________________
પણ આપણે આપણા પુષ્કળ શક્તિ, સમય અને સંપત્તિ એમાં બરબાદ કરીએ છીએ તેથી એ મહાશને પૂછવાનું મન થાય છે કે “પર્વતિથિને પ્રશ્ન નજી, નમાલ કે અર્થશન્ય શા માટે? શું તેની સાથે આપણાં વ્રત, નિયમ, તપશ્ચર્યાદિ ધમરાધનનાં અનેક અંગે સંકળાયેલાં નથી? શું તેની સાથે આપણી સામુદાયિક એકતાને સંબંધ નથી ? શું તેના અંગે આપણે એક નિર્ણયાત્મક સ્થિતિ પર આવી જઈએ છીએ તે આજના તબકકે જરૂરી નથી? જે આ પ્રશ્નને જવાબ હકારમાં હેય. તે અમને કહેવા દે કે એના પ્રત્યે લેશમાત્ર ઉપેક્ષા કરી શકાય નહિ, એટલું જ નહિ પણ તેને સફળ ઉકેલ આણવા માટે શક્તિ, સમય અને સંપત્તિને ગમે તેટલો ભોગ આપ પડે એ ઘણું ખુશીથી આપ જોઈએ. "
કેટલાક વખત પહેલાં એક મહાશયે લખ્યું હતું કે લીલોતરીનાં રક્ષણાર્થે આઠમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિ કહી નથી, માટે આઠમાદિ તિથિને હઠાગ્રહ મટાડે. જે કંઈ કહ્યું છે, તે હઠાગ્રહ કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલું કરશે તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશે તેટલું અહિતકારી છે; માટે શુદ્ધતા પૂર્વક સત્રત સેવવાં.
સંવત્સરીના દિવસ સંબંધી એક પક્ષ ચોથની તિથિને આગ્રહ કરે છે અને બીજો પક્ષ પાંચમની તિથિને આગ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com