________________
૩૦
પહેલી અમાસ ખાધાવાર ગણી, બીજી અમાસે કલ્પધરને ઉપવાસ કરે. આગ્રહ રાખવાનું કોઈ કારણ નથી.
[૩૬ ]
શ્રી સાગરાનન્દસૂરિજીએ પણ આ વાત કબૂલ રાખી છે. અને શ્રી સિદ્ધચક્ર વર્ષ ૧, અંક ૨૧, પૃ. ૫૦૭ માં નીચે પ્રમાણે ઉતારી છે–પર્યુષણના કલ્ય સંબંધી છઠ્ઠ કરવામાં કઈ પણ તિથિના નિયમને માટે આગ્રહ કર નહિ. અર્થાત્ બે ચૌદશે હેય તે પહેલી બીજી ચૌદશને પણ છઠ્ઠ થાય, બે અમાવાસ્યા હોય તે તેરશ ચાદશનો છ૩ થઈ, (પહેલી અમાવાસ્યાએ પારણું કરી) બીજી અમાવાસ્થાએ એકલો ઉપવાસ થાય, અને બે પડવા હોય તે પણ તેરસ-ચૌદશને છઠ્ઠ થઈ અમાવાસ્યાએ પારણું આવી પહેલે પડવે એકલો ઉપવાસ થાય.”
આ બધા પ્રમાણે નજર સન્મુખ રાખવાથી એ નિ:સંદેહ સિધ્ધ થઈ જાય છે કે ગમે તે પર્વતિથિની ક્ષયવૃધ્ધિ ટીપણામાં આવી હેય, તે તેમની તેમ જ રાખીને આરાધનાની વ્યવસ્થા કરી લેવી જોઈએ. એને બદલે બીજી તિથિઓની ક્ષયવૃદ્ધિ કરે તે (૧) મૃષાભાષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com