Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 7
________________ મનહર માલવ દેશમાં આવેલી જાવ તેની જન્મભૂમિ. તેમના પિતાનું નામ મૂળચંદભાઇ, માતાનું નામ ધાપુબાઈ, જન્મ સંવત ૧૯૫૩. જ્ઞાતિએ ઓસવાલ, તેમનું મૂળ નામ દોલતરામ. તેમને છ-સાત વર્ષે મેટાં રાજકુંવર નામના એક બહેન હતાં, તેમની બાલ્યાવસ્થામાં પિતાએ ધંધાથે બીકાનેરમાં કાયમને વસવાટ કર્યો, પરંતુ તેઓ ત્યાં લાંબો સમય આવ્યા નહિ. માતા પણ લગભગ એ જ અરસામાં મરણ પામ્યા. આથી તેઓ મામાને ત્યાં ઉછરીને મોટા થયા. તેઓ સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્યા હતા અને કદર સ્થાનક વાસીને ત્યાં ઉછર્યા હતા, એટલે તેમનાં મન પર મૂર્તિપૂજાની વિરૂદ્ધ સંસ્કાર પમાં હતાં, પરંતુ સોળ વર્ષની ઉમરે પૂજ્ય આત્મારામજી મહારાજકુત સમ્યક્ત્વ શહાર નામના ગ્રંથ વાંચવામાં આવ્યો અને તેમનાં અંતર્ચક્ષુ ખુલી ગયાં. મૂર્તિપૂજા શાસ્ત્રસિદ્ધ વસ્તુ છે, એ વાત તેમનાં સમજવામાં આવી ત્યારથી તેઓ નિત્ય જિન મદિરે જઈ પ્રભુદર્શન કરવા લાગ્યા તે સાથે તેમણે નમસ્કાર મહામંત્રની ત્રિકાલ ગણના કરવા માંડી. થોડા વખત બાદ કારણ પ્રસંગે દિલ્હી જવાનું થયું. ત્યાં જિન મંદિરે દર્શન કરવા જતાં એક હસ્તપત્ર વાંચ્યું કે આજે “રામાં થિયેટરમાં મુનિશ્રી લબ્ધિવિજયજીનું (સ્વ. પૂ. આચાર્ય વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.) જાહેર વ્યાખ્યાન છે. એટલે તેઓ એ વ્યાખ્યાન સાંભળવા રાંમા થિયેટરમાં ગયા. એ વ્યાખ્યાને તેમના દિલ-દિમાગ પર અભૂત અસર કરી અને તેઓ વૈરાગ્ય રંગે પૂરા રંગાયા. મુનિશ્રી લબ્ધિવિજયજી કે જે પાછલા જીવનમાં જેનરત્ન કવિકુલકીરિટ વ્યાખ્યાન-વાચસ્પતિ શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ તરીકે ખ્યાતિ પામ્યા. તેઓ મનુષ્યની પરીક્ષા કરવામાં

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 542