________________
સંવત્સરી આરાધવામાં સંમતિ આપી છે અને અમારી વિનંતિને નીચે મુજબ જવાબ આપે છે
અમારા પૂજ્ય, વડીલેની આચરણા પ્રમાણે અન્ય પંચાંગના આધારે છઠ્ઠને ક્ષય માનીને ચોથને ગુરુવારની સંવત્સરીની અમારી વ્યાજબી માન્યતા હોવા છતાં આ વર્ષે અમારી એટલે શ્રીગેડીજીના ટ્રસ્ટીઓની તથા શ્રીદેવસુરસંઘના અન્ય આગેવાન ગૃહસ્થાની આગ્રહભરી વિનંતિથી પ્રાચીન પરંપરાવાળા સમસ્ત શ્રી દેવસુર સંઘની એક આરાધના થાય અને એકતા સચવાય તે માટે આ વર્ષે ચોથ ને બુધવારની સંવત્સરી આરાધવામાં અમે સંમતિ આપીએ છીએ.”
આ પ્રમાણે જવાબ આપી તેઓશ્રીએ સમાજ ઉપર અનુગ્રહ કર્યો છે, તે બદલ શ્રી વિજયદેવસુર સંઘ તેઓશ્રીને ઋણી છે અને તેઓશ્રીને કેટીશઃ ધન્યવાદ આપે છે.
- પાનાચંદ રૂપચંદ ઝવેરી લક્ષ્મીચંદ દુર્લભજી શાહ
મેનેજીંગ ટ્રસ્ટીઓ.
આ નિવેદન મુંબઈ સમાચારના તા. ૧૫-૪-૫૭ ના અંકમાં તથા જેન પત્રના તા. ૨૦-૪-૧૭ના અંકમાં છપાયેલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com