________________
કે જૈન શાસ્ત્રાધારે આચાર્યોએ આપેલા લખાણે જોતા લાગે છે કે શાસ-સંમત માર્ગ આ છે એ નિર્ણય પિઢી. થામણ સંઘને જણાવે અને શ્રમણ સંઘ તે પ્રમાણે વર્તવાની સકળ સંઘને આજ્ઞા ફરમાવે. અમને લાગે છે કે આ રીતે પણ આ જટિલ પ્રશ્નને ઉકેલ આણી શકાય.
આ વર્ષની સંવત્સરીનું શું?
પ્રશ્ન- આગેવાન આચાર્યોને એકત્ર કરે કે શ્રીઆણંદજી કલ્યાણજીની પેઢી મારફત દરેકની માન્યતાને લેખ મંગાવી નિર્ણય કરે તે પણ તેમાં આઠથી દશ માસ જેટલો સમય જવા સંભવ છે, દરમિયાન સંવત્સરીનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે, તેનું શું?
ઉત્તર – આ વર્ષે સર્વ તપાગચ્છને માન્ય એવા ચંડાશુ પંચાંગમાં ભાદરવા સુદિ ૫ ને ક્ષય છે અને ભાદરવા સુદિ ૪ને અખંડ ઔદયિક તિથિ બતાવેલી છે, એટલે સકળસંઘે સંવત્સરી ભાદરવા સુદિ ૪ ગુરુવારે કરવી જોઈએ. સં. ૧૯૫૨, ૧૬૧, ૧૯૮૯ અને ૨૦૦૪ની સાલમાં ચંડાશુ પંચાંગમાં ભાદરવા સુદિ ૫ ને ક્ષય આવ્યો, ત્યારે અમુક અપવાદ સિવાય સકળસ ચંડાંશુએ બતાવેલી ઔદયિક ચિથની આરાધના કરી હતી, એટલે આ વર્ષે એ પ્રણાલિકામાં ફેરફાર કરવાનું કેઈ કારણ નથી, પરંતુ પ્રગટ થયેલી પત્રિકાઓ અને પ્રસિદ્ધ થયેલાં નિવેદન પરથી લાગે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com