પદવી સ્થાનનાં સ્થળે અથત શિહેર (સૌરાષ્ટ્ર ) શહેરમાં આઠ દિવસ સુધી ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. તે દિવસથી જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા અને આજે તે એ નામ હજાર હેઠે ચઢી ખૂબ જ લોકપ્રિય બની ગયું છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 542