Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah
Catalog link: https://jainqq.org/explore/034510/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ન જાગૃતિ લેખમાળા-મણકે પાંચ હવે કરવું શું? ક લેખકઃ અનિલકુમાર . આ લેખમાં કે ચર્ચાને પ્રશ્ન અતિ મહત્વને છે. કરછુના જુદા જુદા માર્ગો.. ગે કેટલાક વિચારણીય પ્રશ્નો. વર્ષની સંવત્સરીનું શું? જીના ટ્રસ્ટીઓનું નિવેદન શું બતાવે છે? ધક આત્માઓએ શું કરવું? વગેરે : ઉપયોગી વિષયની ચર્ચા કરવામાં આવી છે, જે ચિત્તે વચેવિચારે અને તેમાંથી સત્યને જે પડે તેને દઢતાથી વળગી રહે, એ જ કલ્યાણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ * મારક કાંતિલાલ માણેકલાલ શાહ પાડાપાળ, અમદાવાદ પ્રથમ આવૃત્તિ વિ. સં. ૨૦૧૩ મૂલ્ય પઠન-પાન શાહ નાનાલાલ સોમાલાલ સર્વોદય મુદ્રણાલય, મુ. સાદરા સ્ટે. ડભડા (એ. પી. રેલ્વે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ હવે કરવું શું? જૈન સમાજ જાગૃત થાય, પોતાની સ્થિતિનું સૂક્ષમ અવલોકન કરે અને તેમાં જે અંશે અપ્રશસ્ત કે અનિચ્છનીય જણાય તેને દૂર કરવા કટિબદ્ધ થાય, એ હેતુથી શરૂ કરેલી આ લેખમાળામાં “જાગ રે જૈન સમાજ!” “આપણી દુર્દશા” “તિથિ સંબંધી જાણવા જેવું ? અને તિથિ અંગે તરખડાટ કેમ કેમ થયો?” એ ચાર લેખ પ્રગટ થઈ ચૂક્યા છે, તેમજ “હવે કરવું શું?” એ નામને આ પાંચમે લેખ પ્રગટ થાય છે, એટલે અમારી યોજના પૂર્ણ થયાને આનંદ અનુભવીએ છીએ. તિથિચર્ચાને પ્રશ્ન અતિમહત્વનો છે. જૈન સમાજમાં સામાન્ય અભિપ્રાય એ પ્રવર્તે છે કે હવે આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ આવી જવું જોઈએ, પરંતુ કેટલાક તેનાથી વિરુદ્ધ જઈને એમ પણ જણાવે છે કે પર્વતિથિ જેવા સાવ નજીવા, નમાલા અને અર્થઅન્ય પ્રશ્નને કાગનો વાઘ જેવું ભયંકર રૂપ આપીને હજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પણ આપણે આપણા પુષ્કળ શક્તિ, સમય અને સંપત્તિ એમાં બરબાદ કરીએ છીએ તેથી એ મહાશને પૂછવાનું મન થાય છે કે “પર્વતિથિને પ્રશ્ન નજી, નમાલ કે અર્થશન્ય શા માટે? શું તેની સાથે આપણાં વ્રત, નિયમ, તપશ્ચર્યાદિ ધમરાધનનાં અનેક અંગે સંકળાયેલાં નથી? શું તેની સાથે આપણી સામુદાયિક એકતાને સંબંધ નથી ? શું તેના અંગે આપણે એક નિર્ણયાત્મક સ્થિતિ પર આવી જઈએ છીએ તે આજના તબકકે જરૂરી નથી? જે આ પ્રશ્નને જવાબ હકારમાં હેય. તે અમને કહેવા દે કે એના પ્રત્યે લેશમાત્ર ઉપેક્ષા કરી શકાય નહિ, એટલું જ નહિ પણ તેને સફળ ઉકેલ આણવા માટે શક્તિ, સમય અને સંપત્તિને ગમે તેટલો ભોગ આપ પડે એ ઘણું ખુશીથી આપ જોઈએ. " કેટલાક વખત પહેલાં એક મહાશયે લખ્યું હતું કે લીલોતરીનાં રક્ષણાર્થે આઠમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિ કહી નથી, માટે આઠમાદિ તિથિને હઠાગ્રહ મટાડે. જે કંઈ કહ્યું છે, તે હઠાગ્રહ કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલું કરશે તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશે તેટલું અહિતકારી છે; માટે શુદ્ધતા પૂર્વક સત્રત સેવવાં. સંવત્સરીના દિવસ સંબંધી એક પક્ષ ચોથની તિથિને આગ્રહ કરે છે અને બીજો પક્ષ પાંચમની તિથિને આગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ કરે છે. આગ્રહ કરનાર બંને મિથ્યાત્વી છે; જ્ઞાની પુરુષો તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે. જે ચક્કસ દિવસનિયત ન કર્યો હોત તે આવશ્ય વિધિઓને નિયમ રહેત નહિ. આત્માથે તિથિની મર્યાદાને લાભ લે. બાકી તિથિબિથિને, ભેદ મૂકી દે. એવી કલ્પના કરવી નહિ. એવી ભંગાબમાં પડવું નહિં. * “કદાગ્રહ મૂકવા અર્થે તિથિઓ કરી છે, એને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે છે. હાલમાં ઘણાં વર્ષો થયાં પર્યુષણાની તિથિઓની ભ્રાંતિ ચાલે છે. તિથિએને વાંધો કાઢી તકરાર કરે છે. તે ક્ષે જવાને રસ્તા નથી. કવચિત્ પાંચમને દિવસ ન પળાયે અને છઠ્ઠ પાળે અને આત્મામાં કે મળતા હોય તે તે ફળવાન થાય, જેથી ખરેખરું પાપ લાગે છે તે રોકવાનું પિતાના હાથમાં છે. પિતાથી બને તેવું છે તે રેકતે નથી ને બીજી તિથિ આદિની ભળતી ફિકર કર્યું જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શને મેહ કહ્યો છે, તે મેહ અટકાવવાનું છે. મોટું પાપ અજ્ઞાનનું છે.” આ શબ્દ સામાન્ય લોકોને કદાગ્રહ છેડવાની હિતશિક્ષા આપવા માટે ઠીક છે, પણ પરસ્પર વિસંવાદી અને શાસને સ્પષ્ટ અનાદર કરનારા હોવાથી સુજ્ઞ જનેને સ્વીકાર્ય થઈ શકે એવા નથી. કેઈ મીઠાઈ સ્વાદમાં ઘણી સુંદર હોય અને સુગંધથી મઘમઘતી હેય પણ વિષનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ મિશ્રણવાળી હોય તે તેને ખાવાની ચેષ્ટા કેણ કરે? આઠમાદિ તિથિ માત્ર લીલોતરીનાં રક્ષણ અર્થે કહી નથી, પણ પિષધાદિ અનુષ્ઠાન, બહાચર્યનું પાલન, આરંભ ત્યાગ અને વિશેષ પ્રકારનું તપ કરવાને કહેલી છે. તે માટે જ શાસ્ત્રકારોએ પરે, રહા સંમ-અor -નવ વિલેણા એ શબ્દ ઉચ્ચારેલા છે. વળી એ લેખક મહાશયે ચેથ અને પાંચમની માન્યતાવાળાને સામસામાં પલ્લામાં બેસાડયા છે તે પણ ઉચિત નથી. સાચી હકીકત એ છે કે શ્રી કાલિકાચાર્યે પ્રતિષ્ઠાનપુરમાં પાંચમને બદલે ચોથની સંવસરી કરી ત્યારથી સકળ સંઘ ચેકની સંવત્સરી કરતે આવ્યું હતું, પણ વિક્રમની બારમી સદીમાં અંચલ વગેરે ગ૭વાળાઓએ પોતપોતાની માન્યતા સ્થાપિત કરવા માટે પાંચમને આગ્રહ કર્યો અને એ રીતે સકળસંઘમાં ચેાથની સંવત્સરી થતી હતી, તેમાં ભેદ પાડ્યો. પાછળથી મૂતિપૂજાના વિરોધનાં કારણે સ્થાનકવાસી સંપ્રદાય નીકળ્યો, તેણે પરાપૂર્વથી ચાલ્યો આવતે ઔદયિક તિથિને સિદ્ધાંત છેડી અસ્ત તિથિને સિદ્ધાંત સ્વીકાર્યો અને એ રીતે પાંચમની સંવત્સરી ચાલુ કરી, તેથી શ્રી સંઘમાં ચેથ અને પાંચમના બે પક્ષે પડ્યા. આ બંને પક્ષે પિતાની પ્રામાણિક માન્યતા મુજબ તિથિનું પ્રતિપાદન કરે અને તે પ્રમાણે વર્તવાને આગ્રહ રાખે છે તેને શું મિથ્યાત્વી સમજવા ? એ રીતે તે એમ પણ કહી શકાય કે એક પક્ષ ઇશ્વરને માનવાને આગ્રહ રાખે છે અને બીજો પક્ષ ઇશ્વરને નહિ માનવાને આગ્રહ રાખે છે, માટે બને સન વિરાધનાં આવતે કવિ અને એ રી: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વી છે.” અથવા “એક પક્ષ અહિંસાને માનવાને આગ્રહ રાખે છે અને બીજે પક્ષ હિંસાને માનવાને આગ્રહ રાખે છે, માટે બંને મિથ્યાત્વી છે. અહીં જે એમ કહેવાને આશય હોય કે “ચેથ અથવા પાંચમનો આગ્રહ નહિ રાખનારા શુદ્ધ સમકિતી છે. તે પણ યથાર્થ નથી. કેમ કે જેમને ધમનું કઈ પણ પ્રકારનું આરાધન કરવું નથી તેમને ચોથ કે પાંચમને જરાએ આગ્રહ હેત નથી. એ મહાશયે લખે છે કે, “જ્ઞાની પુરુષોએ તિથિની મર્યાદા આત્માર્થે કરી છે. જે ચક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હેત તે આવશ્યક વિધિઓને નિયમ સચવાત નહિ.” એટલે સૂચિત થાય છે કે પતિથિની યોજના પ્રબ સમ. જણપૂર્વક થયેલી છે અને તેનાં આરાધન માટે એક દિવસ મુકરર હે જોઈએ એ વાત એમને પણ માન્ય છે, પરંતુ ત્યાર પછી તેઓ તરત જ જણાવે છે કે “આત્માર્થે તિથિની મર્યાદાને લાભ લેવો. બાકી તિથિબિથિને ભેદ મૂકી દે. એવી ભંગાળમાં પડવું નહિ.” ત્યારે આપણાં મનમાં પ્રશ્ન ઉઠે છે કે “આ તે કઈ જાતનું પ્રતિપાદન ?” જે પર્વતિથિની મર્યાદા જ્ઞાની પુરૂષોએ ખૂબ સમજણપૂર્વક આત્માર્થે કરેલી છે અને તે માટે કઈ એક ચોક્કસ દિવસ મુકરર હે જોઈએ તે “તિથિ-બિથિને ભેદ શા માટે મૂકી દે ? એવી સલાહ શા માટે અપાય છે? એ રીતે તે ધર્મારાધન માટે બધા દિવસે સરખા ગણતાં પર્વતિથિનું કઈ પણ માહાભ્ય રહેશે નહિ અને શાસ્ત્રકારોએ “તે દિવસે વિશેષ પ્રકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું આરાધન કરવું જોઈએ એવી જે આજ્ઞા ફરમાવી છે, તેનું સ્પષ્ટ ઉલ્લંઘન થશે. વળી તેઓ તિથિના ભેદને ભંગજાળ તરીકે ઓળખાવે છે, ત્યારે પૂછવાનું મન થાય છે કે શું એ કેઈને છેતરવા માટેની ભૂલભૂલામણી છે કે ધર્મનું આરાધન કરવાની એક પ્રકારની ગોઠવણ છે? આગળ તેઓ પાંચમને દિવસ ન પળાયો તે છઠ્ઠને દિવસ પાળવાનું જે વિધાન કરે છે, તે પણ એટલું જ ભ્રામક છે. એ રીતે જિનાજ્ઞાન ભંગ થાય છે; પર્વતિથિનું આરાધન કરવામાં શુભાયુષ્યને બંધ વગેરે જે હેતુએ કહેલા છે, તે સચવાતા નથી અને એક મનુષ્ય પાંચમને બદલે છ સંવત્સરી કરે અથવા અનુકૂળતા મુજબ સાતમ, આઠમ કે નામે સંવત્સરી કરે તે સકળ સંઘમાં ભંગાણ પડે અને એકવાક્યતા તૂટી જાય એ નિશ્ચિત છે. આ સંગમાં ઉપર્યુક્ત વચનેને કેઈપણ પ્રકારનું મહત્ત્વ શી રીતે આપી શકાય ? તાત્પર્ય કે તિથિચર્ચાનાં નિરાકરણને અત્યંત મહવનું માની તે માટે શક્ય પ્રયત્નો કરવા જ જોઈએ. નિરાકરણ માટેના જુદા જુદા માર્ગો. કેટલાક કહે છે કે તે માટે વિ. સં. ૧૯૦ માં અમદાવાદ ખાતે જેવું સાધુ સંમેલન યોજાયું હતું, તેવું જ બીજું સાધુસંમેલન જાવું જોઈએ અને તેના દ્વારા આ પ્રશ્નનું એગ્ય નિરાકરણ લાવવું જોઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પરંતુ તે વખતની પરિસ્થિતિમાં અને આજની પરિસ્થિતિમાં મોટું અંતર છે. આજે બધા સાધુઓ ભેગા થાય તે તે બધા પર કેઈ એકને કાબૂ રહે તેવી સ્થિતિ નથી. વળી શાસ્ત્રને અડગ વળગી રહી બાલવા ચાલવાનું ઓછું દેખાય છે અને એવું જૂથ પ્રમાણમાં છે, એટલે તે રીતે શાસ્ત્રોધારે નિર્ણય થાય એ સંભવ બહુ ઓછા છે. વળી આવું સંમેલન કેણ બોલાવે? તેને પાર પાડવાની જવાબદારી કેણ ઉઠાવે? એ પ્રશ્નો પણ અત્યંત વિચારણીય છે, એટલે બીજું સાધુ સંમેલન બોલાવી આ પ્રશ્નનું ચગ્ય નિરાકરણ આપ્યુંવાની સૂચના અમને વ્યવહારુ જણાતી નથી. એના કરતાં આગેવાન આચાર્યોને એકત્ર કરવાની અને તેમના દ્વારા આ પ્રશ્નનું ગ્ય નિરાકરણ લાવી દેવાની ચેજના અમને વિશેષ વ્યવહારુ જણાય છે. તે અંગે કેટલાંક વિચારણીય પ્રશ્નો પ્રશ્ન : આગેવાન આચાર્યોને કેણુ ભેગા કરે? ઉત્તર : અમદાવાદને શ્રીસંઘ કે અમદાવાદના આગેવાને ધારે તે બધા આગેવાન આચાર્યોને ભેગા કરી શકે. * પ્રશ્ન : આગેવાન આચાર્યો કેને ગણવા? ઉત્તર : એ પ્રશ્નનું નિરાકરણ અમદાવાદના શ્રીસંઘને કે અમદાવાદના આગેવાનને જ કરવા દે. આ બાબતમાં અન્ય કઈ પણ સંઘ કે સંસ્થા કરતાં તે વધારે સારો ખ્યાલ ધરાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : આ પ્રકારનાં આચાર્યોનાં સંમેલનમાં બધા આચાર્યો ભાગ લેશે, એમ તમે માને છે? ઉત્તર : જે કુનેહથી કામ લેવામાં આવે તે બધા આગેવાન આચાર્યો તેમાં ભાગ લેશે, એમ અમારું માનવું છે. પ્રશ્ન : માને કે એ વખતે કેઈ આચાર્યે સાફ ના પાડી તે? . ઉત્તર : એવું બનવાને સંભવ નથી. અમદાવાદમાં દરેક આચાર્યના ખાસ ભકત શ્રાવકે છે, તે આ બાબતમાં ઘણા સહાયભૂત થઈ શકે એમ છે. પ્રશ્ન : આગેવાન આચાર્યો વહેલામાં વહેલા ક્યારે મળી શકે? ઉત્તર : હાલ તે ચાતુર્માસ ચાલુ છે, એટલે કે ઈ આચાર્ય વિહાર કરી શકે નહિ, પણ આસો માસ સુધીમાં આવું સંમેલન બોલાવવાનો નિર્ણય લેવાઈ જાય અને વિધિસરનાં આમંત્રણે અપાઈ જાય તે કાર્તિકી ચૌદશ પછી તે બધા આચાર્યો અનુકૂળતા મુજબ અમદાવાદ કે આવું સંમેલન ભરવાનું હોય તે ભણી વિહાર કરે અને એ રીતે ફાગણ માસી પહેલાં બધા આગેવાન આચાર્યો મળી શકે. પ્રશ્ન : માને કે અમદાવાદના શ્રી સંઘે આગેવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ આચાર્યોને એકત્ર કર્યો, તે આ સંબંધી કામકાજ કેવી પદ્ધતિએ ચાલશે? ઉત્તર : આ સંમેલનમાં એકત્ર થયેલા પૂ. આચાર્ય ભગવતે શાઅપાઠ તથા સુવિહિત પરંપરાને સામે રાખીને આ વિષયની ચર્ચા કરશે. તેમાં જરૂર પડતાં પાંચ દશ આગેવાન શ્રાવકેને સાથે રાખશે તથા વિશેષ જરૂર જણાતાં સંસ્કૃત ભાષાના ઉત્તમ વિદ્વાનોને સાથે રાખી તેમને પ્રામાણિક અભિપ્રાય લેવાશે, જેથી સકળ સંઘ એગ્ય આ ચર્ચાનું છેવટનું નિરાકરણ બહાર પાડવાનું સરળ બનશે. પ્રશ્ન : તમે આગેવાન આચાર્યોને એકત્ર કરવાની જના બતાવી તે ઠીક છે, પણ માને કે ભવિતવ્યતાના ચિગે તેમાંનું કંઈ બની શક્યું નહિ, તે આ પ્રશ્નને ઉકેલ આણવાને અન્ય કંઈ ઉપાય ખરો? ઉત્તર : જે એવું કંઈ ન બને તો આ પ્રશ્નને ઉકેલ લાવવા માટે અમને એક ઉપાય સૂઝે છે. તે એ કે દરેક આચાર્ય મહારાજે પોતપોતાની માન્યતાને યુક્તિ અને શાસ્ત્રાધાર સાથે લેખ લખી શ્રી આણંદજી કલ્યાણજી ની પેઢીને સોંપી દે. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી એ દરેક લેખની નકલો તૈયાર કરાવી બધા આચાર્યોને મોકલે અને તેઓને એ સંબંધમાં જે જવાબ આપે છે તેને સ્વીકાર કરે. પછી એ બધા લેખે પિતાને ઉચ્ચ કક્ષાના લાગે તેવા ૨-૪ સમર્થ વિદ્વાને વંચાવી, એક નિર્ણય એ મેળવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ કે જૈન શાસ્ત્રાધારે આચાર્યોએ આપેલા લખાણે જોતા લાગે છે કે શાસ-સંમત માર્ગ આ છે એ નિર્ણય પિઢી. થામણ સંઘને જણાવે અને શ્રમણ સંઘ તે પ્રમાણે વર્તવાની સકળ સંઘને આજ્ઞા ફરમાવે. અમને લાગે છે કે આ રીતે પણ આ જટિલ પ્રશ્નને ઉકેલ આણી શકાય. આ વર્ષની સંવત્સરીનું શું? પ્રશ્ન- આગેવાન આચાર્યોને એકત્ર કરે કે શ્રીઆણંદજી કલ્યાણજીની પેઢી મારફત દરેકની માન્યતાને લેખ મંગાવી નિર્ણય કરે તે પણ તેમાં આઠથી દશ માસ જેટલો સમય જવા સંભવ છે, દરમિયાન સંવત્સરીનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે, તેનું શું? ઉત્તર – આ વર્ષે સર્વ તપાગચ્છને માન્ય એવા ચંડાશુ પંચાંગમાં ભાદરવા સુદિ ૫ ને ક્ષય છે અને ભાદરવા સુદિ ૪ને અખંડ ઔદયિક તિથિ બતાવેલી છે, એટલે સકળસંઘે સંવત્સરી ભાદરવા સુદિ ૪ ગુરુવારે કરવી જોઈએ. સં. ૧૯૫૨, ૧૬૧, ૧૯૮૯ અને ૨૦૦૪ની સાલમાં ચંડાશુ પંચાંગમાં ભાદરવા સુદિ ૫ ને ક્ષય આવ્યો, ત્યારે અમુક અપવાદ સિવાય સકળસ ચંડાંશુએ બતાવેલી ઔદયિક ચિથની આરાધના કરી હતી, એટલે આ વર્ષે એ પ્રણાલિકામાં ફેરફાર કરવાનું કેઈ કારણ નથી, પરંતુ પ્રગટ થયેલી પત્રિકાઓ અને પ્રસિદ્ધ થયેલાં નિવેદન પરથી લાગે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આ વર્ષે પૂજ્યશ્રી સાગરાન ... સૂરીશ્વરજીના સમુદાય, પૂજ્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીનેા સમુદાય, પૂજ્યશ્રી વિજ્યવલ્લભ સૂરીશ્વરજીને સમુદાય, પૂજ્યશ્રી વિજ્યનીતિ સૂરીશ્વરજીના સમુદાય વગેરે બુધવારની સંવત્સરી કરશે અને પૂજ્યશ્રી વિજ્યસિદ્ધિસૂરીશ્વરજીના સમુદાય, પૂજ્યશ્રી વિજ્યાધ્ધિ સૂરીશ્વરજીના સમુદાય, પૂજ્યશ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજીના સમુદાય વગેરે ગુરુવારની સંવત્સરી કરશે. પ્રશ્ન:-પૂજ્યશ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયે તા ગુરુવારે સંવત્સરી કરવાનું જાહેર કર્યું હતુ અને તમે કહે છે કે તેઓ બુધવારની સંવત્સરી કરશે, તે તેમાં સાચું શું સમજવું? ઉત્તર:–પૂજ્યશ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયે પેાતાના પૂજ્ય વડીલેાની પરંપરા પ્રમાણે ગુવારની સ ંવત્સરી સાચી માની તેનું આરાધન કરવાની જાહેરાત કરી હતી, પણ મુંબઈના શ્રી ગાડીજી દહેરાસરના ટ્રસ્ટીઓ તથા શ્રી દેવસુરસ’ધના કેટલાક આગેવાના તેમને બુધવાર કરાવવા મળ્યા પછી તેમણે બુધવાર માટે સંમતિ આપેલી છે અને તે આબતનુ' એક નિવેદન શ્રી ગોડીજીના ટ્રસ્ટીઓએ પેાતાની સહીથી મહાર પાડેલું છે, તે નીચે મુજબ :-- ગાડીછના ટ્રસ્ટીઓનુ નિવેદન શું બતાવે છે? ચાલુ વર્ષમાં સવત્સરી પર્વની આરાધના ભાદરવા સુદ ૪ ને અધવારની થશે. શ્રી વિજયદેવસુર ( ગોડીજી) સ ંઘે સ'વત્સરી પર્વની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪ આરાધના ખામત એકચતા થાય તે માટે નીચે મુજબ પ્રયાસ કર્યો હતાઃ– અમે શ્રીગાડીજીના ટ્રસ્ટીઓ તથા શ્રીદેવસુરસંઘના આગેવાના વગેરે રાજનગર મુકામે પરમ પૂજ્ય આચાર્ય થી વિજયાયસૂરીશ્વરજી મહારાજશ્રી પાસે પુર'પરાગત તિથિ માન્યતાની એકતા અંગે આગામી સંવત્સરીના દિવસના નિર્ણય એકમતે કરવાની વિનતિ અર્થે તા ૧૦-૩-૫૭ના રાજ ગયા હતા અને વિનતિ કરી હતી. તેઓશ્રીએ પેાતાના પૂજ્ય વડીલેાની પરપરા પ્રમાણે ગુરુવાર વ્યાજબી છે, તેમ એ ક્લાક સુધી વિવેચન કરી અમેને સમજાવ્યું. હતું. વધુમાં તમામ તપાગચ્છ માટે એક જ દિવસે સંવત્સરીની તથા તિથિની આરાધના થાય તેવા પ્રયાસેા કરવા તેઓશ્રીએ અમાને જણાવ્યું હતું, જે પ્રયાસા કરવાનું અમેને પણ વ્યાજબી લાગતું હતું. દરમ્યાન આખા તપાગચ્છની સંવત્સરી એક દિવસે થાય તે હાલ શકય નહિ લાગવાથી ફ્રીથી તા ૭–૪–૫૭, ના રાજ તેઓશ્રી પાસે કાઠ મુકામે અમે વિનતિ કરવા ગયા અને પ્રાચીન પરંપરાવાળા સમસ્ત શ્રી દેવસુરસંઘની એક આરાધના થાય અને અકયતા સચવાય તે માટે આ વષૅ ચાથ મુધવારની સંવત્સરી કરવા માટે ખૂબ આગ્રહભરી વિનતિ કરી અને તેઓશ્રીએ ઉદાર દ્વીલ રાખી એકતા ખાતર અમારી વિનંતિને માન આપી ચાથ મુધવારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરી આરાધવામાં સંમતિ આપી છે અને અમારી વિનંતિને નીચે મુજબ જવાબ આપે છે અમારા પૂજ્ય, વડીલેની આચરણા પ્રમાણે અન્ય પંચાંગના આધારે છઠ્ઠને ક્ષય માનીને ચોથને ગુરુવારની સંવત્સરીની અમારી વ્યાજબી માન્યતા હોવા છતાં આ વર્ષે અમારી એટલે શ્રીગેડીજીના ટ્રસ્ટીઓની તથા શ્રીદેવસુરસંઘના અન્ય આગેવાન ગૃહસ્થાની આગ્રહભરી વિનંતિથી પ્રાચીન પરંપરાવાળા સમસ્ત શ્રી દેવસુર સંઘની એક આરાધના થાય અને એકતા સચવાય તે માટે આ વર્ષે ચોથ ને બુધવારની સંવત્સરી આરાધવામાં અમે સંમતિ આપીએ છીએ.” આ પ્રમાણે જવાબ આપી તેઓશ્રીએ સમાજ ઉપર અનુગ્રહ કર્યો છે, તે બદલ શ્રી વિજયદેવસુર સંઘ તેઓશ્રીને ઋણી છે અને તેઓશ્રીને કેટીશઃ ધન્યવાદ આપે છે. - પાનાચંદ રૂપચંદ ઝવેરી લક્ષ્મીચંદ દુર્લભજી શાહ મેનેજીંગ ટ્રસ્ટીઓ. આ નિવેદન મુંબઈ સમાચારના તા. ૧૫-૪-૫૭ ના અંકમાં તથા જેન પત્રના તા. ૨૦-૪-૧૭ના અંકમાં છપાયેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ છે, તેના આધારે અમે કહીએ છીએ કે તેઓ આ વખતે બુધવારની સંવત્સરી કરશે. - અહીં પ્રાસંગિક એટલું સ્પષ્ટીકરણ કરી દઈએ કે ગોડીજીના ટ્રસ્ટીઓ વગેરે પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયે દયા સૂરીશ્વરજીને ગીતાર્થ, બહુશ્રુત અને વયોવૃદ્ધ માનીને તેમની પાસે તિથિ માન્યતાની એકતા અંગે વિનંતિ કરવા ગયા હતા, ત્યારે તેઓશ્રીએ તેમને બે વસ્તુઓ કહી હતી. એક તો પૂજ્ય વડીલોની પરંપરા પ્રમાણે સંવત્સરી ગુરુવારે કરવી વ્યાજબી છે, માટે સંવત્સરી ગુરુવારે કરવી અને એનું તમામ તપાગચ્છ સંવત્સરીની તથા અન્ય તિથિઓની આરાધના એક જ દિવસે કરે તે માટે પ્રયાસે કરવા. પૂજ્યશ્રીની આ સલાહ સત્યની ઘોષણા કરનારી હતી તથા તેમના દિલમાં એકતાની જે વાત રમી રહી હતી, તેનું સ્પષ્ટતયા પ્રતિબિંબ પાડનારી હતી, પરંતુ શ્રીગેડિજીના ટ્રસ્ટીઓ વગેરેને એ સલાહ ગમી નહિ, એટલે તેમણે ગુરૂવારે સંવત્સરી કરવાની જાહેરાત કરી નહિ, તેમજ આગેવાન આચાર્યોને મળીને એકતા માટેના પ્રયાસે પણ કર્યા નહિ. એટલું જ નહિ પણ તેમણે પૂજ્યશ્રીની વ્યાજબી માન્યતા ફેરવવાનાં ચક્રો ગતિમાન કર્યા અને તા. –૪–૧૭ ના રોજ કોઠ મુકામે ફરી વિનંતિ કરવા ગયા. તે વખતે. ખરેખરી વાત શી થઈ હશે, તે આપણે જાણી શકવાની. સ્થિતિમાં નથી પણ તેમણે જે નિવેદન બહાર પાડયું છે. તેના પરથી સમજાય છે કે તેમણે વિનંતિનાં રૂપમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી પર ભારે દબાણ કર્યું હશે અને યેનકેન પ્રકારેણ બુધવાર પક્ષમાં બેસાડવાને આગ્રહ સેવ્યું હશે. પ્રશ્ન : ગોડીજીના ટ્રસ્ટીઓએ આખા તપાગચ્છની સંવત્સરી એક દિવસે થાય તે હાલ શક્ય લાગતું નથી એવું નિવેદન શા આધારે ર્યું હશે ? જે પહેલેથી જ આ વાત તેમના મનમાં ઠસેલી હતી, તે એકતાની વાત શા માટે ઉચ્ચારી હશે? ઉત્તર : અમને લાગે છે કે આજે આખા સમાજની હવે એક જ દિવસે પર્વતિથિનું આરાધન થાય એ રીતે તિથિચર્ચાને અંત લાવવાની છે, એટલે તેમણે એકતાની વાત ઉચ્ચારી હશે, પણ તેવી પરિસ્થિતિ પેદા કરવા માટે જે સમય અને શક્તિને ભોગ આપવો જોઈએ, તેને વિચાર કરતાં તેમના દિલને થડકાટ થયો હશે અને આજ સુધીમાં જેમણે એ દિશામાં અધુરા અને અવ્યવસ્થિત પ્રયાસે કર્યા, તેનાં પરિણામે તેમની નજર આગળ તરવય હશે, એટલે તેમણે “આખા તપાગચ્છની સંવત્સરી એક દિવસે થાય તે હાલ શકય લાગતું નથી” એ નિર્ણય કર્યો હશે. પરંતુ અહીં તેમણે એ વિચાર કરવાની જરૂર હતી કે શ્રીસંઘમાં એજ્ય સ્થાપવું હોય તે સમય અને શક્તિને ભોગ અવશ્ય આપવું પડે અને જે રીતે કાર્યસિદ્ધિ થવાની શકયતા હોય તે રીતિ અપનાવવી પડે. વળી પૂર્વના પ્રયાસ નિષ્ફળ ગયા, માટે આ પ્રયાસ નિષ્ફળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ જશે એમ માની લેવાની કેઈ આવશ્યકતા ન હતી. સંભવ છે કે પૂર્વના પ્રયાસે એગ્ય રીતે થયેલા ન હોય કે તે માટેનો સમય પાક્યો ન હોય, તેમજ એ જાણી લેવું પણ જરૂરી હતું કે આવા પ્રશ્નો પ્રારંભમાં ઘણું અઘરા લાગે છે, પણ અનન્ય આત્મશ્રદ્ધાપૂર્વક પુરુષાર્થ કરવામાં આવે તે બહુ સરળતાથી ઉકલી જાય છે. પ્રશ્ન : આ પગલું ભરવાથી નિવેદનકારે જણાવે છે તેમ સમસ્ત શ્રીદેવસુરસંઘની એક આરાધના થઈ શકશે ખરી ? ઉત્તર : એક વર્ગને જાણ બૂઝીને અલગ રાખવે અને એકતાની વાત કરવી એતે હસવા ને લોટ ફાકવા જેવી બેહૂદી વાત છે. અમે માનીએ છીએ કે આ રીતે વર્તવાથી તે દેવસુર સંઘમાં કાયમની ફૂટ પડી જશે અને તેમાંથી નવા નવા ફણગા ફૂટતાં સમસ્ત સંઘનું બળ છિન્ન ભિન્ન થઈ જશે. વળી ખરી વાત તે એ છે કે ગેડીને સંઘ એ કાંઈ સમસ્ત દેવસુર સંઘ નથી! અરે! દેવસુર સંઘ કે જે ભારતના અનેક ગામનગરમાં વસેલો છે, તેની સંખ્યાના પ્રમાણમાં ગેડીજીસંઘ મહત્ત્વની સંખ્યા પણ નથી ધરાવત! અને ખુદ મુંબઈના અનેક ઉપાશ્રયના સંઘની અપેક્ષાએ એ એક અંશ માત્ર છે. એટલું જ નહિ, ખુદ ગેડીજીસંઘમાં પણ બે ભેદ છે, તે મુંબઈ સમાચારમાં ગોડીજીસંઘવાળામાંથી ૪૨ સહીઓથી બહાર પડેલા વિરોધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ પત્રથી જાહેર થઈ ચૂક્યું છે. આગળ વધીને જોઈએ તે શ્રી જૈન શાસનમાં સંઘ શબ્દથી માત્ર શ્રાવકે નથી લેવાતા, પરંતુ પૂ. સાધુએ, પૂ. સાધ્વીજીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓને સમુદાય લેવાય છે. હવે વિચારે કે કહેવાતા દેવસૂરસંઘમાં કેને ગણ્યા? પ્રશ્ન : એક ગીતાર્થ, બહુશ્રત, પ્રૌઢ આચાર્ય પોતાની માન્યતા એક પ્રકારની જાહેર કરે અને વર્તવાને આદેશ બીજા પ્રકારે આપે, તે કેટલું ઉચિત છે? ઉત્તર : એને ખરો જવાબ તે એ મહાપુરુષ જ આપી શકે, પણ અમારી દષ્ટિએ એમનું દીલએથી સંતાપ અનુભવતું હશે; કેમકે શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યું છે કે “જે સત્ય છે તે જ આચરવા એગ્ય છે અને જે આચરવા ગ્ય છે તે જ સત્ય છે. એટલે સત્ય અને તેની આચરણ વચ્ચે ભેદ કરી શકાય નહિ. અથવા આની પાછળ દીર્ધદષ્ટિને એ આશય હોઈ શકે કે બુધવારવાળાને આ વખતે સાથે રાખે, જેથી હવે પછી આ લોકેને શાસ્ત્રીય એક નિર્ણય લાવએવામાં અનુકૂળ વર્તાવી શકાય. આરાધક આત્માઓએ શું કરવું? પ્રસ્તર–આ સંજોગોમાં આરાધક આત્માઓએ શું કરવું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ | ઉત્તરઃ આરાધક આત્માઓએ તે જિનાજ્ઞામાં સ્થિર રહેવાનું છે અને જે વસ્તુ શાસ્ત્ર તથા પરંપરાથી સિદ્ધ છે, તેને જ અનુસરવાનું છે. જ્યારે પૂજ્યશ્રી વિજયસૂરિજીએ જાહેર કર્યું છે કે પિતાના પૂજ્ય વડીલોની પરંપરા પ્રમાણે ગુરુવાર વ્યાજબી છે, ત્યારે સંવત્સરી ગુરૂવારે કરવામાં આરાધક આત્માઓને જરા પણ સંકેચ હોઈ શકે નહિ. અહીં અમે સર્વે આરાધક આત્માઓને એક વસ્તુ કહેવા ઈચ્છીએ છીએ કે તિથિ સંબંધિ આચાર્યોમાં મતભેદ જોઈને કે સંઘની ડામાડોળ સ્થિતિ નિહાળીને ધમરાધનની બાબતમાં કેઈએ શિથિલ થવું નહિ. કાલાંતરે એ બધું ઠીક થઈ જશે અને શ્રી જિનેશ્વર ભગવાનનું શાસન જયવંતુ રહેશે, એવી દઢ શ્રદ્ધા હદયમાં ધારણ કરી પોતાના આત્માનું હિત સાધવામાં નિરંતર ઉજવળ રહેવું તથા કુમતિ –કદાગ્રહને ત્યાગ કરી બની શકે તેટલું ભવાંતરનું ભાથું બાંધી લેવું. ઉપસંહાર તિથિના વિષયમાં ઉપલબ્ધ થતાં કેટલાંક શાસ્ત્ર પ્રમાણે પરિશિષ્ટમાં આપ્યાં છે, તે દરેક પાઠકે વાંચવા-વિચારવા અને તેમાં કઈ બાબતની સમજણ ન પડે તે ગુરુજને પાસેથી તેને ખુલાસો મેળવી લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ રા સહુનું કલ્યાણ થાઓ, સહુ અજરામર સુખની પ્રાપ્તિ કરો એ અભિલાષા સાથે આ જૈન જાગૃતિ નામની લેખમાળા પૂરી કરીએ છીએ અને તેમાં કોઈનું પણ મન દુભાવવાના પ્રસંગ આવ્યેા હાય તે તેની ત્રિવિધ ક્ષમા ચાચીએ છીએ. जैनं जयति शासनम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ તિથિ સંબંધમાં શાસ્ત્ર પ્રમાણે [૧] ઉત્સર્ગ નિયમ उदयंभि जा तिहि सा पमाणमिअरीह कीरमाणीए। आणाभगऽणवत्था मिच्छत्तविराहणं पावे ॥ –શ્રાહવિધિઆરાધના માટે, સૂર્યોદય વખતે જે તિથિ હોય તે પ્રમાણ ગણાય છે. (તે આખો દિવસ તે તિથિ આરાધ્ય કરાય છે.) એને છોડીને બીજી કરવામાં આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના દેષ લાગે છે. . રિ અપવાદ નિયમ क्षये पूर्वा तिथि : कार्या, वृद्धौ कार्या तथोत्तरा। – શ્રી ઉમાસ્વાતિપ્રષ. તિથિને ક્ષય હેય (અર્થાત્ સૂર્યોદયમાં ન હોય) તે પૂર્વની તિથિ આરાધ્ય કરવી અને વૃદ્ધિ હાય (બે સૂર્યોદયને સ્પર્શતી હોય) તે બીજી તિથિ કરવી. [૩] जो तिथिनो क्षय होय तो पूर्वतिथिमें करणी, जो વૃજિ હવે તો ઉત્તરપિ પી. ( આમાં પૂર્વતિથિને ક્ષય કરવાનું નથી કહ્યું.) –શ્રી સાગરાનંદસુરીશ્વરજીના ગુરુ શ્રી ઝવેરસાગરજી મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩ [૪] ક્ષીuTuદાર્ચ સત્તાં શિયાળ” સાતમમાં કરાતું ક્ષીણાષ્ટમીનું કૃત્ય. “કિત નામ ત ચતુર્દશીનું ' “તે પછી ક્ષીણ ચાદશનું કૃત્ય પણ તેરશિમાં જ કરે.” (અહીં પણ ૭ કે ૧૩ને ક્ષય નથી કર્યો.) –તત્વતરંગિણી, પુષ્ટ ૪. [૫] 'तिथिनो क्षय होवे तो पहिली तिथिमें और वृद्धि होबे तो उत्तरकी तिथि विषे धर्मकृत्य करणा.' –જેન સિદ્ધતિ સામાચારીના પ્રવર્તક શ્રી કાંતિવિજયજી. [૬] तिहिवार पुव्वतिही अहिआए उत्तरा य गहिअव्या । (તસ્વૈતનિધી, પૃ. ૩) ભાવાર્થ : “ તિથિ ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ જ ગ્રહણ કરવી, વૃદ્ધિ હોય ત્યારે બીજી જતિથિ ગ્રહણ કરવી. ” જ કાર તે ખરતરગચ્છવાળાઓ ચૌદશના ક્ષયે પુનમે પાખી કરે છે તેને અને વૃદ્ધિમાં જેઓ પહેલી તિથિ માને છે તેમને નિષેધ કરવા માટે વાપર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ર૪ “જ” કારથી તેમ જ “ક્ષયે પૂર્વા વાક્યથી તિથિને ક્ષય કરે” અને “વૃદ્ધિ કરવી” એ અર્થ જેઓ ઉપજાવે છે, તેમના મતે તે પુનમને ક્ષય હોય ત્યારે પૂર્વની ચૌદશને જ ક્ષય મનાશે, પરંતુ પૂર્વતર એટલે કે તેનાથી એ પહેલાંની તેરસ તિથિને ક્ષય માની શકાશે નહિ અને વૃદ્ધિ હોય ત્યારે પછીની એટલે પુનમની વૃદ્ધિએ એકમ તિથિની જ વૃદ્ધિ માનવી પડશે. [૭] 'किन्तु प्रायश्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यમાનવાનું ! " (ત ત૦ પૃ. ૨) ભાવાર્થ : “પણ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ચૌદશ જ કહેવાય છે માટે. આથી સ્પષ્ટ જણાય છે કે –“પ્રાયચિત્તાદિ વિધિમાં ચાદશ કહેવાનું શ્રી ધર્મસાગરજીએ. ફરમાવ્યું છે, લૈકિક વિધિમાં તે ઉદયતિથિ તેરસ હોવાથી , તેને તેરસ જ કહેવાય. [૮] 'मह जइ कहवि न लब्भंति ताओ सुरुग्गमेण जु-ताओ। ता अवरविद्ध अवरा वि हुज्ज, न हु पुक्व तविद्धा ॥' (ત તે પૃ. ૩) ભાવાર્થ કે હવે જે કદાપિ સૂર્યોદયથી યુક્ત પર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૫ તિથિ ન મળે તે ક્ષીણતિથિયુક્ત પૂર્વની તિથિ ક્ષીણ તિથિના નામવાળી પણ બને છે, કિન્તુ ક્ષીણ—તિયુિક્ત પૂર્વની તિથિ પૂર્વી તિથિના જ નામવાળી રહે એમ નહિ, પણ તે ક્ષીણ તિથિનો સજ્ઞાવાળી પણ મને છે. ' [ ૯ ] अर्थात्प्राचीनास्तिथय: क्षीणतिथिसंझिका अपि भवेयु. । न ' पूर्वा एव ' = पूर्वातिथिनाम्न्य एव भवेयुः किन्तु उत्तर સન્નિષ્ઠા અપીતિ માવ: ।' (તત્ત્વતરગિણી ટીકા) ' ભાવાઃ—પૂર્વની સાતમ વગેરે તિથિક્રિન પછીના ક્ષીણુ આઠમ તિથિના નામવાળા પણુ અને છે; દિવસ માત્ર પૂર્વના તિથિ નામવાળા જ થાય એમ ઉત્તર તિથિના નામવાળા પણ મને છે. ( તિથિ લેગી. ) અર્થાત્ તે નહિકિ તુ અર્થાત્ એ. [ ૧૦ ] ፡ न च प्राक् चतुर्दश्येवेत्युक्तम्, अत्र तु ' अवरावी त्यनेन ' अपि ' शब्दादन्यसंज्ञापि गृह्यते, तत्कथं न विरोधः . इति वाच्यं प्रायश्चित्तादिविधावित्युक्त्वात् । " (ત॰ તા. રૃ. ૩) ' ' ભાવાથ – પહેલાં તા તમે ચૌદશના ક્ષયે તેરસને તેરસ કહેવાય જ નહિ, ચૌદશ જ કહેવાય ? એમ કહી. ગયા; અને અહીં તા મીજી પણ? એમાં પડેલા ૮ પણ શબ્દથી ચૌદશ પણ કહેવાય અને તેરસ પણ કહેવાય એમ જણાવ્યું, તેા વિરોધ કેમ નહિ આવે ? ’ એવી શંકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ કરવી નહિ. કારણ કે “તેરસ કહેવાય જ નહિ અને ચૌદશ જ કહેવાય ” એવું જે કહ્યું તે માત્ર પ્રાયશ્ચિત્તાદિ વિધિ અંગે જ કહ્યું છે. (અર્થાત્ બીજા નિમિત્ત અંગે તેરશ પણ કહેવાય.) [૧૧] 'क्षीणाष्टमीपौषधस्यापर्वरुपसप्तम्यां क्रियमाणत्वेनाङ्गीપલ્યોપપિતુરિશઃ ” (ત. તરં૦ પૃ. ૨૮) ભાવાર્થ “ક્ષીણ આઠમને પૌષધ અપર્વ રૂપ સાતમમાં કરાતે હેવાના સ્વીકારને અ૫લાપ થઈ શકશે નહિ.” (અર્થાત્ સાતમને સાતમ પણકહેવાતી અને પર્વના હિસાબે આઠમ પણ કહેવાતી, પરંતુ સાતમને ક્ષય નહિ કરવાને.) [ ૧૨ ] 'न हि कनकरत्नमयकुण्डले कनकरत्न शान भ्रान्त "મશિનુમતિ' ‘एवमेकस्मिन्नेव रव्यादिवारलक्षणे वासरे द्वयोरपि તિશે: સમાપ્તત્વેન વિદ્યમાનસ્વાર્' (ત તર૦ ૬ ૬) ખરેખર! સેના અને રત્નમય કુંડલમાં સેનું અને રત્ન છે” એ જ્ઞાન બ્રાન્તિવાળું હોઈ શકતું નથી.” એ પ્રમાણે એક જ રવિવાર આદિ દિવસે તેરસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૭ ચૌદશ ખન્ને તિથિએ સમાપ્ત થયેલી હાવાથી તરસેય છે. અને ચૌદશેય છે. [ ૧૭ ] एवं त्रुटिततिथिस युक्ता तिथिः कारणविशेषे ग्रुप-योगिनी भवन्त्यपि न पुनर्बलवत्कार्यं विहाय स्वकार्यस्यैवो બની’ એવી જ રીતે ક્ષીણુ તિથિયુત તિથિ કારણ વિશેષે ઉપચાગી બનવા છતાં અલવાન કાર્યને છેડી પેાતાનાં જ કાર્ય માટે તે ઉપયાગી બની શકે છે એવું નથી. ( અર્થાત્ કારણવિશેષે પતિથિને વ્યપદેશય કરાય છે અને અલવાન કાયમાં તેનેય સ્વીકાર કરાય છે. ) [ ૧૪ ] શ્રીસાગરજી મહારાજના ગુરુજી શ્રીઅવેરસાગરજી-એ પણ कम જુન મેહિ ઢળી' એમ કહ્યું છે. (નહિ કે એકમના ક્ષય. ) C [ ૧૫ ] -- ' नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिरिति चेदअहो विचारचातुरी, यत स्तत्र चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधनं जातमेवेति । (ત॰ તરીતિની ) ખરતર તપાને પૂછે છે, “ પુનમના ક્ષયે તમે શુ કરશો ? ” તપાગચ્છીય કહે છે, “ એમ જો તમે પૂછતા. હા તા, વાહ ! તમારી વિચારતુરાઈ! કારણ કે ચૌદશના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દિવસે ચૌદશ પુનમ અને વિદ્યમાન હોવાથી અમારે તે પુનમની પણ આરાધના ચૌદશ ભેગી થઈ જ જાય છે. ” (આ શંકા સમાધાનમાં શાસ્ત્રકારે પુનમના . ક્ષચે તેરસને ક્ષય કરવાનું કહ્યું નથી, કિન્તુ ચાદશ પુનમની ભેગી જ આરાધના બતાવી છે.) [ ૧૬ ] या तिथियस्मिन्नेवादित्यादिवारलक्षणे दिने समाप्यते ૩ હિતચિન કર્યઃ ” “જે રવિવારાદિ દિવસે જે તિથિ સમાપ્ત થતી હોય તે દિવસ તે તિથિરૂપે સ્વીકારવું જોઈએ.” (તસ્વતર ર૦) [૧૭] अथानन्तर्यस्थितासु द्विवादिकल्याणकतिथिषु किमेवाજિ નિ રે.... માવતના વિચિपाते प्राचीनकल्याणकतिथौ द्वयोरपि विद्यमानत्वादिष्टापत्ति (તતાં૨૦) જોડાજોડ આવેલી બે ત્રણ કલ્યાણક–તિથિઓમાં ક્ષય હોય ત્યારે શું તમે એમ જ એક દિવસમાં બેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ આરાધના માને છે? આ શંકાના ઉત્તરમાં, અમારે તે. ૫છીની કલ્યાણકતિથિ પડી હોય ત્યારે પૂર્વ કલ્યાણકતિથિમાં તે બને તિથિઓ હોવાની ઈષ્ટપત્તિ એ જ અમારો. ઉત્તર છે.? [ ૧૮ ]. . एवं क्षीणतिथावपि कार्य द्वयमद्य कृतवानहमित्यादयो' दृष्टान्ताः स्वयमूह्या: (સતરં): એ જ પ્રમાણે ક્ષીણતિથિ એટલે ભેગી થતી બે. પર્વતિથિના પ્રસંગે પણ “આજે મેં બે કાર્યો કર્યો ” ઇત્યાદિ દષ્ટાન્ત તમારે સ્વયં વિચારી લેવાં. શ્રી ધર્મસાગરજીનું આ લખાણ સ્પષ્ટ બતાવી આપે છે કે “આજે મેં બે કાર્યો કર્યાં એ દષ્ટાંતથી ક્ષય પ્રસંગે ચૌદશ પૂનમ આદિ અને પર્વતિથિઓની એક જ દિવસે આરાધના કરી લેવાય છે, પણ તેરશને ક્ષય નથી કરાતે. [૧૯]. તેરશ ચૌદશ ભેગાં કરાય તે ચૌદશનાં પચ્ચકખાણ. સવારથી શી રીતે થશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ * આનું સમાધાન શ્રી સિદ્ધચક વર્ષ ૪ અંક ૪. પૃ. -૯૫માં પૂ. શ્રી સાગરજી મહારાજે નીચે પ્રમાણે લખ્યું છે— ક્ષયને સ્થાને સૂર્યોદયવાળી તિથિ લેવી, એમ કઈ પણ બુદ્ધિમાન કહી શકે નહિ. પર્વના ક્ષય વખતે તે માત્ર તે પર્વતિથિને ભેગવટો જ લેવાય ને તેથી પૂર્વ તિથિ : જાથ એમ કહેવાય છે.” (આ લખાણ સૂચવે છે કે બે પૂનમ વખતે પહેલી પૂનમમાં ચિદશને ભેગવટ જ નથી, તેથી ત્યાં ચાદશ કરી શકાય જ નહિ.) [૨૦] (શ્રી પ્રવચન પરીક્ષા પૃ, ૪૧૨) त्रयोदश्यां द्वयोरपि तिथ्याः समाप्तत्वेन चतुर्दश्या अपि समाप्तिसूचकः स स्र्योदयः संपन्न एव। - તેરસે બંને તિથિઓની સમાપ્તિ થયેલી હોવાથી તેરસને સૂર્યોદય ચૌદશની પણ સમાપ્તિને સૂચવનાર થયો જ છે. (અર્થાત્ તેરશચૌદશ ભેગાં રહે છે.) ઉ. શ્રી ધર્મસાગરજી તત્ત્વતરંગિણે પૃ. ૬ માં– ननु कथं तानन्तरदिने भविष्यद्वर्ष कल्याणकतिथिदिने Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ च पृथक् तप : समाचर्यते इति चेत् , उच्यते, कल्याणकाराधको हि प्रायस्तपोविशेषकरणाभिग्रही भवति । स च द्विधा-निरंतर तपश्चिकीर्षु : सान्तरतपश्चिकीर्षुश्च, तत्राद्य एकस्मिन्दिने छयोरपि कल्याणकतिथ्योर्विद्यमानत्वेन तदाराधकोऽपि सन्ननन्तरोत्तरदिनमादायैव तपपूरको भवति, नान्यथा, यथा पूर्णिमापाते (पाक्षिक) चातुर्मासिक षष्ठतपोऽभिग्रही (अपरदिनमादायेव तपःपूरकः) द्वितीयस्तु भविष्यद्वर्ष तत्कल्याणकतिथियुक्तदिनमादायैवेति। પ્ર-તે પછી બીજે દિવસે કે આગામી વર્ષમાં કલ્યાણક તિથિ દિવસે તપ જુદો કેમ કરી અપાય છે? ઉત્તર–કલ્યાણક તિથિને આરાધક પ્રાયઃ તાપવિશેષ કરવાના અભિગ્રહવાળો હોય છે, તે બે પ્રકારનું છે. એક નિરંતર કરવાની ઈચ્છાવાળે અને બીજે આંતરે કરવાની ઈચ્છાવાળે. તેમાં નિરંતરની ઈચ્છાવાળે એક દિવસ બંને કલ્યાણક તિથિઓની વિદ્યમાનતા હોવાથી તે બંનેને આરાધક થવા છતાં સાથેને દિવસ ગ્રહણ કરીને જ તપને પૂર્ણ કરવાવાળે થઈ શકે છે, બીજી રીતે નહિ. જેમ પુનમને ક્ષય હોય ત્યારે માણી છઠને અભિગ્રહી બીજે દિવસ ગ્રહણ કરીને જ તપને પૂર્ણ કરવાવાળે થાય છે, તેમ જે આન્તરે તપ કરવાના અભિગ્રહવાળે હોય તે બીજે વર્ષે કલ્યાણક તિષિયુક્ત દિવસ ગ્રહણ કરીને તપપૂરક થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] શ્રી સેનપ્રશ્ન પૃ. ૮–૧માં લખ્યું છે કે – " एकादशीवृद्धौ श्री हीरविजयसूरीणां निर्वाणमहिमपो'पोपवासादिकृत्य पूर्वस्यामपरस्यां वा, किं विधेयम् !” અગીયારસની વૃધ્ધિ હોય ત્યારે શ્રી હીરવિજયસૂરિના સ્વર્ગગમન મહિમાને પૌષધ-ઉપવાસ-આદિ કૃત્ય પહેલી અગીયારસે કરવું કે બીજી અગીયારસે કરવું?” ( આ પ્રશ્રવાકયમાં તિથિની વૃદ્ધિ હોય ત્યારે પહેલી બીજીને વ્યપદેશ માન્ય કર્યો છે, તેથી પણ બે અગીયારસની બે દશમ કરવાનું પગલું પાછળથી નીકળેલું અને અશાસ્ત્રીય સિદ્ધ થાય છે.) [૨૩] “શ્રી પ્રવચન પરીક્ષા ” પૃ. ૪૦૮માં શ્રી ધર્મસાગરજીએ લખ્યું છે કે-વાયરાની તિથિ ટ્વેલ્યુ, તવાઇ सूर्योदयावच्छिन्ना तिथि : प्रथमोऽवयवो, द्वितीयोदयावછિના ૪ દિલીડથ મા ” • બે સૂર્યોદયને સ્પર્શનારી તિથિ વૃદ્ધતિથિ કહેવાય છે. તેમાં પહેલા સૂર્યોદયવાળી તિથિ પહેલી અને બીજા સૂર્યોદયવાળી તિથિ બીજી કહેવાય છે. (આમાં એ સૂચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ વ્યું છે કે બે પુનમ વખતે પહેલી પૂનમને પહેલી પૂનમ જ કહેવાય, ચૌદશ નહિ. [ ૨૪ ]. एवं च सति तिथिमासयोराययोरंशयो, प्रथम तिथ्या આ પ્રમાણે હોવાથી વૃદ્ધ તિથિમાસના પહેલા અંશની પહેલી તિથિ આદિ સંજ્ઞા થાય છે.” (જેમ બે ભાદરવામાં પહેલા ભાદરવાને શ્રાવણ નથી કહેવાતે, તેમ બે પૂનમમાં પહેલી પૂનમને ચૌદશ ન કહેવાય.) સિદ્ધચક્ર વર્ષ ૪, અંક ૪, ટાઈટલ પૃ. ૩માં જણાવ્યું છે કે-“ધ્યાન રાખવું કે પખીમાં એકમ વિગેરે તિથિઓ વધી અગર ઘટી હોય એટલે તૂટી અગર બેવડી થઈ, પણ તે તમામ તિથિઓ પંદરને અંગે જ છે.” ( અર્થાત્ પૂનમક્ષયે એક જ દિવસે ચૌદશ-પૂનમ હોવા છતાં પર્વતિથિ એક નહિ, પણ બે ગણાય.) [ ૨૬ ] શ્રી પ્રવચનપરીક્ષા પૃ. ૪૦૮ માં લખ્યું છે કે રથમા તિથિના વારિકામમg”-શાકાહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ मासेषु प्रतिपदादितिथिषु चेदं कर्तव्यादिरूपेण स्वस्वनामाद्वितकृत्येषु नपुंसक इव नपुंसको बोध्यः ॥' અભિવર્ધિત તિથિમાસ, પિતાનું નામ કાયમ છતાં પિતાના નામથી સૂચિત કાર્ય સંબંધમાં નપુસક જેવા છે. [ ર૭ ]. દિનશદ્ધિદીપિકા માં મુનિશ્રી દર્શનવિજયજીએ. પણ પૃ. ૫૫માં લખ્યું છે કે-તિથિ બે સૂર્યોદયને જુવે તે વૃાધ્યતિથિ કહેવાય છે. તેમાં પહેલી વૃધ્ધિતિથિ અને બીજી પ્રકૃતિ તિથિ છે. ( આમાં પણ પહેલી તિથિને પૂર્વની તિથિનું નામ નથી આપ્યું.) [ ર૮] શ્રી કલ્પસૂત્ર સુધકામાં ઉ. શ્રી વિનયવિજયજી મહારાજા ફરમાવે છે કે 'भाद्रपदवृद्धौ प्रथमा भाद्रपदोऽपि अप्रमाणमेव यथा चतुर्दशीवृद्धौ प्रथमां चतुर्दशीमवगणय्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियते।' જેમ ચૌદશની વૃધિમાં પહેલી ચૌદશ છેડીને બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૫ - ચૌદશે પખી કૃત્ય કરાય છે, તેમ ભાદવાની વૃદિધમાં પહેલે ભાદર અપ્રમાણ જ છે.” (આમાં બે ચૌદશેને અદલે બે તેરો કરવાનું કહેતા જ નથી.) [ ૨૯ ] શ્રી કલ્પસૂત્રદીપિકા વ્યાખ્યાન લ્માં લખ્યું છે विवक्षितं पाक्षिकप्रतिक्रमणं चतुर्दश्यां नियत साब यदि वर्द्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाजीकार्या વિવક્ષિત પાક્ષિક પ્રતિક્રમણ ચૌદશે નિયત છે, તે ચૌદશ જે વધી હોય તે પહેલી છોડીને બીજી અંગીકાર કરવી. (આમાં પણ પહેલી ચૌદશને તેરસ કરવાનું નથી કહ્યું. ) [૩૦] પ્રવચનપરીક્ષા પૃ. ૪૧૨ માં લખ્યું છે કેप्रपायामयि ‘जया पक्खिआए पव्वतिही पडइ तया पुवतिही चेव घेत्तवा, न उत्तरा तब्भोगगन्धस्सवि अभावाउ' त्ति, पतच्च घुणाक्षरन्यायेन सम्यक पतितम् ।” પvખીને ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ જ ગ્રહણ કરવી, પછીની તિથિ નહિ લેવી, કેમકે ત્યાં તેના ભાગની ગંધ સરખી નથી.” આ વચન એ ગ્રન્થમાં ઘુણાક્ષર ન્યાયથી સાચું પડી ગયું છે. (એ જ ન્યાયે બે પૂનમ વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ પહેલી પૂનમમાં ચૌદશના ભેગની ગંધ સરખી નથી, તે ત્યાં ચૌદશ કેમ થાય?) [૩૧]. પૂરાવાની નં. ૧-પૃ. ૨, નં. ૩–૫-૬ ને તિથિહાનિ. વૃદ્ધિ-વિચારમાં લખ્યું છે કે –“પ્રથમ ભૂમિ નિત્ય દિતી પૂર્ણિમાં મન : ” ભાવાર્થ – પહેલી પૂનમ છોડીને બીજી પૂનમે પૂનમનું કાર્ય કરે.. સં. ૧૫૮૩ પૂ. આ. શ્રી આનન્દવિમલસૂરિ મહારાજે ફરમાવેલા સાધુમર્યાદાપટ્ટકમાં પણ લખ્યું છે: “તિથિ વાધઈ તિહાં એગ દિન વિગઈ ન વહિરવી ” (આમાં પણ બે આઠમ વગેરે મંજૂર રાખીને એક આઠમે વિષય ન વહારવાનું ફરમાવ્યું છે.) [ ૩૩] . વિ. સં. ૧ત્રહ્માં શ્રી શાન્તિસાગરજીના હેન્ડબીલમાં લખ્યું છે કે......“વા વર શરૂ મુક્ત કરી છે વાત घणा लोकाना सांभळवामां आवी, तेथी विस्मय पाम्या के Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૭ आ अजुकतुं न करवानुं काम शुं कर्यु के उदीयात चउરા પી...' આ સાલમાં ભાદરવા સુદિ ૧ ની વૃદ્ધિ હતી. અને ઉદય ચૌદશ ન જ ફેરવાય, એ સૂચવ્યું. [ ૩૪ ] શ્રી હીરપ્રશ્ન રૃ. ૭૮-૭૯માં પ્રશ્ન :- પદ્મમીતિવિદ્ઘટિતા મત્તિ તા તાપઃ कस्यतिथौ ? पूर्णिमायां च शूटितायां कुत्रेति ॥ ५ ॥ उत्तरम् - अत्र पञ्चमीतिथित्रुटिता भवति तदा तत्तप पूर्वस्यां तिथौ क्रियते । पूर्णिमायां च त्रुटितायां त्रयोदशी - चतुर्दश्याः क्रियते; त्रयोदश्यां तु विस्मृतौ प्रतिपद्यपीति ॥ ५ ॥ ' પાંચમી તિથિ ત્રુટેલી હેાય ત્યારે તે તિથિ સંબંધી તપ કઈ તિથિમાં કરાય છે? અને પૂર્ણિમા તૂટેલી ડાય તે કઈ તિથિમાં કરાય છે ? એ પ્રશ્નના સમાધાનમાં જણાવે છે કે—પ’ચમી તિથિ ત્રુટેલી હોય ત્યારે તેને તપ પૂર્વતિથિમાં કરાય છે. પૂર્ણિમા તૂટી હોય તે તેના તપ તેરસચૌદશમાં કરાય છે. તેરસે વિસ્મરણ થયે તે તે। પડવાને દિવસે પણ પૂર્ણિમાના તપ કરી શકાય. "" (ઉપર્યુક્ત અર્થમાં ક્ષય ને બદલે ક્ષય કરવાની ગંધ સરખીયે નથી. પંચમીના ક્ષયે પ ંચમીને પૂર્વની અથમાં સેગીજ માની છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat '' www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૮ [ ૩૫ ] શ્રી હીરપ્રશ્ન રૃ. ૪૫ માં પ્રશ્નઃ ' यदा चतुर्दश्यां कल्पो वाच्यते, अमावास्यादिवृद्धा वा अमावास्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदां षष्ठतपः क्व विधेयम् ? उत्तरम् - यदा चतुर्दश्यां कल्पो वाच्यते ...' इत्यत्र षष्ठतपोविधाने दिननैयत्य नास्तीति यथारुचि तद्विधीयतामिति कोऽश्राग्रह ? ' । પ્રશ્ન : જ્યારે ચૌદશે કલ્પ વંચાય અથવા અમાવાસ્યાદિ તિથિની વૃદ્ધિમાં અમાવાસ્યાએ કિવા પડવે કલ્પ વંચાય ત્યારે છઠ્ઠના તપ કયે દિવસે કરવા? ઉત્તર : જ્યારે ચૌદશે કે અમાવાસ્યાદિએ કલ્પ વહેંચાય ત્યારે છઠ્ઠું તપ કરવામાં દિવસનું નિયતપણું નથી. ઠીક લાગે તેમ કરો. એમાં આગ્રહ શા ? ” આની મતલબ એ છે કે પ્યુષણ અઠ્ઠાઈ જો અગિયારસથી બેસે તે તેરસ-ચૌદશે છઠ્ઠ કરવા. જો ખારસથી એસે તા ચાદશ--અમાસે કરવા. અને અમાવાસ્યાદિ તિથિ વૃદ્ધિમાં જો તેરસથી બેસે તે તેરસ- ચૌદશે કરવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પહેલી અમાસ ખાધાવાર ગણી, બીજી અમાસે કલ્પધરને ઉપવાસ કરે. આગ્રહ રાખવાનું કોઈ કારણ નથી. [૩૬ ] શ્રી સાગરાનન્દસૂરિજીએ પણ આ વાત કબૂલ રાખી છે. અને શ્રી સિદ્ધચક્ર વર્ષ ૧, અંક ૨૧, પૃ. ૫૦૭ માં નીચે પ્રમાણે ઉતારી છે–પર્યુષણના કલ્ય સંબંધી છઠ્ઠ કરવામાં કઈ પણ તિથિના નિયમને માટે આગ્રહ કર નહિ. અર્થાત્ બે ચૌદશે હેય તે પહેલી બીજી ચૌદશને પણ છઠ્ઠ થાય, બે અમાવાસ્યા હોય તે તેરશ ચાદશનો છ૩ થઈ, (પહેલી અમાવાસ્યાએ પારણું કરી) બીજી અમાવાસ્થાએ એકલો ઉપવાસ થાય, અને બે પડવા હોય તે પણ તેરસ-ચૌદશને છઠ્ઠ થઈ અમાવાસ્યાએ પારણું આવી પહેલે પડવે એકલો ઉપવાસ થાય.” આ બધા પ્રમાણે નજર સન્મુખ રાખવાથી એ નિ:સંદેહ સિધ્ધ થઈ જાય છે કે ગમે તે પર્વતિથિની ક્ષયવૃધ્ધિ ટીપણામાં આવી હેય, તે તેમની તેમ જ રાખીને આરાધનાની વ્યવસ્થા કરી લેવી જોઈએ. એને બદલે બીજી તિથિઓની ક્ષયવૃદ્ધિ કરે તે (૧) મૃષાભાષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ થાય છે, (2) ઉદયતિથિ વિરાધાય છે. (3) તથા અપ" પર્વ થાય છે. (4) આજ્ઞાભ મિથ્યાત્વ, અને વિરાધનાના દેશે લાગે છે जैनं जयति शासनम् // / જૈન જાગૃતિ લેખમાળામાં પ્રગટ થયેલાં પુર (1) જાગ રે જૈન સમાજ ! (2) આપણી દશા. (3) તિથિ સંબંધી જાણવા જેવું. (4) તિથિ અંગે તરખડાટ કેમ ? (5) હવે કરવું શું? " પૂરે સેટ મેળવવા ચાર આનાના પિ સ્ટેમ્પ બી. : પ્રાપ્તિસ્થાન : કાંતિલાલ માણેકલાલ શાહ પાડાપાળ, અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com