________________
પરંતુ તે વખતની પરિસ્થિતિમાં અને આજની પરિસ્થિતિમાં મોટું અંતર છે. આજે બધા સાધુઓ ભેગા થાય તે તે બધા પર કેઈ એકને કાબૂ રહે તેવી સ્થિતિ નથી. વળી શાસ્ત્રને અડગ વળગી રહી બાલવા ચાલવાનું ઓછું દેખાય છે અને એવું જૂથ પ્રમાણમાં છે, એટલે તે રીતે શાસ્ત્રોધારે નિર્ણય થાય એ સંભવ બહુ ઓછા છે. વળી આવું સંમેલન કેણ બોલાવે? તેને પાર પાડવાની જવાબદારી કેણ ઉઠાવે? એ પ્રશ્નો પણ અત્યંત વિચારણીય છે, એટલે બીજું સાધુ સંમેલન બોલાવી આ પ્રશ્નનું ચગ્ય નિરાકરણ આપ્યુંવાની સૂચના અમને વ્યવહારુ જણાતી નથી. એના કરતાં આગેવાન આચાર્યોને એકત્ર કરવાની અને તેમના દ્વારા આ પ્રશ્નનું ગ્ય નિરાકરણ લાવી દેવાની ચેજના અમને વિશેષ વ્યવહારુ જણાય છે. તે અંગે કેટલાંક વિચારણીય પ્રશ્નો
પ્રશ્ન : આગેવાન આચાર્યોને કેણુ ભેગા કરે?
ઉત્તર : અમદાવાદને શ્રીસંઘ કે અમદાવાદના આગેવાને ધારે તે બધા આગેવાન આચાર્યોને ભેગા કરી શકે. * પ્રશ્ન : આગેવાન આચાર્યો કેને ગણવા?
ઉત્તર : એ પ્રશ્નનું નિરાકરણ અમદાવાદના શ્રીસંઘને કે અમદાવાદના આગેવાનને જ કરવા દે. આ બાબતમાં અન્ય કઈ પણ સંઘ કે સંસ્થા કરતાં તે વધારે સારો ખ્યાલ ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com