________________
च पृथक् तप : समाचर्यते इति चेत् , उच्यते, कल्याणकाराधको हि प्रायस्तपोविशेषकरणाभिग्रही भवति । स च द्विधा-निरंतर तपश्चिकीर्षु : सान्तरतपश्चिकीर्षुश्च, तत्राद्य एकस्मिन्दिने छयोरपि कल्याणकतिथ्योर्विद्यमानत्वेन तदाराधकोऽपि सन्ननन्तरोत्तरदिनमादायैव तपपूरको भवति, नान्यथा, यथा पूर्णिमापाते (पाक्षिक) चातुर्मासिक षष्ठतपोऽभिग्रही (अपरदिनमादायेव तपःपूरकः) द्वितीयस्तु भविष्यद्वर्ष तत्कल्याणकतिथियुक्तदिनमादायैवेति।
પ્ર-તે પછી બીજે દિવસે કે આગામી વર્ષમાં કલ્યાણક તિથિ દિવસે તપ જુદો કેમ કરી અપાય છે? ઉત્તર–કલ્યાણક તિથિને આરાધક પ્રાયઃ તાપવિશેષ કરવાના અભિગ્રહવાળો હોય છે, તે બે પ્રકારનું છે. એક નિરંતર કરવાની ઈચ્છાવાળે અને બીજે આંતરે કરવાની ઈચ્છાવાળે. તેમાં નિરંતરની ઈચ્છાવાળે એક દિવસ બંને કલ્યાણક તિથિઓની વિદ્યમાનતા હોવાથી તે બંનેને આરાધક થવા છતાં સાથેને દિવસ ગ્રહણ કરીને જ તપને પૂર્ણ કરવાવાળે થઈ શકે છે, બીજી રીતે નહિ. જેમ પુનમને ક્ષય હોય ત્યારે માણી છઠને અભિગ્રહી બીજે દિવસ ગ્રહણ કરીને જ તપને પૂર્ણ કરવાવાળે થાય છે, તેમ જે આન્તરે તપ કરવાના અભિગ્રહવાળે હોય તે બીજે વર્ષે કલ્યાણક તિષિયુક્ત દિવસ ગ્રહણ કરીને તપપૂરક થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com