________________
હવે કરવું શું?
જૈન સમાજ જાગૃત થાય, પોતાની સ્થિતિનું સૂક્ષમ અવલોકન કરે અને તેમાં જે અંશે અપ્રશસ્ત કે અનિચ્છનીય જણાય તેને દૂર કરવા કટિબદ્ધ થાય, એ હેતુથી શરૂ કરેલી આ લેખમાળામાં “જાગ રે જૈન સમાજ!” “આપણી દુર્દશા” “તિથિ સંબંધી જાણવા જેવું ? અને
તિથિ અંગે તરખડાટ કેમ કેમ થયો?” એ ચાર લેખ પ્રગટ થઈ ચૂક્યા છે, તેમજ “હવે કરવું શું?” એ નામને આ પાંચમે લેખ પ્રગટ થાય છે, એટલે અમારી યોજના પૂર્ણ થયાને આનંદ અનુભવીએ છીએ. તિથિચર્ચાને પ્રશ્ન અતિમહત્વનો છે.
જૈન સમાજમાં સામાન્ય અભિપ્રાય એ પ્રવર્તે છે કે હવે આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ આવી જવું જોઈએ, પરંતુ કેટલાક તેનાથી વિરુદ્ધ જઈને એમ પણ જણાવે છે કે પર્વતિથિ જેવા સાવ નજીવા, નમાલા અને અર્થઅન્ય પ્રશ્નને કાગનો વાઘ જેવું ભયંકર રૂપ આપીને હજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com