Book Title: Aanushrutik Vruttanto
Author(s): 
Publisher: 
Catalog link: https://jainqq.org/explore/249680/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 4 આનુશ્રુતિક વૃત્તાંત 1. આર્ય સમુદ્ર આચાર્ય અને આર્ય મંગૂ આચાર્ય સોપારા જેમની વિહારભૂમિ હતી તેવા આર્ય સમુદ્ર આચાર્ય અને આર્ય મંગૂ આચાર્ય વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે? નંદિસત્ર”ની “સ્થવિરાવલી"માં આર્ય સમુદ્ર પછી આર્ય મંગૂને વંદન - કર્યા છે એ ઉપરથી જણાય છે કે આર્ય સમુદ્ર આર્ય મંગૂના ગુરુ હતા. - આર્ય સમુદ્ર શરીરે દુર્બળ હતા એ કારણે આહારની વાનીઓ જુદા જુદા માત્રક(નાના પાત્રમાં લેવામાં આવતી હતી, જયારે આર્ય મંગૂ બંધી ચીજો એક જ પાત્રમાં લેતા હતા. જુદા જુદા પાત્રમાં લાવેલી વાનીઓને તેઓ ઉપયોગ કરતા નહોતા. એક વાર બંને આચાર્ય વિહાર કરતા સોપારક ગયા. બંને આચાર્યોની ગોચરી વહેરવાની રીતભાતમાં ભેદ જોઈ ત્યાંના બે શ્રાવકે, જે પૈકી એક ગાડાં હાંકતો હતો અને બીજો દારૂ ગાળવાનો ધંધો કરતો હતો તે, બંનેએ આર્ય મંગૂ પાસે આવીને પૂછયું ત્યારે આર્ય મંગૂએ ગાડાવાળા શ્રાવકને ખુલાસે આપતાં કહ્યું: હે શાકટિક! તમારું જે ગાડું દૂબળું હોય તેને દેરડાથી કસીને બાંધે તો જ એ ચાલી શકે છે. બાંધ્યા વિના એને ચલાવવામાં આવે તો એ તૂટી પડે. મજબૂત ગાડું બાંધ્યા વિના ચાલી શકે એટલે એને તમે બાંધતા નથી. પછી બીજા શ્રાવક વૈકટિક(એટલે દારૂ ગાળનાર ને એને યોગ્ય દૃષ્ટાંત આપી એમણે સમજાવ્યું કે તમારી જે કુંડી દૂબળી હોય તેને તમે વાંસની પેટીઓથી બાંધીને પછી એમાં તમે મઘ ભરો છો, પણ મજબૂત કૂંડીને બાંધવાની જરૂરત પડતી નથી, તેમ આર્ય સમુદ્ર દૂબળા ગાડા જેવા અગર દૂબળી કુંડી જેવા છે, જ્યારે અમે મજબૂત ગાડા અગર કૂંડી જેવા છીએ. આર્ય સમુદ્ર 481 Page #2 -------------------------------------------------------------------------- ________________ 482] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. સારી રીતે યોગસાધના કરી શકે એ માટે એમના માટે આ રીતે આહાર લેવામાં આવે છે.” આર્ય મંગૂનું શરીરરવાર્થ સારું હતું. તેઓ ઉદ્યત-વિહારી હતા. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. એમને શિષ્ય પરિવાર પણ ઘણો હતો. આર્ય મંગૂ, આર્ય સમુદ્ર અને આર્ય સુવસ્તીના મતે વિશે નેધ મળે છે કે “આર્ય મંગૂ શંખના ત્રણ પ્રકાર માનતા હતા : 1. એકભાવિક, 2. બદ્ધાયુષ્ક અને 3. અભિમુખનામગોત્ર. આર્યસમુદ્ર બે પ્રકાર ગણાવતા: 1. બદ્ધાયુષ્ક અને 2. અભિમુખનામગોત્ર, જયારે આર્ય સહસ્તી માત્ર અભિમુખનામ ગોત્ર જણાવતા 5 2. કાલકસૂરિ સૌરાષ્ટ્રમાં ઢાંકમાં કાલકસૂરિના આગમનની અને એમના ભરૂચના પ્રસંગોની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે : ઉજજેનના રાજા ગભિલે જયારે કાલકાચાર્યની બહેન સાધ્વી સરસ્વતીનું સૌંદર્ય જોઈ એને બળજબરીથી ઉપાડી પોતાના અંતઃપુરમાં રાખી ત્યારે કાલકાચાર્ય ભારે ક્ષુબ્ધ થયા. એમનું ક્ષાત્રતેજ અંદરથી પોકારી ઊઠયું ને એને બદલો લેવાની એમણે પ્રતિજ્ઞા કરી. એ પ્રતિજ્ઞા મુજબ તેઓ પારસ-કૂલ (ઈરાની ગયા અને ત્યાંના 96 શક શાહી રાજાઓને હિંદુગદેશા હિંદુસ્તાન)માં લઈ આવ્યા. તેઓ પારસથી સીધા સૌરાષ્ટ્રમાં ઢાંક નગરમાં આવ્યા. વર્ષાકાલ હોવાથી આગળ વધી શકાય એમ નહોતું તેથી ત્યાં આવેલા રાજાઓએ સૌરાષ્ટ્રનાં 96 મંડળ બનાવી દેશ વહેંચી લીધે. એ સમયે ભરૂચમાં કાલકાચાર્યના ભાણેજ રાજા બલમિત્ર અને યુવરાજ ભાનુમિત્ર નામના ભાઈઓ રાજ્ય કરતા હતા. વર્ષાકાલ પૂર્ણ થતાં એ 96 શક રાજાઓએ અને ભરૂચના બલમિત્ર સાથે મળીને ઉજેની ઉપર હુમલો કર્યો. આચાર્ય ગઈ ભિલ્લની ગર્દભ વિદ્યાને નિષ્ફળ બનાવી એને હરાવ્યો અને પોતે પ્રાયશ્ચિત્ત લઈ પોતાની બહેનને પણ સંયમમાં સ્થિર કરી. કાલકાચાર્ય એક વખત ભરૂચ આવ્યા ત્યારે રાજા બલમિત્રની બહેન ભાનુશ્રીને પુત્ર બલભાનુએ કાલકાચાર્યની દેશના સાંભળી દીક્ષા લીધી. આથી પુષ્ટ થયેલા બલમિત્ર રાજાએ કાલકાચાર્યને નિર્વાસિત કર્યા. Page #3 -------------------------------------------------------------------------- ________________ 4 શું ] આનુ કૃતિક વૃત્તાંતો [480 બીજી એક કથા મુજબ કાલકાચાર્યના ભાણેજ રાજા બલમિત્ર-ભાનુમિત્રે એમના પુરોહિતની શિખવણીથી એમને નિર્વાસિત કર્યા. ત્રીજી એક કથા મુજબ રાજાએ આખા નગરમાં અનેષણું કરાવી એટલે આચાર્યને ક્યાંયથી ભિક્ષા મળી શકતી નહિ, આથી એમણે એ નગરમાંથી વિહાર કર્યો. કાલકસૂરિએ “પ્રથમાનુયોગ " અને “કાલકસંહિતા"ની રચના કરી હતી, પરંતુ એ ગ્રંથો ઉપલબ્ધ થયા નથી. કેટલાક વિદ્વાને “પ્રજ્ઞાપના સૂત્ર”ના કર્તા આર્ય શ્યામાચાર્યને જ કાલકાચાર્ય માને છે. કાલકસૂરિ વિ. સ. પૂર્વે 5 (ઈ. સ. પૂર્વે 61) માં સ્વર્ગવાસી થયા હશે, એમ પં. કલ્યાણવિજયજીનું માનવું છે (પ્રબંધાર્યાલોચન, પૃ. 26). 3. બલમિત્ર-ભાનુમિત્ર લાદેશના મુખ્ય નગર ભરુકચ્છમાં બલમિત્ર નામે રાજા રાજ્ય કરતો હતો. એ ભાનુમિત્રનો મોટો ભાઈ હતો અને કાલભાચાર્યને ભાણેજ થતો હતો. એ બલમિત્રને બલભાનુશ્રી નામે એક બહેન હતી, તેને ભાનુ નામનો પુત્ર બલમિત્રને ભાણેજ થતો હતો. આ બલમિત્ર રાજાના સમયમાં જ આર્ય ખપૂટાચાર્ય અહીં ભરૂચમાં આવ્યા હતા.“ કાલકાચાર્ય પારસકૂલથી જે 96 શાહી–શક રાજાઓ–ને સૌરાષ્ટ્રમાં લાવ્યા હતા તેમની સાથે જ બલમિત્રે ઉજજેનીના ગભિલ ઉપર ચડાઈ કરી એને પરાસ્ત કરવામાં સહાય કરી હતી. પ્રભાવશ્ચરિત’ તેમજ વ્યવહાર–ચૂર્ણિ' વગેરેમાં ઉજજેનના સિંહાસન ઉપર શાહી રાજાને બેસાડવાનો ઉલ્લેખ છે, જ્યારે “કહાવલી'માં ઉજેનીના રાજસિંહાસન ઉપર લાટના રાજા બલમિત્રને બેસાડ્યાનો ઉલ્લેખ કર્યો છે. વસ્તુતઃ લડાઈ જીત્યા પછી તરત તો ઉજજોનીની ગાદી ઉપર શક રાજા બેઠે હતો, પણ એ ત્યાં બહુ ટકી શક્યો નહિ. લગભગ 4 વર્ષ પછી બલમિત્ર અને ભાનુમિત્રે એને ઉજજેનીમાંથી કાઢી મૂકી ઉજજેની ઉપર પોતાનો અધિકાર જમાવ્યો હતો. 10 બલમિત્ર અને ભાનુમિત્રના આગ્રહથી કાલકાચાર્ય ભરૂચમાં વર્ષ-ચોમાસું રહ્યા હતા. એ સમયે બલમિત્રના ભાણેજ બલભાનુને કાલકસૂરિના ઉપદેશથી દીક્ષા Page #4 -------------------------------------------------------------------------- ________________ 484] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. લેવાનો વિચાર થતાં આચાર્યશ્રીએ એને પોતાના શિષ્ય બનાવ્યો હતો. આ પ્રસંગથી ગંગદેવ પુરોહિતે રાજાને ભરમાવી ખટપટ ઊભી કરી. પરિણામે કાલકાચાર્ય ચોમાસામાં જ વિહાર કરીને પ્રતિષ્ઠાનપુર તરફ વિહાર કરી ગયા હતા, ત્યાંના રાજાની વિનંતીથી એમણે પાંચમને બદલે ચતુર્થીના દિવસે પjપણાનું સાંવત્સરિક પર્વ ઊજવ્યું હતું. 11 4. આર્ય ખપૂટાચાર્ય જેમની વિહારભૂમિ ભરૂચ, ગુડશસ્ત્રપુર 12 આદિ પ્રદેશોમાં હતી તે આર્ય ખપુરાચાર્ય વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : આય ખપૂટાચાર્ય એક સમર્થ વિદ્યાસિદ્ધ આચાર્યા હતા. એમણે પોતાની મંત્રવિદ્યાનો ઉપયોગ જૈન શાસનની સુરક્ષા ખાતર જ કર્યો હતો. એ વિશે કેટલાક પ્રસંગે આ પ્રકારે છે : વિંધ્યાચલની ભૂમિમાં લાટ દેશમાં આવેલી રેવા નદીને કિનારે વસેલા ભૃગુકચ્છ નગરમાં જ્યારે કાલકાચાર્યનો ભાણેજ બલમિત્ર રાજા હતો ત્યારે આર્ય ખપુટાચાર્ય એ નગરમાં વિદ્યમાન હતા. એમણે સવ સંઘ સમક્ષ બૌદ્ધોને વાદમાં પરાજિત કર્યા હતા. ગુડશસ્ત્રપુરને બહુકર નામને બોદ્ધ આચાર્ય જૈન આચાર્ય સાથે વાદ કરવા ભરૂચ આવ્યો, પણ વાદમાં એ પરાજિત થતાં ધાવેશમાં અનશન કરી, કાળધર્મ પામી યક્ષપણે ઉત્પન્ન થયો. એ ગુડશસ્ત્રપુરમાં રહેલા જૈન સંઘના- સાધુઓને પજવવા લાગ્યો. ત્યાંના સંઘે આર્ય ખપુરાચાર્ય પાસે બે સાધુઓ દ્વારા બધા સમાચાર મેકલ્યા. આર્ય ખપુરાચાર્યના ભાણેજ ભુવન મુનિ નામે એમના શિષ્ય હતા. એ એવા તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા કે એક વાર સાંભળવા માત્રથી ગમે તે વિદ્યા શીખી લેતા. એ શિષ્યને એમણે આના કરતાં કહ્યું : “વત્સ ! હું ગુડશસ્ત્રપુર જઉં છું. તું કુતૂહલથી પણ આ ખોપરીને કદી ઉઘાડીને જઈશ નહિ.' આચાર્ય ગુડશસ્ત્રપુર ગયા, બહુકર યક્ષના મંદિરમાં પ્રવેશ કરી વસ્ત્ર ઓઢીને સુઈ ગયા. પૂજારી આવ્યો, પણ તેઓ ઊઠડ્યા નહિ. પછી તો રાજાના આદેશથી એમના ઉપર રાજસેવકો લાકડીઓથી પ્રહાર કરવા લાગ્યા ત્યારે એ પ્રહાર સીધા અંતઃપુરની રાણીઓને વાગવા લાગ્યા. ભારે કોલાહલ મચી Page #5 -------------------------------------------------------------------------- ________________ 4 થું ] અનુકૃતિક વૃત્તાતો [485. ગયો. રાજાએ જાણ્યું કે આ કોઈ વિદ્યાસિદ્ધ પુરુષ લાગે છે તેથી એ રાજા આચાર્ય પાસે આવી માફી માગી કરગરવા લાગ્યા. આચાર્ય ઊઠયા. એમણે યક્ષ અને બીજી મૂર્તિઓને પોતાની પાછળ આવવા આજ્ઞા કરી એટલે એ બધી ચાલવા લાગી. પાષાણુની બે મોટી મૂંડીઓ પણ એ રીતે પાછળ ચલાવી. ગામના સીમાડે આવીને યક્ષ અને બીજા વ્યંતર દેવોને મુક્ત કર્યા એટલે એ મૂર્તિઓ પોતાને સ્થાને ચાલી ગઈ, પરંતુ બે હૂંડીઓને ત્યાં જ રહેવા દીધી. આ તરફ ભરૂચથી સમાચાર આવ્યા કે એમનો ભાણેજ શિષ્ય ભુવન મુનિ વિદ્યાપ્રભાવથી શ્રાવકોને ઘેરથી સ્વાદિષ્ઠ આહાર પાત્રોમાં ભરાવી, આકાશમાર્ગે ઉડાડી મગાવી જમે છે, અને એ બૌદ્ધ લેકે સાથે ભળી ગયો છે. આ સાંભળી આચાર્ય તાબડતોબ ભરૂચ આવ્યા. આચાર્યે પેલાં ઊડતાં પાત્રોની આગળ શિલા ગોઠવી એટલે બધાં પાત્ર, એની સાથે અથડાઈને ભૂક થઈ ગયાં, તેથી આચાર્ય આવ્યાનું જાણું શિષ્ય કરીને ત્યાંથી નાસી ગયો. પછી તો આચાર્ય બૌદ્ધો પાસે ગયા. બૌદ્ધોએ એમને કહ્યું કે ભગવાન બુદ્ધને ચરણે પડે.' ત્યારે આચાર્યો બુદ્ધમૂર્તિને ઉદ્દેશી કહ્યું : 'આવ, વત્સ ! શુદ્ધોંદનસુત ! મને વંદન કર.” એટલે બુદ્ધમૂર્તિએ આચાર્યના પગમાં પડી નમસ્કાર કર્યા. ત્યાં દ્વાર આગળ એક સ્તૂપ હતો તેને પણ પગે પડવા આજ્ઞા કરી, ત્યારે એ નમી પડો. પછી બુદ્ધની મૂર્તિને ઊઠવા આજ્ઞા કરી ત્યારે એ અધું નમેલી અવસ્થામાં રહી એટલે એ “નિગ્રંથનમિત” એવા નામથી ઓળખાવા લાગી. એ જ રીતે પાટલિપુત્રના રાજા દાહને એનાં સ્વેચ્છાચારી શાસનોના કારણે દંડ દેવા એમના શિષ્ય મહેદ્રસૂરિને કણેરની બે મંતરેલી સોટી આપીને ત્યાં મોકલ્યા હતા. એમણે ત્યાંના રાજા અને બીજા 500 બ્રાહ્મણોનો ગર્વ ઉતારી દીધો હતો. 13 આર્ય ખપૂટાચાર્યના સત્તાસમય વિશે આ પ્રકારે ઉલ્લેખ મળે છે ? ભ. મહાવીરના નિર્વાણ પછી (484 અર્થાત ઈ. પૂ. 63 વર્ષ) આર્ય ખપુટાચાર્ય નામે ગુરુ થયા. 14 પં. કલ્યાણવિજયજીના મંતવ્ય મુજબ આ એમના સ્વર્ગવાસનું વર્ષ હેવું જોઈએ. 15 Page #6 -------------------------------------------------------------------------- ________________ મોર્યકાલથી ગુપતકાલ [પરિ. - પ. વજસેનસૂરિ અને જિનદત્ત શ્રેષ્ઠી એક વખત મોટો બારવણી દુકાળ પડતાં સાધુઓને ભિક્ષા મેળવવાની મુશ્કેલી પડવા લાગી, આથી આર્ય વજસ્વામી રાવર્ત ગિરિ ઉપર અનશન કરવા જઈ રહ્યા હતા તે વખતે એમણે પોતાના શિષ્ય વજસેનાચાર્યને જણાવ્યું કે જે દિવસે તમને શસહસ્ત્ર મૂલ્યવાળા પાકની ભિક્ષા મળે તેના બીજા દિવસથી સુકાળ થશે. કેટલાક સમય પછી વજસેનાચાર્ય વિહાર કરતા સો પારક નગરમાં આવ્યા. અહીં સોપારકમાં જિનદત્ત નામે શ્રેષ્ઠી અને એની ઈશ્વરી નામે પત્ની વસતાં હતાં. અનાજ ન મળવાથી એમનું આખું કુટુંબ ભારે વિટંબણું ભોગવતું હતું, આથી એમણે આવા દુ:ખથી કંટાળી જીવનનો અંત લાવવા વિચાર કર્યો. છેવટનો લક્ષ મૂલ્યનો પાક રાંધી ઈશ્વરી એમાં વિષ નાખવાનો વિચાર કરી રહી હતી ત્યારે વસેનાચાર્ય ત્યાં ભિક્ષા માટે આવી ચડ્યા. ઈશ્વરીએ પ્રમુદિતા મનથી એ પાક એમને વહોરાવ્યો ને બધી વાત આચાર્ય આગળ નિવેદિત કરી ત્યારે ગુરુએ જે આગાહી કરી હતી તે મુજબ વજસેનાચાર્યે એમને કહ્યું: “હવે તમારે વ્યાકુળ થવાની જરૂર નથી, કેમકે આવતી કાલથી સુકાળ થશે.” એને બીજે જ દિવસે અનાજથી ભરેલાં વહાણ સોપારક બંદરે આવી પહોંચ્યાં. બધા લેક નિશ્ચિંત થયા. શ્રેષ્ઠી જિનદત્ત અને ઈશ્વરી બંનેએ પોતાના ચાર પુત્રો 1. નાગે, 2. ચંદ્ર, 3. નિતિ અને 4. વિદ્યાધરની સાથે આ. વજસેનસૂરિ પાસે દીક્ષા લીધી. એ ચાર નાગૅદ્ર, ચંદ્ર, નિતિ અને વિદ્યાધર એ નામથી સાધુઓની ચાર શાખા શરૂ થઈ. 17 આર્ય વજસ્વામી જન્મ વીર નિ. સં. 496 (વિ. સં. 26, ઈ. પૂ.૩૦) માં અને સ્વર્ગવાસ વીર નિ. સં. 184 (વિ. સં. 114, ઈ. સ. ૫૮)માં થયો હતો 18 એ ઉપરથી વજસેનનો સમય પણ એ જ (બીજી શતાબ્દી) મનાય. 6. નવાહન ભરકચ્છ( ભરૂચ)માં નવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. એને ખજાનો બહુ મોટો હતો. એ સમયે દક્ષિણમાં ગોદાવરી નદીના કાંઠે આવેલા પ્રતિષ્ઠાન(પૈઠણ)માં શાલિવાહન૧૯ નામે બલિષ્ઠ રાજા હતા તેની પાસે સૈન્યબળ બહુ મોટું હતું. નવાહન અને શાલિવાહન બંને એકબીજાના શત્રુ હતા. Page #7 -------------------------------------------------------------------------- ________________ 4 શું ] આનુકૃતિક વૃત્તા [487 શાલિવાહન પ્રત્યેક વર્ષે નવાહન ઉપર ચડાઈ કરતો, પરંતુ નવાહન પોતાના સૈનિકોને યથેષ્ટ દ્રવ્ય આપતો હતો અને જે સૈનિક શત્રુ સૈનિકનાં હાથ અને મસ્તક કાપીને લાવતો તેનું વિશેષ સમાન કરતો હતો. પરિણામે શાલિવાહનનું સૈન્ય હારી જતું અને એને રણમેદાન મૂકીને ભાગી જવું પડતું. એક દિવસે શાલિવાહનના મંત્રીએ રાજાને સલાહ આપતાં જણાવ્યું કે “રાજન ! આ રીતે નભવાહનને હરાવવા સંભવિત નથી; કોઈ યુક્તિથી જ એને પરાસ્ત કરી શકાય. મને એમ સૂઝે છે કે તમે મારા ઉપર કોઈ દોષારોપણ કરી મને દેશવટો આપો.” પછી તો એક પડ્યુંત્ર રચીને મંત્રીને રાજ્યમાંથી નિર્વાસિત કરી દેવામાં આવ્યો. મંત્રી ભરુકચ્છ તરફ રવાના થયાને એણે એક મંદિરમાં જઈને નિવાસ કર્યો. સામંતરામાં એ વાત બધે પ્રસરી ગઈ કે શાલિવાહને પોતાના મંત્રીને કાઢી મૂક્યો છે. આ વાતની ખબર જ્યારે નવાહનને પડી ત્યારે એણે પોતાના અધિકારીઓ મારફત મંત્રીને બેલા અને મંત્રીપદ સ્વીકારવા નિમંત્રણ મોકલ્યું. પહેલાં તો મંત્રીએ આનાકાની કારી, પણ જ્યારે નવાહને પોતે આવીને મંત્રીપદ સ્વીકારવા આગ્રહ કર્યો ત્યાર એ તૈયાર થયો. મંત્રીએ ધીમે ધીમે રાજકુટુંબમાં પોતાનો વિશ્વાસ જમાવવા માંડ્યો, આથી બધા એને આદરની દૃષ્ટિએ જોવા લાગ્યા. પછી તો એણે રાજાને પુણ્યકાર્યો કરવાની સલાહ આપી રાજકેશના દ્રવ્યથી સ્તૂપ, મંદિર, તળાવ, વાવ, કૂવા વગેરે બનાવવા ખર્ચ કરવા માંડ્યું. મંત્રીએ ગુપ્તચર દ્વારા શાલિવાહનને પત્ર મોકલી જણાવ્યું કે “હવે શત્રુ પર ચડાઈ કરે.” ખબર મળતાં જ શાલિવાહને ભકચ્છને ચારે તરફથી ઘેરી લઈ યુદ્ધ કર્યું, પરંતુ નવાહનની પાસે હજીયે ખજાનામાં પુષ્કળ દ્રવ્ય હતું અને એણે પોતાના સૈનિકોને ખૂબ દ્રવ્ય આપ્યું, પરિણામે શાલિવાહનને પરાજિત થઈ પાછા ફરવું પડયું. પછી એ મંત્રીએ રાજકેશનું દ્રવ્ય વિશેષરૂપે ખરચવા માંડ્યું. આ વખતે એણે રાણીઓ માટે કિંમતી આભૂષણે કરાવી આપ્યાં. પછી મંત્રીએ ફરીથી શાલિવાહનને પત્ર મોકલી ચડાઈ કરવા સૂચવ્યું. શાલિવાહન આ વખતે ભારે તૈયારી સાથે આવ્યો. રાજાને ખજાનો ખાલી થઈ ચૂક્યો હતો તેથી એની સેના હારી ગઈ અને ભરૂચ ઉપર શાલિવાહનનો અધિકાર થઈ ગયો. ઇતિહાસમાં પ્રસિદ્ધ પશ્ચિમ ભારતને ક્ષહરાતવંશીય શક ક્ષત્રપ નહપાન તે જ આગમમાં ઉલિખિત નોવાહન છે.૨૦ એ ઈ. સ. ના બીજા શતમાં વિદ્યમાન હતો. 21 Page #8 -------------------------------------------------------------------------- ________________ 488] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. 7. આચાર્ય વજભૂતિ ભૃગુકચ્છવાસી આચાર્ય વજુભૂતિ કદરૂપા અને દૂબળા હતા. એમની પાસે શિષ્ય પરિવાર પણ નહતો, પરંતુ તેઓ મોટા કવિ હતા. એમનાં કાવ્ય રાજાના અંતપુરમાં પણ ગવાતાં. એ સમયે ભરૂચમાં નભવાહન રાજા રાજય કરતો હતો. એની રાણી પદ્માવતીને વિચાર થયો કે આવાં કાવ્યોના કર્તા આચાર્યનાં દર્શન જરૂર કરવાં જોઈએ. એક દિવસે રાણી રાજાની આજ્ઞા લઈ ભટણું સાથે લઈ અનેક દાસીઓના પરિવાર સહિત વજુભૂતિ આચાર્યની વસતિ પાસે જઈ પહોંચી. પદ્માવતીને વસતિના બારણામાં આવેલી જેઈ આચાર્ય પોતે જ આસન લઈ બહાર પધાર્યા. પદ્માવતીએ પૂછયું: “વભૂતિ આચાર્ય ક્યાં છે ?' વજુભૂતિએ ઉત્તર આપે કે તેઓ બહાર ગયા છે.' પરંતુ દાસીએ ઈશારાથી સમજાવ્યું કે “આ જ વજુભૂતિ આચાર્ય છે.” ત્યારે એ નિરુત્સાહ થતાં વિચાર કરીને બોલી કે હે કસરુમતી નદી !22 તને જોઈ, અને તારું પાણી પીધું ! તારું નામ સારું છે, પણ તારું દર્શન સારું નથી.’ ' પછી તો રાણીએ પોતે એમને ઓળખતી નથી એવો દેખાવ કરી, આચાર્યની આગળ ભટણું મૂકી જણાવ્યું કે “આ આચાર્યશ્રીને આપજો.' એમ કહી એ પાછી વળી.૨૩ 8. લકુલીશ કાયાવરોહણ કારવણ)ના પાશુપત સેવાચાર્ય લકુલીશ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : લકુટીશ કે લકુલીશ એટલે હાથમાં દંડ ધારણ કરેલ હોય તેવા ઈશ. શિલ્પસ્વરૂપમાં પણ એમના એક હાથમાં દંડ અને બીજા હાથમાં બિરું હોય છે. બ્રહ્માના માનસપુત્ર અત્રિ દેવર્ષિની છઠ્ઠી પેઢીએ લકુટીશ-લકુલીશનો જન્મ વિશ્વરૂપ નામના બ્રાહ્મણ અને એની પત્ની સુદર્શનાના પુત્ર તરીકે થયે હતો. - લકુલીશની ત્રણ વર્ષની ઉંમર હતી ત્યારે શ્રાવણ વદિ અમાવાસ્યાના દિવસે સૂર્યગ્રહણ થતું હોવાથી વિશ્વરૂપે કુરુક્ષેત્રમાં સ્નાન કરી, દાન આપી પુણ્યઉપાર્જન કરવાનો વિચાર કર્યો. Page #9 -------------------------------------------------------------------------- ________________ 4 થું] અનુકૃતિક વૃજાતિ [489 | કુરુક્ષેત્ર જતા વિશ્વરૂપે પત્નીને અગ્નિહેમની આહુતિ આપવાનો આદેશ કરે તે મુજબ સુદર્શના એક બ્રાહ્મણને બોલાવવા ગઈ, પણું સુદર્શનાએ ઘેર આવી જોયું તો હુત દ્રવ્ય ખલાસ થઈ ગયાં હતાં તેથી બ્રાહ્મણને પાછો વાળે. આમ રોજ બનવા લાગ્યું. વિશ્વરૂપ કુરુક્ષેત્રથી પાછા આવ્યા ત્યારે સુદર્શનાએ બધી હકીકત કહી સંભળાવી. એક દિવસે વિશ્વરૂપે છૂપી રીતે બધું જોયું ત્યારે લકુલીશ બાળકને જ પારણામાંથી બહાર નીકળીને આહુતિ આપતો નિહાળ્યો. પિતાએ મજાકમાં કહ્યું : “ભાઈ ! તને બહુ તસ્દી પડી હશે !' ' આ સાંભળતાં જ બાળક મૂછિત થઈ ગયો. પછીથી શુદ્ધિમાં આવ્યા જ નહિ તેથી એનું શબ ગામમાં આવેલા મંદિરના તળાવમાં પધરાવવામાં આવ્યું. - આ શબ પાણીમાં જલેશ્વર લિંગનો સંસ્પર્શ થતાં સજીવન બન્યું. છોકરે પાણીમાં રમતો દેખાયો. માબાપ અને લોકોને હર્ષ થ. ઘેર આવવા વિનંતી કરી, પણ લકુલીશ ઘેર પાછો ન ફર્યો, એ તે જંગલમાં ક્યાંય અદશ્ય થઈ ગયો. ફરી એ ચક્રપુર ગામમાં પ્રગટ થયો. લોકો એની પાછળ ગયા અને માબાપે એને ઘેર આવવા વિનંતી કરી. બાળકે કહ્યું: “હું સામાન્ય જીવ નથી, પરંતુ શંકરનો અવતાર છું. હું તમને માબાપ તરીકે નથી માનતો. હું મારા પંથે જઉં છું.' એટલું કહી એ કાયાવરોહણ તીર્થ તરફ ગયે. ત્યાંના શિવાલયમાં દેવની સ્તુતિ કરી એમાં લીન બની ગયે૨૪ વાયુપુરાણ (અ. 23), લિંગપુરાણ (અ. 24), કૂર્મપુરાણ (અ. 53) અને શિવપુરાણ (સંહિતા 3, અ. 5) વગેરે પુરાણોમાં મહેશ્વર કહે છે કે 28 મા મહાયુગના કલિયુગમાં જ્યારે યાદવમાં ઉત્તમ વાસુદેવને જન્મ થશે ત્યારે હું પણ નકુલીશ્વર (લકુલીશ, લકુલી) બ્રહ્મચારી બ્રાહ્મણરૂપે અવતાર લઈશ. આ અવતાર કાયાવતાર અથવા કાયાવરોહણ નામના સ્થળમાં થશે ત્યારે ભારે કુશિક, ગાગ્ય, મિત્ર અને કૌરુષ્ય નામના ચાર તપસ્વી, યોગી, વેદપારંગત અને ઊર્ધ્વરેતા બ્રાહ્મણો શિષ્યો હશે. આ પાશુપતો શરીરે ભસ્મ ચોળીને મહેશ્વર-ગના આશ્રયથી રુદલેકમાં જશે. 25 " 9. સિદ્ધગી નાગાર્જુન જે ઢંકાપુરીના નિવાસી સિદ્ધગી નાગાર્જુને પાલીતાણું નગર વસાવ્યું તેમના વિશે આ પ્રકારે અનુકૃતિ જાણવા મળે છે: ' Page #10 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપતકાલ પરિ. કાપુરીમાં ક્ષત્રિય જાતિના સંગ્રામ અને એની પત્ની સુવ્રતાને નાગાર્જુન નામે પુત્ર હતો. એણે બાલ્યાવસ્થામાં જ એક સિંહને મારીને પિતાનું ક્ષાત્રતેજ બતાવ્યું હતું. એણે ઓષધિઓ દ્વારા પાદલેપથી આકાશગામી વિદ્યા અને સુવર્ણરસની સિદ્ધિ કરવાનો નિર્ણય કર્યો હતો, આથી એ ઓષધિઓ અને જડીબુટ્ટીઓ શોધવા માટે જંગલ, પર્વતો અને ગુફાઓમાં રોજ ભમ્યા કરતો. એક સમયે આ. પાદલિપ્તસૂરિ સૌરાષ્ટ્રનાં તીર્થોની યાત્રા કરતા કરતા કંકાપુરી(ઢાંક)માં આવ્યા. નાગાર્જુનને આચાર્યશ્રીના આગમનના સમાચાર મળ્યા. એ જામ્યુ હતું કે આચાર્યશ્રી પારલેપ દ્વારા આકાશગામી વિદ્યાથી પ્રતિદિન પાંચ તીર્થની યાત્રા કરતા હતા. નાગાર્જુને એક શિષ્ય મારફત પોતે સિદ્ધ કરેલા રસની કૂપિકા આચાર્યશ્રીને એટએ મોકલી. આચાર્યો એ કૂપિકા એ શિષ્યની સામે જ પછાડીને ફાડી નાખી અને એમનો પિશાબ એક કાચની કૂપિકામાં ભરીને મોકલતાં જણાવ્યું કે “રસપિકા આ છે.” નાગાર્જુને એ ખોલીને જોતાં ક્ષારગંધવાળો પેશાબ છે. એમાં જાણી કૂપિકા ભાંગી નાખી, તેથી અગ્નિ પ્રગટ થતાં પેશાબવાળી બધી માટી સુવર્ણમય બની ગઈ. નાગાર્જુન તો આ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયે. એ સુરિજી પાસે આવ્યો અને આકાશગામિ વિદ્યા તેમજ સુવર્ણસિદ્ધિનો. આમ્નાય જાણવા સૂરિજીની સેવા કરવા લાગ્યો. એ હમેશાં આચાર્યશ્રીના લેપવાળા પગ ધેતો અને સ્વાદ, રસ, ગંધ દ્વારા 107 ઓષધિઓ ઓળખી શક્યો. પાલેપ કરી એ થોડુંક કુકડાની જેમ ઊડશે. બે–ચાર વખત પડવાથી વાગ્યું ત્યારે આચાર્યશ્રીએ પૂછ્યું: “આ શું ? પછી તો એણે બધી હકીકત કહી દીધી. આચાર્યશ્રીએ એની કુશળતાથી ખુશ થતાં ઓષધિઓનો તમામ આમ્નાય બતાવી દીધું. નાગાર્જુને પાદલિપ્તસૂરિને રસિદ્ધિનો ઉપાય પૂ. આચાર્યશ્રીએ જણાવ્યું કે “જો તું કાંતિપુરથી પાર્શ્વનાથની મૂર્તિ લાવીને એમની સમક્ષ રસ બાંધીશ તો જ એ બંધાશે, અન્યથા નહિ. એ કાંતિપુર ગયે. કોઈ પણ પ્રકારે આકાશમાર્ગે પાર્શ્વનાથની મૂર્તિ લઈ આવી સેઢી નદીના કાંઠે રસ સાધતાં કેટિવેધી રસ સિદ્ધ થયે. આ રસના બે કંપા ઢાંક પર્વતની ગુફામાં એણે સંતાડ્યા હતા. પાદલિપ્તસૂરિએ આપેલી આ વિદ્યાના બદલામાં નાગાર્જુને પોતાના ગુરુના નમસ્મરણ માટે શત્રુંજયની તળેટીમાં પાદલિપ્તપુર (પાલીતાણા) નગર વસાવ્યું. શત્રુંજય ઉપર જિનમંદિર બંધાવી એમાં મહાવીરસ્વામીની મૂર્તિ અને ગુરુ પાદ Page #11 -------------------------------------------------------------------------- ________________ શું] - આનુકૃતિક વૃત્તા [41 લિપ્તસૂરિની પ્રતિમાઓ સ્થાપિત કરી. આચાર્યશ્રીએ આ મહાવીર પ્રતિમા આગળ “હાનુar” પદથી શરૂ થતું સ્તોત્ર રચી સ્તુતિ કરી, જેમાં એમણે સુવર્ણ સિદ્ધિનો આમ્નાય ગોપવ્યો છે, જે આજે પણ સમજાતો નથી. 10, નાગાર્જુનસૂરિ વલભીપુરમાં નાગાર્જુનસૂરિએ કરેલી આગમવાચના વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છેઃ ઉપા. વિનયવિજયજી જેવા કેટલાક વિદ્વાન એવી માન્યતા રજૂ કરે છે કે સ્થવિર દેવર્ધિગણિએ વલભીપુરમાં સિદ્ધાંતો પુસ્તકોમાં લખાવ્યા તે ઘટનાનું નામ વાલની વાચના' કહે છે અને એ કારણે કંદિલાચાર્ય અને દેવર્ધિગણિ (જેમના સમયમાં 150 કરતાં વધુ વર્ષોનોં ગાળે છે, તેમ)ને સમકાલીન માની લીધા છે. એઓ “લોકપ્રકાશમાં આ પ્રકારે જણાવે છે : वलभ्यां मथुरायां च सूत्रार्थघटनाकृते / वलभ्यां संगते संघे देवर्धिरग्रणीरभूत् / . मथुराया संगते च स्कन्दिलार्योऽग्रणीरभूत् // 1 . વલભી અને મથુરામાં સૂત્ર અને અર્થનું સંધટન-આગમ વાચનનું એલન થયું. વલભીમાં જે બમણુસંધ એકત્રિત થયો તેમાં દેવર્ધિગણિ પ્રમુખ હતા૨૭ અને મથુરામાં શ્રમણ સંઘ એકઠો થયા તેમાં સ્કંદિલ આર્ય પ્રમુખ હતા. ઉપા. વિનયવિજયજીની આ માન્યતા તદ્દન નિરાધાર છે, કેમકે “કહાવલી”માં ભદ્રેશ્વરસૂરિ આ વિષયનો ફેટ આ રીતે કરે છે: મથુરામાં કંદિલ નામે શ્રુતસમૃદ્ધ આચાર્ય હતા અને વલભીપુરમાં નાગાર્જુનસૂરિ હતા. એ સમયમાં દુષ્કાળ પડતાં એમણે પોતાના સાધુઓને ભિન્ન ભિન્ન દિશામાં મોકલી દીધા. ગમે તે રીતે દુષ્કાળનો સમય વ્યતીત કરીને સુભિક્ષના સમયમાં ફરી તેઓ એકઠા થયા અને અભ્યસ્ત શાસ્ત્રોનું પરાવર્તન કરવા લાગ્યા ત્યારે એમને માલૂમ પડયું કે પ્રાયઃ એ ભણેલાં શાસ્ત્રો પોતે ભૂલી ચૂક્યા છે. આ દશા જોઈને આચાર્યોએ શ્રુતનો વિરછેદ થતો રોકવા માટે સિદ્ધાંતનો ઉદ્ધાર કરે શરૂ કર્યો. જે જે આગમપાઠ યાદ હતો તે એ જ રીતે સ્થાપિત કર્યો અને જે ભુલાઈ ગયો હતો તેને લગતાં સ્થળ પૂર્વાપર સંબંધ જઈને વ્યવસ્થિત કરવામાં આવ્યાં. 28 Page #12 -------------------------------------------------------------------------- ________________ 92 ] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. વળી, સિદ્ધાંતનો ઉદ્ધાર કર્યા પછી કંદિલાચાર્ય અને નાગાર્જુનસૂરિ પરસ્પર મળી શક્યા નહિ, આ કારણે એમણે ઉદ્ધાર કરેલે સિદ્ધાંત તુલ્ય હોવા છતાંયે એમાં ક્યાંક ક્યાંક વાચનાભેદ રહી ગયે. કંદિલાચાર્યો મથુરામાં શ્રમણસંઘને એકઠા કરી આગમવાચના કરી તે “સ્કાંદિલી વાચના” કે “માઘુરી વાચના' નામથી પ્રસિદ્ધિ પામી. એ જ રીતે સ્કંદિલાચાર્યના સમયે જ વલભીમાં મળેલા મણસંઘના પ્રમુખ આચાર્ય નાગાર્જુનસૂરિ હતા અને એમણે આપેલી વાચના “નાગાર્જુની વાચના' અગર “વાલથી વાયના એ નામથી પ્રસિદ્ધિ પામી. 29 માધુરી વાચના વીર નિર્વાણથી 827 અને 840 ની વચ્ચે કોઈ વર્ષે થઈ૩૦ વાલભી વાચના પણ એ જ સમયે થઈ.૩૧ 11. સિદ્ધસેનસૂરિ વૃદ્ધાવાદિરે અને સિદ્ધસેનસૂરિના ભરૂચના પ્રસંગોની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે : ગૌડ દેશના કેશલા ગામના રહેવાસી મુકુંદ બ્રાહ્મણે આર્ય સ્કદિલસૂરિ પાસે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લીધી હતી. મુકુંદ મુનિએ ભરૂચમાં “નાલિકેલવસતિ,” (નારિયેળી પાડા) નામના ચૈત્યમાં બેસી કરેલી આરાધનાથી સરસ્વતી દેવીની પ્રસન્નતા મેળવી વાદશક્તિ પ્રાપ્ત કરી તેથી એમને આચાર્યપદવી પ્રાપ્ત થતાં એમણે દ્વવાદિસૂરિ તરીકે નામના મેળવી. એ સમયે વિક્રમાદિત્ય રાજા રાજ્ય કરી રહ્યો હતો. એક દિવસે દેવર્ષિ બ્રાહ્મણ અને દેવશ્રીના પુત્ર સિદ્ધસેન નામે વેદપારંગત વિદ્વાન એમની પાસે આવ્યા. એમણે વૃદ્ધવાદી સાથે શાસ્ત્રાર્થ કર્યો. જે હારે તે જીતનારનો શિષ્ય બને એવી શરત કબૂલ કરવામાં આવી. સિદ્ધસેનની હાર થવાથી એ એમ કુમુદચંદ્ર નામે શિષ્ય થશે. એણે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરી આચાર્ય પદવી પ્રાપ્ત થતાં “સિદ્ધસેનસૂરિ નામથી ખ્યાતિ મેળવી. કવિત્વ-શક્તિથી વિક્રમાદિત્ય રાજાને પ્રસન્ન કરી, “દિવાકર'નું બિરુદ મેળવી રાજસભામાં સ્થાન પ્રાપ્ત કર્યું. એકદા સિદ્ધસેનસૂરિએ રાજાને પૂછીને ઉજજયિનીથી પ્રતિષ્ઠાન તરફ વિહાર, કર્યો. તેઓ ભરૂચના સીમાડે પહોંચ્યા ત્યારે ત્યાં ગોવાળિયા એકઠા થઈને એમની પાસે આવ્યા અને ધર્મોપદેશ કરવાની આચાર્યને વિનંતી કરી. એ. Page #13 -------------------------------------------------------------------------- ________________ 4 થું] અનુકૃતિક વૃત્તાને [493 ઉપરથી એમણે પ્રાકૃત ભાષામાં રાસ ગાઈને ધર્મોપદેશ કર્યો. પાછળથી એ લોકોએ એ ધર્મોપદેશના સ્થળે સંસ્મરણરૂપે ‘તાલારાસક” નામે ગામ વસાવ્યું અને જેનોએ ત્યાં જિનાલય પણ બંધાવ્યું હતું. પછીથી સિદ્ધસેનસૂરિ ભરૂચમાં ગયા તે વખતે ત્યાં બલમિત્રનો પુત્ર ધનંજય નામે રાજા રાજ્ય કરતો હતો. રાજાએ ઉત્સવપૂર્વક આચાર્યનો નગરપ્રવેશ કરાવ્યો. એ જ અવસરે ભરૂચના ઉપર રાજાના શત્રુઓએ હુમલો કર્યો, પણ સિદ્ધસેનસૂરિએ સઈપયોગથી સૈનિકે બનાવી આપીને એને બચાવી લીધું. આ ઉપરથી એમનું સિદ્ધસેન” નામ સાર્થક કરી બતાવ્યું.' આ. હેમચંદ્રસૂરિએ “અનુદ્ધિનં દવા - કવિઓમાં સિદ્ધસેનસૂરિ સર્વોત્તમ કવિ છે એમ કહીને એમને અંજલિ અપ છે. એમણે ન્યાયાવતાર, સન્મતિ પ્રકરણ અને કાત્રિશદ્યાત્રિશિકા વગેરે ગ્રંથ રચેલા પ્રાપ્ત થાય છે 12. મલાદિસૂરિ વલભી નગરના રહેવાસી મલવાદિસૂરિ વિશે આ પ્રકારે અનુકૃતિ જાણવા મળે છે: મલવાદી નામના ત્રણ આચાર્યોનો પત્તો મળે છે. નામની એકતાના કારણે ત્રણે આચાર્યોના જીવનપ્રસંગ સેળભેળ થઈ ગયા છે. “પ્રભાવક ચરિત'માં આ પ્રકારે ઉલ્લેખ છે: વલભીનગરમાં દુર્લભદેવી નામની સ્ત્રીને 1 જિનયશ, 2 યક્ષ અને 3 મલ નામે ત્રણ પુત્ર હતા. આ દુર્લભદેવીના ભાઈ જિનાનંદસૂરિ નામે એક જૈનાચાર્ય હતા. જિનાનંદસૂરિએ પોતાના એ ત્રણે ભાણેજોને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા હતા. ત્રણે શિષ્યને ભણાવી એમણે મોટા વિદ્વાન બનાવ્યા. ગુરુ પાસે એક અદ્દભુત પુસ્તક હતું. એ પુસ્તકને વાંચવાનો દેવી નિષેધ હતો, કેમકે એનાથી ઉપદ્રવ થવાની સંભાવના હતી, પરંતુ મલ્લ મુનિ ભારે તેજસ્વી હોવાથી ગુરુને ભય રહે કે આ બાળ મુનિ આ પુસ્તક વાંચવા ઉતાવળા બનશે અને અનર્થ સર્જાશે. આથી એમણે પોતાની બહેન સમક્ષ મલ્લ મુનિને એ પુસ્તક નહિ ઉઘાડવા સમજાવ્યા. Page #14 -------------------------------------------------------------------------- ________________ કહ૪] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. એકદા જિનાનંદસૂરિ વલભીથી વિહાર કરી ભરૂચના શકુનિકા-વિહારના દર્શનાર્થે ગયા. અહીં નંદ નામના બૌદ્ધાચાર્યું છળથી એમને વાદ કરવા આહવાન આપ્યું. નંદના વિતંડાવાદથી આચાર્યનો પરાજય થયો. અહીં વલભીમાં ગુરુની ગેરહાજરીમાં મલ મુનિને એ પુસ્તક જોવાની ઉત્કંઠા તીવ્ર બની. એમણે પુસ્તક ખોલતાં નીચેનો શ્લેક વાંચ્યો : fધ–નિયમ-મત્તિવ્યતિરિવાર્યક્રમો , जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् // -જૈન સિવાયનાં બીજાં દર્શને જે કાંઈ કહે તે વિધિ, નિયમ, ભાંગાપ્રકારો અને વૃત્તિ રહિત હોવાથી અનર્થ કરનારાં છે, માટે એ અસત્ય છે તેમજ અધર્મરૂપ છે. મલ મુનિ એ શ્લોકનો અર્થ વિચારી રહ્યા હતા ત્યાં જ મૃતદેવીએ અદશ્ય રીતે એ પુસ્તક એમના હાથમાંથી ઝૂંટવી લીધું. આ પુસ્તક આ રીતે જવાથી મલ્લ મુનિને ભારે શોક થયો. તેઓ આજંદ કરવા લાગ્યા. એમની માતા દુર્લભદેવી તેમજ સંઘને પણ આ વાતની જાણ થતાં પારાવાર દુઃખ થયું. પછી તો મલ્લ મુનિએ પિતાની ભૂલના પ્રાયશ્ચિત્ત-રૂપે બરડાની પહાડીની એક ગુફામાં જઈ તપશ્ચર્યાપૂર્વક સરસ્વતીની આરાધના કરવા માંડી. સંઘે એમની આ પ્રકારની સાધનાથી દુર્બલ થયેલે દેહ જોઈ પારણાં કરાવી યોગ્ય આહાર વહોરાવ્યો. દેવી પ્રસન્ન થયાં ત્યારે એમણે પેલા પુસ્તકની માગણી કરી. દેવી એ પુસ્તક નહિ, પણ એ પુસ્તકના એક શ્લોકમાંથી તું સર્વ અર્ધ મેળવી શકીશ” એવું વરદાન આપી અંતહિંત થઈ ગયાં. મલ્લ મુનિએ દશ હજાર શ્લેકપૂરનો “હાદશાનયચક્ર' નામે અદ્ભુત ગ્રંથ રો. જિનાનંદસૂરિ વલભી આવ્યા અને સંઘની વિનંતીથી આચાર્યો એમને આચાર્યપદથી અલંકૃત કર્યા. બૌદ્ધાચાર્ય નંદે ગુરુ જિનાનંદસૂરિને વાદમાં હરાવ્યા હતા એ જાણીને મલ્લવાદિસૂરિ ભરૂચ આવ્યા. એમણે નંદને વાદ માટે લલકાર્યો. નંદે ઉપેક્ષા બતાવતાં કહ્યું કે “આ તો બાળક છે, એ શું મારી સાથે વાદમાં ટકવાનો છે ?" ત્યારે મલ્લ મુનિએ આગ્રહ કરીને કહ્યું ત્યારે રાજસભામાં બંને વાદીઓને Page #15 -------------------------------------------------------------------------- ________________ 4 થું]; અનુકૃતિક વૃત્તાંત [45 શાસ્ત્રાર્થ થયાં. છ મહિના સુધી અખંડ રીતે વાદ ચાલ્યા કર્યો. છેવટે બૌદ્ધ વાદી મલ મુનના પૂર્વપક્ષ યાદ ન રાખી શકવાથી હારી ગયે. નંદને એના પરિવાર સાથે ભરૂચમાંથી ચાલ્યા જવાને રાજા તરફથી હુકમ મળે. મલસરિને વાદી’ બિરુદથી અલંકૃત કરવામાં આવ્યા. ભરૂચના સંધે મલવાદિસૂરિનાં માતા દુર્લભદેવીને ભરૂચ બોલાવી લાવી એમનું બહુમાન કર્યું. આ. હેમચંદ્રસૂરિએ તેથી જ કહ્યું છે કે “અનુમાનિ તાIિ: –તાકામાં મલ્સવાદી સર્વોત્તમ છે.' મલવાદિરિએ જે દ્વાદશાનિયચક્ર' ગ્રંથ રચ્યો તે ઉપલબ્ધ થયો છે. પરંતુ એમનાં પદ્મચરિત” અને “સન્મતિટીકા' નામના ગ્રંથ હજી સુધી મળી આવ્યા નથી. મલ્લવાદિસૂરિના સત્તાકાળ વિશે “પ્રભાવચરિત'ના વિજયસિંહરિચરિત'માં આ પ્રકારે ઉલ્લેખ છે : श्रीवीरवत्सरादथ शताष्टके चतुरशीतिसंयुक्ते / जिग्ये च मल्लवादी बौद्धांस्तव्यन्तरांश्चापि // 83 // -મલવાદિસૂરિએ વીરનિર્વાણ સં. 884 ( વિ. સં. 414, ઈ. સ. ૩૫૭૫૮)માં બૌદ્ધ અને એમના વ્યંતરોને જીતી લીધા. જિયશરિએ પ્રમાણુશાસ્ત્રને એક ગ્રંથ રચ્યો તે અલ્લ રાજાની સભામાં કહી સંભળાવ્યો. વળી, એમણે “વિશ્રાંત-વિદ્યાધર વ્યાકરણ ઉપર ન્યાસગ્રંથની રચના કરી. યક્ષાચાર્યે ‘યક્ષસંહિતા' નામનો અષ્ટાંગ-નિમિત્તને ગ્રંથ રચ્યો હતો, પરંતુ આ બંનેના ગ્રંથ હજી સુધી મળી આવ્યા નથી. 13. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સૈારાષ્ટ્રના વલભીનગરમાં આગમોને પુસ્તકારૂઢ કરનારા દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના જીવન વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : - રાષ્ટ્રના વેરાવળ પાટણમાં રાજાના સેવક કામર્ધિ નામના ક્ષત્રિય અને એમની પત્ની કલાવતીના પુત્રપણે દેવધિને જન્મ થયો હતો. . Page #16 -------------------------------------------------------------------------- ________________ છે કે | મોર્યકાલથી ગુપ્તકાલ પરિ. ( દેવર્ષિ ભણીગણી યૌવનાવસ્થામાં આવ્યા ત્યારે એને બે કન્યાઓ પર-ણાવવામાં આવી હતી. એને શિકારનો શોખ હોવાથી ઘણી વખત એ સાથી મિત્રોની સાથે જંગલમાં શિકાર કરવા જતા. ' દેવધિ પૂર્વભવમાં હરિણગમેલી નામે દેવ હતા, જેણે બ્રાહ્મણી દેવાનંદાના | ગર્ભને ક્ષત્રિયાણી ત્રિશલાના ઉદરમાં મૂક્યો હતો. એ દેવે સધર્મેદ્રને પોતાના અંતિમ સમયે જણાવ્યું હતું કે મારા સ્થાને જે ન હરિણગમેલી દેવ આવે તે હું જ્યાં જન્મ લઉં, ત્યાં મને પ્રતિબધ કરે એવી વ્યવસ્થા કરી આપો.' ઈદ્ર કહ્યું : “ખુશીથી, એવી વ્યવસ્થા થશે, પરંતુ તમારા દેવભવનની ભીંત ઉપર તમે એ નોંધ કરજે, જે વાંચીને એ દેવ તમને પ્રતિબોધ કરવા આવે' નવો દેવ આવ્યો, તેણે ભીંત ઉપર લખાયેલે આ લેક વાંચો : ___ स्वभित्तिलिखितं पत्रं मित्र ! त्वं सफलीकुरु / हरिणगमेषी वक्ति संसारं विषमं त्यज // ' હે મિત્ર ! પિતાની ભીંત ઉપર લખેલા પત્રને તું સફળ કરે, એમ હરિણગમેલી કહે છે અને કહે છે કે આ વિષમ સંસાર છોડી દે. આ લેખ મુજબ નવા હરિણગમેષીએ એક-બે પ્રયત્ન કર્યા છતાં દેવર્ધિ કશું સમજ્યા નહિ. છેવટે એણે ત્રીજો ઉપાય છે. દેવધેિ આ જ જંગલમાં શિકાર કરવા ગયા હતા. ત્યાં એણે પોતાની સંમુખ સિંહ, પાછળ ખાઈ, બંને બાજુએ દાંતવાળા બે સૂવર, નીચે ધરતીકંપ અને ઉપરથી પથ્થરના વરસાદનું ભયંકર દશ્ય જોયું. આ જોઈ એનાથી ચીસ પડાઈ ગઈ. “મને બચાવો, બચાવો.” દેવે એને ઉપાડીને લાહિત્યસૂરિ પાસે મૂકી દીધું. આચાર્યે એને દીક્ષા આપી. એ ભણીગણીને વિદ્વાન થયા. ઉપકેશગચ્છીય દેવગુપ્તસૂરિ પાસેથી એક પૂર્વ અર્થ સહિત અને બીજુ પૂર્વ મૂળ ભણીને “ક્ષમાશ્રમણ’ની ગ્યતા પ્રાપ્ત કરી. એમણે શંત્રુજય ઉપર જઈ કપર્દી, ગોમુખ યક્ષો અને ચકેશ્વરી દેવીની સાધના કરી, આગમોને પુસ્તકારૂઢ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વીર નિ. સં. 98 (વિ. સં. ૫૧૦-ઈ. સ. ૪૫૪)માં બધા સિદ્ધાંતગ્રંથ પુસ્તકારૂઢ કર્યા. એમણે “નંદિસૂત્ર”નામે સિદ્ધાંત-ગ્રંથ પણ રચ્યો છે.૩૪ : | દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં જૈન સિદ્ધાંતગ્રંથને પુસ્તકારૂઢ કર્યા, એ વિશે આ પ્રકારે અનુકૃતિ જાણવા મળે છે : : ' , ' , ' ' Page #17 -------------------------------------------------------------------------- ________________ 4 થું] આનુશ્રુતિક વૃત્તાંત [497 મથુરાની “સ્કાદિલી વાચના' અને વલભીપુરની “નાગાજુની વાચના' થયા પછી લગભગ સો-દોઢસોથી યે વધુ વર્ષ વ્યતીત થયા પછી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં વલભીનગરમાં વીર નિર્વાણ સંવત 98 (વિ. સં. પ૦, ઈ. સ. ૪પ૪)માં ફરીથી શ્રમણસંઘ એકત્રિત થયો અને માથરી તેમજ વાલમ વાચનાઓના સમયે લખાયેલા સિદ્ધાંતો ઉપરાંત જે જે ગ્રંથ, પ્રકરણ વગેરે મેજૂદ હતાં તે બધાં લખીને સુરક્ષિત કરવાનો નિશ્ચય કરવામાં આવ્યું. આ કાર્ય-સંધાન સમયે માધુરી પરંપરાના અગ્રણી યુગપ્રધાન દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ હતા અને વાલભી પરંપરાના પ્રમુખ કાલકાચાર્ય અને ઉપપ્રમુખ વાદિવેતાલ શાંતિસૂરિ હતા. એ વિશે નીચેની ગાથાથી સૂચન મળે છે : वालब्भसंघकज्जे उज्जमिअं जुगपहाणतुल्लेहिं / गंधव्ववाइवेयालसंतिसूरी लहीएहि // - - વાલી સંઘના કાર્યમાં યુગપ્રધાન તુલ્ય ગંધર્વવાદિવેતાલ શાંતિસૂરિએ લેખનકાર્યમાં ઉદ્યમ કર્યો. એમ જણાય છે કે બંને વાચનાનુયાયી સંઘમાં અવશ્ય સંઘર્ષ ઉભો થયો. હશે તેથી અનેક પ્રકારની કાપકૂપ પછી જ બંને સંઘમાં મેળ થયા પછી બંને વાચનાઓના સિદ્ધાંતોનો પરસ્પર સમન્વય કરવામાં આવ્યો. બની શકયું ત્યાંસુધી ભેદભાવ મટાડી દઈ એને એકરૂપ કરી દેવામાં આવ્યો અને જે મહત્ત્વપૂર્ણ ભેદ હતો તેને પાઠાંતરરૂપે ટીકા, ચૂર્ણિમાં સંગૃહીત કરવામાં આવ્યો. જે કેટલાક પ્રકીર્ણ ગ્રંથ કેવળ એક જ વાચનામાં હતા તે તેવા ને તેવા જ પ્રમાણ માનવામાં આવ્યા. આ પ્રકારની વ્યવસ્થા પ્રમાણે આ. સ્કંદિલની ભાથુરી વાચના અનુસાર બધા સિદ્ધાંત લખવામાં આવ્યા. જ્યાં જ્યાં નાગાજુની વાચનાનો મતભેદ તેમજ પાઠભેદ હતો તે ટીકાઓમાં લખી લેવામાં આવ્યો, પરંતુ જે પાઠાંતરેને નાગા નાનુયાયી કોઈ પણ રીતે છોડી દેવાને તૈયાર નહતા તેઓને મૂલ સૂત્રમાં ‘વાચળતરે ગ’ શબદોની સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો. આ રીતે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં આગમને પુસ્તકારૂઢ કર્યા, એને “આગમવાચના કહી શકાય નહિ.૩૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ 498] [ પરિ. મૌર્યકાલથી ગુપ્તકાલ 14-15. રાશિલસૂરિ અને જયદેવસૂરિ બનાસકાંઠા જિલ્લામાં ડીસા પાસે આવેલા વાવડગામમાં વાયડજ્ઞાતીય શેઠ ધર્મદેવ અને એનાં પની શીલવતી નામે રહેતાં હતાં. એમને મહીધર અને મહીપાલ નામે બે પુત્ર હતા. નાને પુત્ર મહીપાલ ઘણુંખરું પરદેશમાં કાર્ય કરતો હતો. વાયડગચ્છના આચાર્ય જિનદત્તસૂરિ વાયડ અને એની નજીકના પ્રદેશમાં વિચરતા હતા. એમના ઉપદેશ સાંભળી સંસાર ઉપર વિરાગ્ય થતાં મહીધરે દીક્ષા લીધી. ભણીગણીને ગીતાર્થ થતાં ગુરુએ એમને આચાર્ય પદવી આપી, પોતાની શાખાને અનુસારે એમનું “શિવસૂરિ નામ પાડી એમને પોતાની પાટ બેસાડ્યા ને જિનદત્તસૂરિ કાળધર્મ પામી ગયા. મહીપાલ રાજગૃહ નગરમાં વિચરતાં દિગંબરાચાર્ય શ્રુતકીર્તિના પરિચયમાં આવ્યું. એણે એમની પાસે દીક્ષા લીધી ને એ “સુવર્ણકીર્તિ નામથી પ્રસિદ્ધિમાં આવ્યા. શ્રુતકીતિ આચાર્ય એમની ગ્યતા જોઈ એમને “અપ્રતિચકવિદ્યા' અને ‘પરકાયપ્રવેશવિદ્યા એ નામની બે વિદ્યાઓને આમ્નાય આપી પોતાના પટ્ટધર બનાવ્યા. મહીપાલની માતાએ રાજગૃહ તરફના વેપારીઓ પાસેથી મહીપાલની દીક્ષાશિક્ષાના સમાચાર સાંભળી એમને મળવા એ રાજગૃહ તરફ ગઈ. શીલવતીએ પોતાના બે દીકરાઓમાં એક તાંબર એને બીજે દિગંબર એમ બે મત જોઈ બંનેને એક માર્ગના અનુયાયી કરવાની દૃષ્ટિએ સુવર્ણકીતિને કહ્યું : “જિનેશ્વરને તે એક જ માર્ગ–સિદ્ધાંત હોય, એમાં વળી ભેદ કેવા ? આથી તમે બંને ભાઈ એકઠા થઈને સાચા માર્ગને નિર્ણય કરે, જેથી હું પણ એ માર્ગને અનુસરું.' માતાનાં લાગણીભર્યા વચનોથી સુવર્ણકાતિ વાયડ તરફ આવ્યા. માતાએ બંને મુનિઓને આચારમાર્ગ તેમજ ત્યાગ જોઈ ને આચાર્યોને જુદી જુદી રીતે પોતાને ત્યાં ગોચરી લેવા બોલાવ્યા. વેતાંબર માર્ગનું વિશુદ્ધતર વાસ્તવિકપણું માતાએ સપ્રમાણ બતાવતાં સુવર્ણકીર્તિને વેતાંબરમાર્ગ ગ્રહણ કરવાને અનુરોધ કર્યો. રાશિવસૂરિએ પણ એમને ખૂબ સમજાવ્યા ત્યારે દિગંબર સુવર્ણકીર્તિએ વસ્ત્રનો સ્વીકાર કરી શ્વેતાંબર માર્ગ અપનાવ્યો. વેતાંબર સંપ્રદાયના સિદ્ધાંત થોડા સમયમાં જ ભણીગણ ગીતાર્થ થતાં રાશિલસૂરિએ પોતાના ભાઈ સુવર્ણકીર્તિને આચાર્ય પદવી આપી “વદેવસૂરિ નામે પિતાના પટ્ટધર બનાવ્યા. Page #19 -------------------------------------------------------------------------- ________________ 4 થ] આકૃતિક વૃત્તાંત [499 કઈ યોગીએ છવદેવસૂરિના શિષ્યની વાચા બંધ કરી દીધી હતી અને એક વાર એમના સમુદાયની સાથ્વી ઉપર યોગચૂર્ણ નાખી પરવશ કરી હતી, પરંતુ આચાર્યે પોતાની અપૂર્વશક્તિથી બંને પ્રસંગોમાં યોગીને પરાજય કરી એને યોગ્ય શિક્ષા કરી હતી. આ આચાર્યના સમયમાં ઉજનમાં વિક્રમાદિત્ય રાજા રાજ્ય કર્તા હતો. એણે સંવત્સર ચલાવવા માટે પૃથ્વીનું ઋણ ચૂકવવા દેશદેશ પોતાના મંત્રીઓને મોકલ્યા હતા. તેમાંનો લીંબા નામનો પ્રધાન વાયડ આવ્યો. એણે અહીંના મહાવીરમદિરને જીણું જોઈ એનો ઉદ્ધાર કરાવ્યો અને એના ધ્વજ-દંડની પ્રતિષ્ઠા વિ. સં. 7 માં છવદેવસૂરિના હાથે કરાવી. વાયડમાં લટલ શેડ જ્યારથી જૈનધર્મી બન્યા ત્યારથી જ વાયડના બ્રાહ્મણ એમના ઉપર અને છવદેવસૂરિ ઉપર દ્વેષભાવ રાખવા લાગ્યા હતા. પરિણામે એક વાર એક મૃતપ્રાય ગાય છવદેવસૂરિ–અધીનસ્થ મહાવીરચૈત્યમાં વાળી દીધી. સવારે જ્યારે સાધુઓએ જોયું તે મંદિરના મંડપમાં જ ગાય મરેલી હાલતમાં પડી હતી, એટલે જીવદેવસૂરિએ એકાંત સ્થાનમાં બેસીને પિતે સિદ્ધ કરેલી પરકાયપ્રવેશિની વિદ્યાર્થી પોતાના પ્રાણ બહાર કાઢી ગાયના શરીરમાં પ્રવેશ કરાવ્યા. આથી ગાય ત્યાંથી ઊઠીને બ્રહ્માના મંદિરમાં ગર્ભગૃહમાં જઈને પૈસી ગઈ ને નિશ્ચતન થઈ ઢળી પડી. પૂજારીએ આ ચમત્કાર-ભરી ઘટનાની વાત બ્રાહ્મણોને કહી. ઉત્પાત જેવી ઘટનાથી બ્રાહ્મણો વિચારમાં પડી ગયા. એમને જણાયું કે ગઈ કાલે કેટલાક યુવકોએ જૈનોને ક્યા એનું આ પરિણામ છે. વિચારશીલ બ્રાહ્મણો છવદેવસૂરિ પાસે આવી આજીજી કરતા કહેવા લાગ્યા : ગુરુદેવ ! આ ગાય જીવતી ઊઠીને બહાર જાય એવો ઉપાય કરો.” પરંતુ આચાર્યશ્રીએ એમની વિનંતી ઉપર ધ્યાન ન આપ્યું. એમણે પાસે બેઠેલા લલ શેડને વીનન્યા કે “આચાર્યશ્રીને કહીને અમને આ સંકટમાથી બચાવી દે.” લલ શેઠ તે આ બધું જાણતા હતા એટલે બ્રાહ્મણોને ઠપકો આપી કહ્યું કે “તમારે આ સંકટમાંથી તમારે ઉદ્ધાર કરે હોય તો જેને સાથે સુલેહનામું થઈ શકે તેવી આ શરતો કબૂલ કરવી પડશે. જુઓ, જેનો વાયડમાં ગમે તે ધાર્મિક ઉત્સવો ઉજવે એમાં કોઈએ કોઈ પ્રકારનું વિન ઊભું ન કરવું. વાયમાં જે કંઈ ધાર્મિક કાર્યવ્યવસ્થા થાય તેમાં મહાવીરના સાધુઓને ભાગ પહેલે રહેશે. છવદેવસૂરિની ગાદીએ જે આચાર્ય બેસે તેમને સુવર્ણ યુપવીત પહેરાવીને બ્રહ્માના મંદિરમાં પટ્ટાભિષેક કરવો. . . Page #20 -------------------------------------------------------------------------- ________________ મૌર્ય કાલથી ગુપતકાલ [પાર. બ્રાહ્મણોએ ઉપર્યુક્ત શરતો કબૂલ કરી ત્યારે છવદેવસૂરિએ એકાંત સ્થાનમાં જઈ પોતાના પ્રાણ ખેંચી ગાયના શરીરમાં પ્રવેશ કરાવ્યા. ગાય ઊઠીને બહાર ગઈ કે તરત આચાર્યો પોતાના પ્રાણ સંકેલી લીધા. આ પ્રસંગ પછી જેને અને બ્રાહ્મણે વચ્ચે કદી કલેશ થયે નહિ. છવદેવસૂરિએ મરણ નિકટ જાણી ગની વ્યવસ્થા કરી, અનશનપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કર્યું. - આચાર્યના સ્વર્ગવાસ સમયે જ પેલા યોગીને આચાર્ય મહાત કર્યો હતો તે વાયડમાં આવ્યો અને મૃતક જયદેવસૂરિનું મોં જોવા એણે વિનંતી કરી, કેમકે છવદેવનું કપાલ એક ખંડનું હોવાથી એને એ લેવું હતું, પરંતુ આચાર્યો અગાઉ આપેલી સલાહ મુજબ એ કપાલ ગણવચ્છેદકે ફોડી નાખ્યું હતું તેથી એ ગીને ઇરાદો બર ન આવ્યો. એણે નિરાશ વદને જણાવ્યું: ‘વિક્રમાદિત્ય અને આ આચાર્યને એક–ખંડ કપાલ હતું, જે એક ભાગ્યશાળી માનવીનું લક્ષણ ગણાય છે. એ પછી યોગીએ આચાર્યના અગ્નિસંસ્કારવિધિમાં ભાગ લીધે પં. શ્રી કલ્યાણવિજયજી છવદેવસૂરિના સમય વિશે “પ્રબંધાર્યાલચન(પૃ. ૩૪)માં નેધ કરે છે: “વિક્રમાદિત્યના મંત્રી લીબાએ વાયડમાં રમૈત્યને ઉદ્ધાર કરાવ્યાનો અને વિક્રમ સંવત 7 માં છવદેવસૂરિએ એની પ્રતિષ્ઠા કરાવ્યાનો પ્રબંધમાં ઉલ્લેખ છે અને આ ઉપરથી છવદેવસૂરિ વિક્રમાદિત્યના સમકાલીન હતા એમ માનવાને કારણે મળે છે, પણ વાસ્તવમાં એ આચાર્ય એટલા બધા પ્રાચીન નહોતા એમ પ્રબંધની કેટલીક વાતો ઉપરથી સિદ્ધ થાય છે. પહેલી વાત તો એ જ છે કે દેવ પ્રથમ શ્રુતકીર્તિના શિષ્ય સુવર્ણકાતિ નામે દિગંબર મુનિ હતા એમ પ્રબંધકારે જણાવ્યું છે, શ્રુતકીર્તિ ક્યારે થયા એ આપણે જાણતા નથી, છતાં બંને સંપ્રદાયના લેખ ઉપરથી એટલું તો નિશ્ચિત છે કે વિક્રમની બીજી શતાબ્દીમાં દિગંબર અને શ્વેતાંબરની પરંપરાઓ જુદી પડી હતી.૩૭ આ સ્થિતિમાં છવદેવને પ્રથમાવસ્થામાં દિગંબર માનીને એમને વિક્રમદિત્યના સમકાલીન માનવા યુક્તિસંગત નથી.' છેવટે તે નિર્ણય કરતાં જણાવે છે કે પ્રસ્તુત પ્રબંધના ચરિતનાયક છવદેવસૂરિ પ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયના નહિ, પણ એ સમયથી લગભગ 500-600 વર્ષ પછીના પુરુષ હતા. લટલ શેઠ દ્વારા જે બ્રાહ્મણોએ જૈનોની સાથે શરત કરેલી તે બ્રાહ્મણો કાલાંતરે સત્તાહીન અને જાગીરહીન થઈ જતાં જૈનેના આશ્રિત ભોજકે થયા હતા એમ હું માનું છું. 36 Page #21 -------------------------------------------------------------------------- ________________ 46] આનુશ્રુતક વૃત્તાંત [501'. 15. લાટાચાર્ય લાટ દેશના આચાર્ય કે લાટાચાર્ય નામથી પ્રસિદ્ધ આચાર્ય વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : જૈન મુનિઓ પોતાને રહેવા માટે મકાન આપનાર ગૃહસ્થને “શય્યાતર' કહે છે. શયાતરના ઘરનાં આહાર-પાણી તેઓ લેતા નથી. એક જ ગુરુના શિષ્યો જગ્યાની સંકડાશને લીધે જુદા જુદા ગૃહસ્થાના મકાનમાં રહે ત્યારે શય્યાતર કેને માનવો, એને ખુલાસે એવો મળે છે કે અમુક સંયોગોમાં દરેક મકાનના માલિક શય્યાતર મનાય અને અમુક સંયોગોમાં મૂળ ઉપાશ્રયને માલિક જ શય્યાતર મનાય. આ બાબતમાં લાટાચાર્યનો મત એવો છે કે જે મકાનમાં સકલ ગચ્છના છત્રરૂપ આચાર્ય રહેતા હોય તેને માલિક શય્યાતર મનાય, બીજાં મકાનના માલિકને શય્યાતર માનવા નહિ.૩૯ પ્રસિદ્ધ યોતિષી વરાહમિહિરે પોતાની ગ્રંથરચનામાં સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્યભટ્ટ, પ્રદ્યુમ્ન, વિજયનંદિ નામોની સાથોસાથ લાટાચાર્યને પણ આધારભૂત . પ્રમાણુ માન્યા છે. 11. અધાવબોધતીર્થ અધાવબોધતીર્થ ભરૂચ નગરમાં હતું, એ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : ભૃગુપુર(ભરૂચ)માં જિતશત્રુ રાજાએ અશ્વમેધ યજ્ઞ કરવાને આરંભ કર્યો. એમાં છેલ્લા દિવસે હેમવા માટે એક જાતિમાન ઘડાને લાવવામાં આવ્યો. રેવા નદીનાં દર્શનથી એ ઘેડાને જાતિસ્મરણ જ્ઞાન થયું. વીસમા તીર્થંકર મુનિ સુવ્રતસ્વામી પૂર્વભવના મિત્ર એ અશ્વને પ્રતિબોધ કરવા પ્રતિષ્ઠાનપુર(પૈઠણ)થી 120 ગાઉનો ઉગ્ર વિહાર કરી ભરૂચમાં આવ્યા. જિતશત્રુ રાજા એ અશ્વની સાથે ભગવંતને વંદન કરવા આવ્યો, રાજવીએ યજ્ઞનું ફળ પૂછ્યું. ભગવતે પ્રાણીને વધથી નરકનું ફળ બતાવ્યું. એ સમયે પેલા અશ્વને આંખમાં આંસુ આવ્યાં. રાજાએ કારણ પૂછતાં ભગવતે એને પૂર્વભવ કહેવા માંડ્યોઃ ચંપાનગરીમાં સુરસિદ્ધ નામે રાજા હતા તેને અતિસાર નામે પરમ મિત્ર હતો. સુરસિદ્ધ દીક્ષા લીધી. એ કાળંધર્મ પામી દેવ થયો. ત્યાંથી એવી તીર્થ કરરૂપે મારે અવતાર થશે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ ] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિણ અતિસાર બીજા ભવમાં સાગરદત્ત નામે સાર્થવાહ થશે. એ મિયાદષ્ટિ હોવા છતાં વિનીત હતો. એણે એક શિવાલય બંધાવ્યું હતું. એક વેળા જિનધર્મ નામના શ્રાવક મિત્ર સાથે એ એક જૈનાચાર્ય પાસે ગયો. એમણે જિનાલય બંધાવવાથી થતા પુણ્ય વિશે ઉપદેશ આપે. એ ઉપદેશથી એણે સુવર્ણમય જિનપ્રતિમા બનાવી અને એ ત્રણે કાળ એની પૂજા કરતો હતો. ઉત્તરાયણના દિવસે લિંગપૂરણ પર્વ ઉજવાતું. એ દિવસે સાગરદત્ત એના શિવાલયમાં ગયો. ત્યાં જટિલ તાપસોએ ઘીની લિંગપ્રતિમા બનાવી. ઘીના કારણે અનેક કીડીઓ ત્યાં આવી. જટિલ તાપસીએ એને નિર્દય રીતે કચડી નાખી. આ જોઈ સાગરદત્તે એમના ધર્મની નિંદા કરી. જટિલોએ એનો ભારે તિરસ્કાર કર્યો. એ દિવસથી એ સાર્થવાહ પણ બની ધર્મવિમુખ થયો, આથી એણે તિયચનું આયુધ બાંધ્યું ને એનો બીજા ભવમાં અશ્વરૂપે અવતાર થયે. એને ઉપદેશ આપવા હું અહીં આવ્યો છું. છ મહિના પછી એ અશ્વ મરણ પામી દેવ થયો. અવધિજ્ઞાનથી પોતાને પૂર્વભવ જોઈ એણે ભૃગુપુરમાં રત્નમય જિનાલય બંધાવ્યું. એમાં મૂળનાયક તરીકે મુનિ સુવ્રતસ્વામી અને અશ્વની પ્રતિમા સ્થાપન કરી તેથી આ તીર્થનું નામ “અશ્વાવબોધતીર્થ” પડયું 40 17. શકુનિકાવિહાર ભરૂચમાં આવેલું અધાવબોધતીર્થ “શકુનિકાવિહાર' નામથી પ્રસિદ્ધિ પામ્યું એ વિશેની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે: સિંહલદીપના સિંહપુર નામે નગરમાં ચંદ્રગુપ્ત રાજા અને ચંદ્રલેખા નામે રાણુને સાત પુત્રો ઉપર સુદર્શના નામે પુત્રી જન્મી. એ વિદ્યા અને કલાઓ ભણી યુવાવસ્થામાં આવી. એકદા ધનેશ્વર નામનો સાર્થવાહ ભરૂચથી કેટલાંક વહાણોમાં કરિયાણું ભરીને સિંહલદ્વીપ ઊતર્યો અને રાજા પાસે આવ્યો. રાજકન્યા સુદર્શના રાજા પાસે બેઠી હતી. સુંઠ, મરી વગેરેના નમૂના બતાવતાં ધનેશ્વરને છીંક આવી ત્યાં એ “નમો અરિહંતાણું” પદ બો. આ પદ સાંભળી સુર્દશનાને મૂછ આવી ગઈ રાજા તે વાણિયા ઉપર રોષે ભરાયો. સુર્દશનને ચેતના આવતાં એણે જાતિસ્મરણજ્ઞાનથી “ધનેશ્વર તો મારો ધર્મબંધુ છે' એમ કહી એને છોડાવ્યો. રાજાએ કારણ પૂછતાં સુદર્શના પિતાને પૂર્વભવ કહેવા લાગી : Page #23 -------------------------------------------------------------------------- ________________ અનુકૃતિક વૃત્તા [57 હું પૂર્વભવમાં ભરૂચમાં નર્મદાના કાંઠે રહેતા એક વડલા ઉપર સમડી-રૂપે રહેતી હતી. વર્ષાકાળમાં સાત દિવસ સુધી એકધારી વર્ષા થઈ. આઠમા દિવસે ભૂખથી ઊડતી ઊડતી એક શિકારીને ઘરના આંગણેથી માંસનો ટુકડો લઈ હું ઊડી. શિકારી બાણ લઈ મારી પાછળ પડ્યો. એણે મને બાણથી વીંધી નાખી. કરુણ રુદન કરતી, આકુળવ્યાકુળ થતી એવી મારા ઉપર એક જૈન સાધુએ પાણી સીંચ્યું. મરતાં મરતાં મને એમણે નવકારમંત્ર સંભળાવ્યો. મરીને હું તમારી પુત્રી સુદર્શનારૂપે અવતરી. ધનેશ્વરે “નમો અરિહંતાણં' પદ બોલતાં એ નવકારના સ્મરણથી મને જાતિસ્મરણ-જ્ઞાન થયું.” પછી એ સુદના માતા-પિતાની અનુજ્ઞા લઈ પોતાનાં અનેક વહાણોમાં કિંમતી દ્રવ્યો અને ખાનપાનની વિવિધ સામગ્રી ભરી દાસ, દાસી, નેકરોના પરિવાર સહિત ધનેશ્વર સાર્થવાહની સાથે ભરૂચ બંદરે ઊતરી. ધનેશ્વરે ત્યાંના રાજાને રાજકન્યા સુદર્શનાના આગમનને સંદેશ મોકલે. રાજા પોતાના પરિવાર સાથે એ રાજકન્યાનું સ્વાગત કરવા બેટાં સાથે સામે આવ્યો. રાજાએ એને પ્રવેશોત્સવ કર્યો. સુદર્શનાએ અશ્વાવલતીર્થનાં દર્શન, વંદન, પૂજન કર્યા, તીર્થમાં ઉપવાસ કર્યો. રાજાએ આવી ધાર્મિક વૃત્તિની રાજકન્યા માટે ઘણી બધી અનુકૂળતાએ કરી આપી. , એક દિવસે સુદર્શના ભરૂચમાં આવેલા (ભાનુ અને ભૂપણ નામના) મૃતધર પાસે જઈ વંદન કરી, વિનીત ભાવે પૂછવા લાગી : “ભગવાન ! કયા કર્મને કારણે હું પૂર્વભવમાં સમડી હતી ? ' આચાર્ય ઉત્તર આપ્યો કે વૈતાઢ્યા પર્વતમાં આવેલી સુરમ્યા નગરીમાં શંખ રાજાની તું વિજયા નામે પુત્રી હતી. માહિબ ગામ જતાં તે નદીકિનારે કુટ સર્પ જે. રોષવશ તે એને મારી નાખે. પછી નદીકાંઠે રહેલા એક જિનાલયમાં તે ભગવંતની પ્રતિમાને ભક્તિથી વંદન કર્યું. ચૈત્યથી બહાર નીકળતાં વિહારથી થાકી ગયેલાં એક સાધ્વીની તે સેવા-સુશ્રુષા કરી. : “એ કુકુટ સર્પ મરીને શિકારી થયે અને તું બીજા ભવમાં સમડી થઈ પૂર્વભવના વેરથી એણે તને બાણથી વીંધી નાખો. હવે તું જિનોપદિષ્ટ દાન વગેરે ધર્મકાર્યો કર.' 2Lii Page #24 -------------------------------------------------------------------------- ________________ મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ ' આ સાંભળી સુદર્શનાએ પોતાનું બધું ધન સાત ક્ષેત્રોમાં વાપરવા માંડ્યું. અશ્વાવબોધતીર્થને એણે ઉદ્ધાર કરાવ્યો, એમાં ચોવીસ દેવકુલિકાઓ સ્થાપિત કરી, તથા પૌષધશાળા, દાનશાળા અને અધ્યયનશાળા વગેરે બંધાવ્યાં. આથી એ ઉદ્ધાર પામેલું અધાવબોધતીર્થ “એના પૂર્વભવના નામથી શકુનિકાવિહાર' “સઉલિયાવિહાર” “સમડી-વિહાર' નામથી પ્રસિદ્ધિ પામ્યું.૪૧ આર્ય ખપૂટાચાર્યના સમયમાં કે એ અગાઉ બૌદ્ધોએ અધાવબોધતીર્થ ઉપર કબજો કરી લીધો હતો તેથી આય પુરાચાર્યે બૌદ્ધોને વાદમાં પરાજય કરી “બિલાડી પાસેથી દૂધ છોડાવવામાં આવે તેમ’ એ તીર્થ છોડાવી જૈન સંઘને અધીન કરાવ્યું હતું.૪૨ 18. ભલ્લીગ્રહ ભૃગુકચ્છથી દક્ષિણાપથ જવાના માર્ગમાં ભલ્લીગૃહ” નામથી ઓળખાતા ભાગવત સંપ્રદાયના એક મંદિર વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે: એક જૈન સાધુ સાર્થની સાથે ભરુકચ્છથી દક્ષિણાપથ જતો હતો તેને કોઈ ભાગવતે પૂછયું: ‘ભલીગૃહ શું છે ?" સાધુએ એ વિશે વૃત્તાંત કહેવા માંડયુંઃ “ઠીપાયન નામે જે પરિવ્રાજક સાંબ આદિ સુરામ યાદવકુમારને હાથે મરણ પામી દેવ થયા હતા તેમણે દ્વારિકાનું દહન કર્યો પછી બલરામ અને કૃષ્ણ સુરાષ્ટ્ર દેશ છોડીને પાંડવો પાસે દક્ષિણ મથુરા તરફ જતા હતા. દ્વારકાથી પૂર્વ તરફ નીકળી તેઓ હસ્તિકલ્પ (હાથબ) નગરમાં આવ્યા, ત્યાંના રાજા અછદંતને હરાવી દક્ષિણ તરફ જતાં તેઓ કસુંબાય નામે અરણ્યમાં આવ્યા. ત્યાં કૃષ્ણને તરસ લાગતાં બલદેવ પાણી લેવા ગયા. એ સમયે કૃષ્ણના જ મોટા ભાઈ જરાકુમાર, એમને હાથે કૃષ્ણનું મરણ થશે એવી ભવિષ્યવાણી નેમિનાથે ભાખી હેવાને કારણે દ્વારકાને ત્યાગ કરીને અરણ્યમાં જઈ રહ્યા હતા તે, શિકારી-રૂપે આંધ્યા અને ઢીંચણ ઉપર એક પગ રાખીને સૂતેલા વાસુદેવને મૃગ ધારી, એમના પગ ઉપર મર્મસ્થાને બાણ મારી એમના મૃત્યુનું કારણ બન્યા.૪૩ * “ભલી' એટલે બાણથી વીંધાયેલા પગવાળી કૃષ્ણ વાસુદેવની મૂર્તિ જે મંદિરમાં છે તે “ભલીગૃહ' નામે ઓળખાયું છે. " આ વૃત્તાંત સાંભળીને ભાગવત દ્વેષપૂર્વક વિચારવા લાગે કે “જે એમ નહિ હોય તો આ શ્રમણી વાત કરીશ.' પછી એગ અને એણે વાસુદેવને પગ બાણથી વીંધાયેલ , એટલે પાછા આવીને સાધુને ખમાવ્યા અને કહ્યું, મેં આ પ્રમાણે ચિંતવ્યું હતું માટે ક્ષમા કરો.”૪૪ ' , , , , , , , Page #25 -------------------------------------------------------------------------- ________________ આકૃતિક વૃત્તાંતો પિ૦૫ 19. ભૂતતડાગ ભરુકચ્છથી ૧ર જન દૂર બંધાયેલા ભૂતતડાગ' વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : ભરુકચ્છના એક વાણિયાએ ઉજજૈનીના કુત્રિકાપણમાં જઈ ભૂતની માગણી કરી. એનું એણે દશ હજાર મૂલ્ય જણાવ્યું. વાણિયાએ એ રકમ ચૂકવી આપી. વેપારીએ શરત મૂકી કે “ભૂતને સતત કામ આપવું પડશે, નહિતર એ ખરીદનારને મારી નાખશે.' એ શરત મંજૂર રાખી વાણિયાએ ભૂત ખરીદ્યો. પછી તે વાણિ જે જે કામ બતાવતો તે બધાં ભૂત ક્ષણવારમાં પૂરાં કરી દેતો. એણે ભૂત પાસે એક સ્તંભ-થાંભલો તૈયાર કરાવ્યો. વાણિયાએ બીજા કામના અભાવમાં એ સ્તંભ ઉપર ચડવા-ઊતરવાનું કામ સોંપ્યું. પછી તો ભૂતે થાકીને પોતાની હાર કબૂલ કરી. આ પરાજયના ચિહ્નરૂપે ભૂતે વાણિયા આગળ એવી ઈચ્છા વ્યક્ત કરી કે “ઘોડા ઉપર સવારી કરીને ચાલતાં જ્યાં તું પાછું વાળીને જઈશ ત્યાં હું એક તળાવ બાંધી આપીશ.” * વાણિયાએ 12 યોજન દૂર જઈ પાછું વાળીને જોયું અને ભૂતે એ સ્થળે એ તળાવ બાંધ્યું, જે “ભૂતતડાગ' નામથી પ્રસિદ્ધિ પામ્યું. આ તળાવ ભરૂચની ઉત્તરમાં હતું. 20. કુત્રિકા પણ ભરૂચમાં કૃત્રિકા પણ હતું એ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : કુત્રિકા પણઃ કુત્રિક-ત્રણ ભુવન અને આપણ-દુકાનઃ અર્થાત્ ત્રણ ભુવનની ચેતન–અચેતન સર્વ વસ્તુઓ જ્યાં મળી શકે તેવી દુકાન. અવંતિજનપદ ઉપર રાજ્ય કરતા રાજા ચંડપ્રદ્યોતના સમયે ઉજજૈનીમાં 9 કુત્રિકા પણ હતાં. ભરૂચના એક વણિકે ઉજજયિનીના એક કુત્રિકાપણમાંથી દસ હજારની કિંમતે ભૂત ખરીદ્યો હતો, જેણે ભરૂચમાં ભૂતતડાગ બાંધ્યું હતું.૪૭ ભરૂચમાં પણ એક કુત્રિકા પણ હતું.૪૮ 22 માસ્મિક મલ અને ફલહી મલ્લા સોપારકને માયિક મલ અને ભરૂચના ફલહી મલ્લ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : Page #26 -------------------------------------------------------------------------- ________________ 506] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. આવશ્યક-ચૂર્ણિમાં જણાવ્યું છે કે સોપારકનો સિંહગિરિ રાજા મલ્લોની સાઠમારી કરાવતો હતો અને જેને વિજય થાય તેને પુષ્કળ દ્રવ્ય આપતો હતો. પ્રતિવર્ષની સાઠમારીમાં ઉજજૈનીને અટ્ટણ મલ્લ વિજયચિહ્ન તરીકે પતાકા લઈ જતે હતો, આથી સિંહગિરિ રાજાએ એક માછીનું બળ પારખી એને મલ્લવિદ્યા શીખવા પ્રેરણું કરી મલ્લ બનાવ્યું. બીજે વર્ષે આ ભાસ્મિક મલે અણને હરાવી દીધો. પરાજયથી માનભંગ થયેલ અટ્ટણ સૌરાષ્ટ્રમાં કોઈ મલ્લ હોવાના સમચારથી સોપારકથી સીધો સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો, ત્યાં ભરુકચ્છમાં એક ખેડૂતને એક હાથે હળ ખેડતો અને બીજે હાથે ફલહી-કપાસ ચૂંટતે જે.૪૯ અણ સૌરાષ્ટ્ર ન જતાં આ ખેડૂતને લાલચ આપી ઉજજૈની લઈ ગયે અને એણે એને મલ્લવિદ્યા શીખવી. એ ફલહી મલ્લ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. એ બંને સાઠમારી પ્રસંગે સોપારા આવ્યા. માયિક મલ્લ સાથે ફલહી મલ્લનું યુદ્ધ થયું. ત્રીજે દિવસે ભાસ્મિક મલ્લ હાર્યો અને છેવટે મરણ પામ્યો.૫૦ 22. યંત્રપ્રતિમા “બૃહત્ક૫-ભાષ્ય માં યંત્રપ્રતિમા વિશે આ પ્રકારે માહિતી મળે છે: 51 આ. પાદલિપ્તસૂરિએ રાજાની બહેનના સમાન આકારની યાંત્રિક પ્રતિમા બનાવી હતી. એ પ્રતિમા હાલતી-ચાલતી, ઉમેષ-નિમેષ કરતી, હાથમાં પંખો લઈને આચાર્યની સંમુખ ઊભી રહેલી બતાવી હતી. બ્રાહ્મણોએ રાજાને ભ્રમમાં નાખી પાદલિપ્તસૂરિના ચારિત્ર્યમાં શંકા ઉપજાવી, તેથી આચાર્ય એ પ્રતિમાનાં યંત્ર વિખેરી નાખ્યાં. યવન દેશમાં આવાં સ્ત્રી-સ્વરૂપ પ્રચુર પ્રમાણમાં કરવામાં આવે છે. 23. પારક મુંબઈની ઉત્તરે થાણુ જિ૯લામાં સમુદ્રના કિનારે સોપારા નામનું નગર આવેલું છે.૫૨ અહીંના સિંહગિરિ રાજાને મલ્લવિદ્યાને ભારે શેખ હતો. પ્રતિવર્ષ એ મલ્લોની સાઠમારી કરાવતો. એણે જ અહીંના એક માછીને પોથી માસ્મિક માલ નામથી પ્રસિદ્ધિ અપાવી હતી.૫૩ સોપારક જૈન ધર્મનું કેદ્ર હતું. અહીં આર્ય સમુદ્ર, આર્ય મંગૂપ, અને આર્ય વજીસ્વામીના શિષ્ય વજસેનાચાર્ય આ નગરમાં આવ્યા હતા. વસેનાચાર્યના Page #27 -------------------------------------------------------------------------- ________________ આકૃતિક વૃત્તાંતો [ 507 ચાર શિષ્ય 1. નાગેંદ્ર, 2. ચંદ્ર, 3. નિત્કૃતિ અને 4. વિદ્યાધરના નામથી સાધુઓની ચાર શાખાઓ પ્રવર્તી હતી.૫૫ અહીંના જિનાલયમાં જીવંતસ્વામી ઋષભદેવની પ્રતિમા હોવાથી એ જેની તીર્થભૂમિ હતું.૫૬ વર્ણાશ્રમમાં નહિ માનનારા જૈન ધર્મના અનુયાયીઓમાં અહીંના વિકટિક (દારૂ ગાળનારા-કલાલ) અને શાકટિક (ખેડૂત) ગૃહસ્થની વાત જાણીતી છે. આ પ્રદેશમાં કલાલે પણ બીજાઓની સાથે ભેજન લઈ શકતા હતા.પ સોપારક દરિયાઈ બંદર હોવાથી વેપારનું મોટું મથક હતું. પરદેશથી કેટલાંય વહાણ માલ ભરીને રોજ આવતાં હતાં અને અહીંથી બીજા દેશમાં જતાં હતાં. “નિશીથચૂર્ણિ'માં ઉલ્લેખાયેલી એક અનુશ્રુતિ મુજબ-સોપારામાં વેપારીઓનાં પાંચસો કુટુંબ રહેતાં હતાં. ત્યાંના રાજાએ એમને કર માફ કર્યો હતો, પણ મંત્રીની સલાહથી રાજાએ એમની પાસેથી કરની માગણી કરી. પરંતુ “રાજાની માગણી સ્વીકારવાથી પુત્ર-પૌત્રોને પણ આ કર આપવો પડશે' એમ વિચારી વેપારીઓએ કર આપવાની ના પાડી. રાજાએ કહ્યું કે “કર આપવો ન હોય તો અગ્નિપ્રવેશ કરો.” આથી પાંચસોય વેપારીઓએ પોતાની પત્નીઓ સહિત અગ્નિપ્રવેશ કરી જીવનનો અંત આણે. - આ વેપારીઓએ પાંચસો શાલભંજિકાઓથી શોભતું એક સુંદર સભાગૃહ ત્યાં બનાવ્યું હતું કે જયાં વેપારીઓ સદા કરતા અને પારસ્પરિક વાંધાઓને નિકાલ કરતા.૫૮ અહીને પ્રસિદ્ધ શિલ્પી કોકાસ ઉજજૈનીમાં પોતાનું નસીબ અજમાવવા ગયો તેને વિશે “આવશ્યકચૂર્ણિ'માં આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે:૫૯ સોપારકમાં એક રથકાર-સુતાર રહેતો હતો. એની દાસીને બ્રાહ્મણથી એક પુત્ર છે. એ દાસચેટ ગુપ્તપણે રહેતો હતો. હું જીવીશ નહિ એવું વિચારી એ રથકાર પોતાના પુત્રોને પોતાની વિદ્યા શીખવવા લાગે, પણ પુત્રોની બુદ્ધિ મંદ હોવાથી તેઓ કંઈ પણ શીખ્યા નહિ. પેલા દાસચેટે થકારની બધી વિદ્યા સંપાદિત કરી. રથકાર મરણ પામ્યો. એ નગરના રાજાએ દાસચેટ(કક્કાસ)ને આખું ઘર આપી દીધું. એ કોકાસ ઘરનો માલિક બન્યો. એકદા સોપારલ્માં દુકાળ પડ્યો. કેકકાસ પિતાનું નસીબ અજમાવવા ઉજજેની ગયે. પોતાની જાણ કરવા એણે યાંત્રિક કબૂતરો દ્વારા રાજાના ગંધશાલિ (એક પ્રકારના સુગંધી ચોખા) ચણવા માંડ્યા. કોઠારીઓએ રાજાને ફરિયાદ કરી. તપાસ કરતાં કક્કાસ નજરે પડ્યો. એને રાજા પાસે લાવવામાં આવ્યું. રાજાએ એને ઓળખ્યો અને એના ભરણપોષણની વ્યવસ્થા કરી. Page #28 -------------------------------------------------------------------------- ________________ 508] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. કક્કાસે રાજાની આજ્ઞાથી ગરુડયંત્ર બનાવ્યું. રાજા રાણી અને આ કાકકાસ સાથે આકાશમાં વિહરવા લાગ્યાં. જે કોઈ રાજા એને નમતા નહિ. તેને એ કહે કે હું આકાશમાર્ગે આવીને તમને મારીશ, આથી બીકના માર્યા બધા રાજા એને વશ થયા હતા. ઉજજૈનના રાજાનું નામ હતું જિતશત્રુ, પણ તેલ વડે દાઝી જવાથી એ કાળો પડી જતાં કાગડાના વર્ણ જેવા લાગતાં લેકો એને “કાકવણ' નામથી ઓળખતા હતા. એ રાજાને બીજી રાણીઓ પણ હતી. પટરાણી જ્યારે ગરુડયંત્રમાં બેસી ફરવા જતી ત્યારે બીજી રાણીઓ પૂછતી : અમને બેસાડશે ? રાણએ એમની માગણને દાદ ન આપી ત્યારે એક રાણીએ, જ્યારે આ ગરયંત્ર ઊડવાની તૈયારી કરતું હતું ત્યારે, એના પાછા ફરવાની એક ખીલી કાઢી લીધી. ગરુડયંત્ર ઊડયું, પણ પાછા ફરવાનો વિચાર થયે ત્યારે ખબર પડી કે પેલી ખીલી નહોતી. આખરે એ ગરુડયંત્ર કલિંગ દેશમાં પહોંચ્યું અને જમીનથી થડે દૂર એની પાંખ ભાંગી જતાં એ ત્યાં પડયું. કફકાસ રાજા-રાણીને ત્યાં મૂકી નગરમાં ગયો. ત્યાંનો રથકાર રથ બનાવી રહ્યો હતો. એમાં એણે એક ચક્ર બનાવ્યું હતું અને બીજું અડધું ઘડ્યું હતું. કક્કાસે રથકાર પાસે એજાર માગ્યાં. રથકારે કહ્યું : “આ એજર તો રાજાનાં હોવાથી બહાર અપાતાં નથી, એટલે ઘેરથી મારાં ઓજાર લાવી આપું.' એમ કહી એ ગે. દરમ્યાન અહીં કક્કાસે એવું ચક્ર બનાવ્યું કે ઊંચું રખાયા તે ઉપર જાય, કોઈ સાથે અથડાય તે એ પાછું ફરે, અને પાછળ માં રહે તેમ રાખે તો પડે નહિ. આ રીતે ચક્ર બનાવીને કક્કાસ એને તપાસતો હતો, એવામાં પેલો રથકાર ત્યાં આવ્યો અને એણે જોયું તો ચક તૈયાર થઈ ગયું હતું. બહાનું કાઢી એ ત્યાંથી ગયો અને એણે રાજાને કહ્યું કે “કોક્કસ આવ્યો છે, જેના બળથી બધા રાજા વશમાં લેવાયા છે.' રાજાના હુકમથી કેકકાસને પકડવામાં આવ્યો. એને મારવામાં આવ્યો ત્યારે જ એણે કહ્યું કે કાકવણું અને એની રાણી અમુક જગ્યાએ છે. એ ઉપરથી રાજાએ કાકવણું અને એની રાણીને પકડી લીધાં અને એમને ભોજન આપવાની ના પાડી. નગરજનોએ અપયશની બીકથી કાકપિંડ પ્રવર્તાવ્યા, જેથી એ દ્વારા રાજા-રાણીને આહાર મળી શકે. રાજાએ કક્કાસને કહ્યું : “મારા પુત્ર માટે ચારે બાજુએ સાત માળને મહેલ લાવી શકું.' કક્કાસે એવો મહેલ બનાવી આપે. Page #29 -------------------------------------------------------------------------- ________________ - 4 થું] આનુશ્રુતિક વૃત્તા [509 હવે કક્કાસે શકુનયંત્ર રચી કાકવર્ણના પુત્રને એ દ્વારા પત્ર મોકલ્યો કે ‘તમે અહીં આવો એટલામાં આ રાજાને હું મારી નાખું છું. તમારાં પિતા-માતાને અને મને છોડાવો.” દિવસ પણ નકકી કર્યો. એક દિવસે રાજા પુત્ર સાથે મહેલમાં બેઠે હતો ત્યારે કેકાએ ખીલી ઉપર પ્રહાર કર્યો એટલે એ મહેલ સંપુટ-બિડાઈ ગયો. રાજા અને એના પુત્ર મરણ પામ્યા. કાકવર્ણના પુત્રે એ નગર પોતાને અધીન કર્યું અને પોતાનાં પિતા-માતા તેમજ કોકાસને મુક્ત કર્યા. બીજાઓનું એવું કથન છે કે કેકકાસને વૈરાગ્ય થતાં એણે આપઘાત કર્યો. 24, રેવતાચલ કોટિનગરી(કોડીનાર)ના રહેવાસી સમભટ્ટ અને એની પત્ની અંબિકાની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે : કાસહદ નગરમાં ચાર વેદનો પારગામી સર્વદેવ નામે બ્રાહ્મણ અને એની * પત્ની સત્યદેવીને અંબાદેવી નામે પુત્રી હતી. એને કોટિનગરી(કેડીનાર)ના સેમદેવ ભટ્ટ બ્રાહ્મણ સાથે પરણાવી હતી. એમને વિભાકર અને શુભંકર નામે બે પુત્ર થયા હતા. ‘એકદા નેમિનાથ ભગવાનના શિષ્ય સુધર્મસૂરિના ચારિત્રધારી બે શિષ્ય ભિક્ષા માટે અંબાદેવીના ઘેર આવ્યા. અંબાદેવીએ ખૂબ ભક્તિથી એમને શુદ્ધ આહાર વહેરાવ્યો. એને પતિ સેમદેવ ઘેર આવ્યો ત્યારે એ ખૂબ આક્રોશથી કહેવા લાગ્યોઃ “વિશ્વદેવ મહાદેવની ક્રિયા કર્યા વિના રઈને સ્પર્શ કેમ કર્યો?' આમ કહી અંબાદેવીને ભારે તિરસ્કાર કર્યો, એટલું જ નહિ, એને મારપીટ પણ કરી. ઘરનાં બીજાં માણસોએ એને છોડાવી. અપમાન સહન ન થતાં અંબાદેવી એના બે પુત્રોને લઈને ઘેરથી ચાલી નીકળી. નાના બાળકને એણે કેડ પર તેડી લીધો અને મોટાને આંગળી ઝાલી ચલાવતાં વિચારવા લાગી કે “જૈન મુનિને દાન આપવાથી ભારે પરાભવ થયો છે તો એ ધર્મ જ મને શરણરૂપ થાઓ.” એમ ધારી એ ઉતાવળે પગલે ગિરનાર તરફ ચાલી. ધીમે ધીમે એ પર્વતની તળેટીમાં આવી પહોંચી. એ તૃષા, સુધા અને ચાલવાથી ખૂબ થાકી ગઈ હતી અને પર્વત બહુ ઊંચો હતો છતાં હિંમત રાખી શુભ ભાવનાથી એ પર્વત ઉપર ચડી. નેમિનાથ ભગવાનને ખૂબ ભાવથી વંદન કર્યું. ચૈત્યમાંથી બહાર આવી એ આમ્રવૃક્ષ નીચે Page #30 -------------------------------------------------------------------------- ________________ 510] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. વિસામો લેવા બેઠી. ક્ષુધાતુર બાળકે પાકેલી આમ્રવૃક્ષની લૂંબ માગી એટલે એણે એ આપી. નેમિનાથનું સ્મરણ કરી એણે બંને પુત્રો સાથે શિખર ઉપરથી ઝુંપાપાત કર્યો. એ દેવી બની. અંબાદેવીના ગયા પછી સમભટ્ટને ભારે પસ્તાવો થં. એ એની પાછળ ગિરનાર ગયો. અંબાદેવી અને બાળકોને મૃત સ્થિતિમાં જોયાં. એ પણ એક ભયાનક કુંડમાં પડ્યો. મરીને વ્યંતર-રૂપે એ દેવીના વાહનરૂપે સિંહનો. અવતાર પામ્યો.૬૦ 5. ગિરિનગર ગિરિનગરમાં એક અગ્નિપૂજક વણિક દર વર્ષે એક ઘરમાં રનો ભરીને પછી એ ઘર સળગાવી અગ્નિનું સંતર્પણ કરતો હતો. એક વાર એણે નિયમ મુજબ ઘર સળગાવ્યું, એ સમયે પવન ખૂબ ટૂંકાયો, તેથી આખું નગર બળી ગયું. બીજા એક નગરમાં એક વણિકે આ રીતે અગ્નિનું સંતર્પણ કરવાની તૈયારી કરી છે એમ ત્યાંના રાજાને ખબર પડી, આથી ગિરિનગરની આગનો પ્રસંગ યાદ કરીને એણે એનું સર્વસ્વ હરણ કરી લીધું. 61 26. સ્તંભનક સ્તંભતીર્થ અને સ્તંભનપુર અગર સ્તંભનકપુર એ બે નામ ઐતિહાસિક ગ્રંથમાં મળી આવે છે. સરખાં નામથી બંને એક હોય એવો આભાસ થાય છે, પરંતુ બંને નામેવાળાં ગામ જુદાં જુદાં છે. જૈન ગ્રંથોના આધારે પાર્શ્વનાથની મૂર્તિ આગળ સિદ્ધ નાગાર્જુને રસનું રતંભન કરવાથી સ્તંભનપુર-થાંભણ ગામ શેઢી નદીના કિનારે વસ્યું એવી અનુશ્રુતિ જાણવા મળે છે. સિદ્ધ નાગાને ગુરુ પાદલિપ્તસૂરિ પાસેથી કોટિવેધી રસ સિદ્ધ કરવાનો ઉપાય પૂછતાં આચાર્યશ્રીએ જણાવ્યું કે “પ્રતાપશાલી પાર્શ્વનાથની પ્રતિમા સંમુખ સુલક્ષણી પદ્મિની સ્ત્રી જે દિવ્ય ઔષધિના રસથી શુદ્ધ કરેલા પારાનું ખેલમાં મર્દન કરે તો કોટિવેધી રસ ઉત્પન્ન થાય.” નાગાર્જુને એવી પાર્શ્વનાથની પ્રતિમા મેળવવા એના પિતા વાસુકિ પાસેથી માહિતી મેળવી. અસલ દ્વારિકામાં સમુદ્રવિજય રાજાએ પાર્શ્વનાથની ભરાવેલી અનુપમ પ્રતિમા પણ દ્વારકા સમુદ્રમાં ડૂબી જતાં સાથે ડૂબી ગઈ હતી. કાંતિપુરના ધનપતિ નામના શેઠે વેપારાર્થે પોતાના વહાણને સમુદ્રમાર્ગે લઈ જતાં દેવી Page #31 -------------------------------------------------------------------------- ________________ 4 થું] આનુશ્રુતિક વૃત્તાતા [511 સૂચનથી એ પ્રતિમા બહાર કાઢી કાંતીપુરમાં ભવ્ય જિનાલય બંધાવી એમાં એને પ્રતિષ્ઠિત કરી હતી. 2 નાગાર્જુન એ શેઠને ત્યાં કપટી સેવક બનીને કાંતીપુરમાંથી એ પ્રતિમાને આકાશમાગે ઉડાડી લાવ્યો અને શેઢી નદીના કાંઠે એક સુંદર જગ્યામાં એને સ્થાપિત કરી. હવે પદ્મિની સ્ત્રી માટે એણે માહિતી મેળવી કે પ્રતિષ્ઠાનના રાજા શાલિવાહનને ચંદ્રલેખા નામે સુલક્ષણી પદ્મિની સ્ત્રી હતી. એટલે નાગાર્જુને ત્યાં થોડો સમયે રાજસેવક બની ચંદ્રલેખાનું હરણ કર્યું અને આકાશમાર્ગે એને શેઢી નદીના કાંઠે લઈ આવ્યા. ભયભીત રાણીને નાગાર્જુને સાચી હકીકત સમજાવી. આ રીતે એ જ રાણીને લાવતા અને દિવસ થતાં એના મહેલમાં મૂકી આવતા. એ મૂર્તિ અને રાણીની સહાયથી એણે કટિવેધી રસ સિદ્ધ કરવા પારાનું સ્તંભન કર્યું અને સિદ્ધિ મેળવી. એ જગ્યાએ નાગાર્જુને સ્તંભનપુર અગર સ્તંભનકપુર (થાંભણ-થામણા : ઉમરેઠ પાસે, જિ. ખેડા ) ગામ વસાવ્યું. 27. સ્તંભતીર્થ આજે ખંભાત નામથી ઓળખાતા નગર સ્તંભતીર્થ વિશે જૈન તેમજ બ્રાહ્મણ ગ્રંથોમાં વિવિધ અનુશ્રુતિઓ સંઘરાયેલી જાણવા મળે છે. સં. 1368 માં સ્તંભનકની પાર્શ્વનાથ પ્રતિમાને ખંભાત લાવવામાં આવી તેથી એ ગામ સ્તંભપુર નામથી ખ્યાતિ પામ્યું. | ‘કંદપુરાણની અંતર્ગત ગુજરાતનાં અનેક તીર્થક્ષેત્રોને લગતા ખંડ છે તેઓમાં માહેશ્વરખંડમાંના કૌમારિકાખંડમાં મહીસાગરસંગમક્ષેત્રનાં તીર્થ વર્ણવ્યાં છે. મહીનદીના કાંઠે મહી સાગરને મળે છે ત્યાં સાત કોશ (ગાઉ) પ્રમાણનું મહીસાગર–સંગમક્ષેત્ર છે. એનું બીજું નામ ગુપ્તક્ષેત્ર પણ છે. કાર્તિકેયે આ (ખંભાતના) સ્થળે તારકાસુર દૈત્યને મારી ત્યાં વિજયસ્તંભ રોપો અને સ્તંભેશ્વર શિવલિંગનું સ્થાપન કર્યું એટલે એ સ્થળનું નામ “સ્તંભતીર્થ' થયું. બીજે સ્થળે એમ કહ્યું છે કે મહીસાગર-સંગમક્ષેત્રે બ્રહ્માની સભામાં સ્તંભ (ગર્વ કર્યો તેથી એનું નામ સ્તંભતીર્થ' પડ્યું.૧૪ શ્રી. રત્નમણિરાવ જેટ “ખંભાતનો ઇતિહાસ”માં “ખંભાત' નામ “કંભતીર્થ” માંથી નીકળ્યું છે એ મત રજૂ કરતાં કહે છે: “ઝંભ એ વૈદિક દેવ છે અને એને Page #32 -------------------------------------------------------------------------- ________________ 512] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. આ કિનારે શૈવ મતોનું ખાસ સ્થાન હતો અને લિંગપૂજાને આ કિનારા ઉપર આરંભ થયે, એમ માનવાને કારણે છે. સ્કંભને ખંભાકાર શિવલિંગમાં અધ્યારે થયો છે અને એને પુરાણો અને સૈવાગમ લિંગભવ મૂર્તિને નામે પાછળથી જાણવા લાગ્યાં અને આવા પ્રકારના લિંગના માહાસ્યને લીધે “કંભતીર્થ ઉપરથી ખંભાયત’ નામ પડયું છે, જેને આપણે “ખંભાત” એવા ટૂંકા નામથી શ્રી. ઉમાશંકર જોશી શ્રી. જોટને ઉપર્યુક્ત મત રજૂ કરી નિષ્કર્ષ કાઢતાં કહે છે: “ખંભાત નામ ખંભતીર્થ ઉપરથી આવ્યું હોય તો પણ એને લિંગપૂજા સાથે અને એ પણ ઐતિહાસિક કાળમાં સંબંધ હશે એમ નિશ્ચયપૂર્વક કહેવું મુશ્કેલ છે.”૬૬ પાદટીપ 1. નંદ્રિસૂત્રની સ્થવિરાવલી ગાથા 27, 28 2. વ્યવહારસૂત્ર-મચરિટી, ઉદ્દેશ 6, પૃ. 44 3. વારમાં ખ્ય ઉ. 6, ગા. 241 થી 246; એ. મ રિટી, ઉ. 6, પૃ. 43, 44. 4. શ્રાવેતિ માત્ર ના ટીકાકાર દેવેંદ્રસૂરિ વંદારુવૃત્તિ, પૃ. ૯ર માં અને રત્નશેખરસૂરિ ટીકા, પૃ. 192 માં એક બીજા આર્ય મંગૂનો “મથુરા-મં” નામથી ઉલેખ કરે છે, પરંતુ નિશીથવૂળ (ભા. 3, પૃ. 50-51), ભાવારસૂળિ (ઉત્તરભાગ, પૃ. 80,) અને વૃદ૫-મિિરટીવ (પૃ. 44) બંને આર્ય મંગૂઓને એક માની વૃત્તાંતા આપે છે: એક વાર આર્ચ મંગુ મથુરા ગયા ત્યારે શ્રાવકે રોજ પુણ્ય ભાવનાથી સ્વાદિષ્ઠ આહાર વહોરાવવા લાગ્યા. બીજા સાધુઓ તો ચાલ્યા ગયા, પણ આર્ય મંગૂએ જીભની લાલચથી ત્યાં સ્થિર વાસ કર્યો. તેઓ આલોચના કર્યા વિના કાળધર્મ પામી, મથુરામાં ચક્ષપણે ઉત્પન્ન થયા. પિતાને પૂર્વભવ જોઈ, પિતાની થયેલી ભૂલ સમજી એમના શિષ્ય આની રસમૃદ્ધિમાં ફસાય નહિ એ માટે ઉપાય , શિષ્યો જ્યારે નગર બહાર ઠલે જઈ પાછા આવતા ત્યારે એ ત્યાં સ્થાપિત કરેલી પ્રતિમામાં પ્રવેશ કરી જીભ લાંબી કરીને બહાર કાઢી રાખતા. મુનિઓએ આમ કરવાનું કારણ પૂછતાં પોતાના પૂર્વભવ અને રસલોલુપતાના કટુ પરિણામની વાત કહી સંભળાવતા. 5. ગૃ પમધ્ય, ગા. 344, વિભાગ 1, પત્ર 44, 45 Page #33 -------------------------------------------------------------------------- ________________ 1 4 થું ] આનુશ્રુતિક વૃત્તાંત [ 513 6. જુઓ પ્રમવારિતમાં કલકરિચરિત' તથા શ્રી અંબાલાલ કે. શાહના कालककाथासंग्रह.. 7. પ્રભાવિરત કાલકસૂરિચરિત,” લે. 94, 95 8. એજન, તત્રાહિત ઘમિત્રારો રાગ વઢfમવા સમ:. શાસ્ત્રિાચાર્યનામેચઃ સ્થ:ોધિયાં નિધિ: ૧૮ષા પાદલિપ્તસૂરિચરિત 9. એજન, કાલકરિચરિત, ગ્લૅ. પ૬ 10. એજન, શ્લ. 90 11. એજન, લે. 101-114 12. ગુડશસ્ત્રપુર સ્થળનો હજી નિર્ણય થયે નથી, પરંતુ કથાસંદર્ભ ઉપરથી જણાય છે કે એ નગર ભરૂચથી બહુ દૂર નહોતું. 13. સાવરચસૂત્રવૂળિવૃત્તિ, પ્રમાવરિત'માં પાદલિપ્તસૂરિચરિત, ‘માલ્યાનમણિરા'માં “આયંખપુટચરિત 14. ઝમાવરિતમાં વિજયસિંહસૂરિચરિત', લો. 79 15. પ્રભાવક ચરિત-ભાષાંતરમાં “પ્રબંધ પર્યાલચન', પૃ. 38 16. આર્ય વજસ્વામીએ બીજા દુર્ભિક્ષની શરૂઆતમાં એક પર્વત પર જઈને અનશન કરી દેહત્યાગ કર્યો તે વખતે કે ત્યાં આવી પોતાના રથ સાથે પ્રદક્ષિણા કરી હતી અને એ કારણથી જ એ પર્વતનું નામ “રથાવર્ત ગિરિ” પડયું હતું. રાવર્ત પર્વત જૈનેનું એક પ્રસિદ્ધ તીર્થ હતું. આ પર્વત સંભવતઃ દક્ષિણ માળવામાં વિદિશા(ભીલસા)ની પાસે હતો. “આચારાંગ-નિયુકિતમાં પણ આને તીર્થ તરીકે ઉલ્લેખ થયો છે. હવે જે વજી સ્વામીના સ્વર્ગવાસ પછી જ આ નામ પ્રસિદ્ધિમાં આવ્યું હોય તો આનો અર્થ એટલો જ થાય કે આવો ઉલ્લેખ કરનારી “આચારાંગ-નિયુક્તિ”ની રચના વાસ્વામી પછી થઈ છે, અને જે “આચારાંગનિયુકિત’ને શ્રુતકેવલી ભદ્રબાહુકતૃક માનવામાં આવે તો “રથાવત એ નામ વજસ્વામીના સ્વર્ગવાસના સમયથી નહિ, પણ એ પૂર્વનું છે, એમ માનવું જોઈએ. - માવરિતના અનુવાદમાં જુઓ, 'પ્રબંધકર્યાલચન, પૃ. 17. વળી, આ રથાવત ગિરિ કુંજરાવર્ત ગિરિની પાસે આવેલ હતો. મળસમાધિ કરા (ગા. 467 થી 473) મુજબ-વજ સ્વામી પાંચા સાધુઓની સાથે રથાવત પર્વત પર આવ્યા હતા. ત્યાં એક ક્ષુલ્લક-નાના સાધુને મૂકીને તેઓ બીજા પર્વત ઉપર ગયા * હતા. ક્ષુલ્લકના કાળધર્મ પામ્યા પછી લોકપાલેએ રથમાં આવીને એમની શરીરપૂજા કરી હતી, આથી એ ગિરિ “રથાવર્ત ગિરિ' તરીકે લોકમાં પ્રસિદ્ધ થશે. બીજા પર્વત ઉપર વખસ્વામી મરણ પામ્યા. ઇદ્ર હાથી ઉપર આવીને એ સ્થાનની પ્રદક્ષિણા કરી ત્યારથી એ “ગિરિ “કુંજરાવત” તરીકે ઓળખાયો. Page #34 -------------------------------------------------------------------------- ________________ 514] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. 17. સવાર સૂત્ર–મનિસ્ટિીવ, પૃ. 395-96; સૂત્ર–સુવાધિ, પૃ. 513; વલ્પસૂત્ર-વિરાવર્ચી, પૃ. 170-71; વલ્પસૂત્ર-વીવ, પૃ. 151 18. પ્રમવરતના અનુવાદમાં જુઓ “પ્રબંધાર્યાલોચન, પૃ. 17. 19. પ્રતિષ્ઠાનના રાજા શાલિવાહને પોતાના પરાક્રમથી જ ધણા દેશને જીતી લઈ " પોતાના રાજવૈભવને સમૃદ્ધ કર્યો હતો. 20. સાવર-શૂળ, 2, પૃ. 200-1 21. Select Inscriptions, નં. 58, ટિપ્પણ 1 22. કસરુમતી નદી લાટમાં આસપાસના પ્રદેશમાં આવી હશે, એમાં પાણી રહેતું નહિ હોય અગર એનું પાણું સારું નહિ હોય. 23. વ્યવહારમાળું, ગા. પ૮, 59; વ્યવહારસૂત્ર-મિિરવૃત્તિ, વિભાગ 4, પેટા વિભાગ 2, પૃ. 14, 15 24. #ારવામાખ્ય. વળી, વાયુપુરાણ, રિંગપુરાણ વગેરેમાં પણ આ હકીક્ત પ્રકારાંતરે મળે છે. 25. દુર્ગાશંકર શાસ્ત્રી, “કૌવધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ,” પૃ. 43, 44 26. પ્રમવારિતમાં 5 મું પાદલિપ્તસૂરિચરિત': અવંધામાં 5 મો પાદલિપ્તસૂરિપ્રબંધ'; પુરાતન-પ્રવંધસંઘમાં 44 મો પાદલિપ્તસૂરિપ્રબંધ', પૃ. 92. એ ગ્રંથમાં 43 માં નાગાર્જુનપ્રબંધ'(પૃ. ૯૧)માં આ પ્રકારે થોડે ફેર છે : રાજપુત્ર રણસિંહની ભોપલા નામની પુત્રી ઉપર નાગરાજ વાસુકિને પ્રેમ થતાં નાગાર્જુનને જન્મ થયો. વાસુકિએ પુત્રસ્નેહવશ બધા પ્રકારની ઓષધિઓનાં પાંદડાં એને ખવડાવ્યાં. એના પ્રભાવથી એ બધી સિદ્ધિવાળે છે. પ્રતિષ્ઠાનપુરમાં શાલિવાહન રાજાના કલાગુરુ તરીકે એ નિયુક્ત થયો. વળી, રસસિદ્ધિ માટે પાદલિપ્તસૂરિએ સુચવેલા ઉપાય માટે નાગાજને પિતા વાસુકિને પાર્શ્વનાથપ્રતિમા મેળવવાના ઉપાય પૂછો. આ સિવાયની બીજી બધી હકીકતો શબ્દફેરથી સરખી છે. 27. જુઓ દેવર્ધિગણિ”. 28. “કહાવલી, પત્ર 298 29. વીરનિર્વાનસંવત ઔર જૈન વાના, પૃ. 11-111 30. એજન, પૃ. 104 31. એજન, પૃ. 110 Page #35 -------------------------------------------------------------------------- ________________ 4 થું] આનુશ્રુતિક વૃત્તાંત [515. 32. પ્રમાવરિતમાં “વૃદ્ધવાદિરિચરિત' 33. પ્રમવશ્વરિત 10, “મલવાદિસૂરિપ્રબંધ’ 34. એજન, દેવર્ધિગણિચરિત’ 35. વીરનિસંવત ઔર નેન ઝાના, પૃ. 112-117 36. પ્રમવારિતમાં અને પ્રવંધોમાં છવદેવ-રિચરિત' 37. દિગંબરાચાર્ય દેવસેનના ઉલેખ પ્રમાણે વીર નિ. સં. 606 (વિ. સં. ૧૩૬ઈ. સ. 80) અને શ્વેતાંબરીય ઉલેખ પ્રમાણે વીર. નિ. સં. 69 (વિ. સં. ૧૩૯)માં. દિગંબરમતની ઉત્પત્તિ થઈ હોય એમ જણાય છે. 38. પં. શ્રી કલ્યાણવિજયજીના કથન મુજબ ભેજક જ્ઞાતિનું હજી પણ આદરસૂચક વિશેષણ “ડાકોર” છે, એ સૂચવે છે કે પૂર્વે એ જ્ઞાતિ જાગીરદાર હશે એ નિશ્ચિત છે. એ લોકોનું પાલનપુરની આસપાસના પ્રદેશમાં ઢાગર પરગણામાં–જેમાં વાયડ પણ આવેલ છે ત્યાં - માન છે અને જૈનો ઉપર કેટલાક પરંપરાગત લાગી છે. આથી પણ એ લોકોને આ પ્રદેશમાં પૂર્વ અધિકાર અને વસવાટ હોવાનું જણાઈ આવે છે. - જ્યારથી એ લોકેએ વાયડ ખોયું ત્યારથી જ અધિક પરિચય અને સંબંધના કારણે. એમણે જન મંદિરની પૂજાભકિત કરવાનું શરૂ કર્યુ હશે અને જેનોએ એમને લાગા બાંધી આપ્યા હશે. દંતકથા પ્રમાણે એમને હેમચંદ્ર જન બનાવ્યાનું કે બીજી દંતકથા પ્રમાણે ખરતરગછીય જિનદત્તસૂરિએ જૈન ધર્મમાં લેવરાવ્યાનું અને જૈનોને ઘેર ભોજન કરવાથી ભેજક નામ પડવાનું કથન યથાર્થ જણાતું નથી, કારણ કે ભેજક” શબ્દ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના વખતમાં પણ પ્રચલિત હતો અને એને અર્થ પૂજક એ થતો હતો. આથી માનવાને કારણ મળે છે કે પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્ર અને જિનદત્તસૂરિની પહેલાં જ એ લોકોને વાયડગચ્છના જ કેઈ આચાર્યો જેન મંદિરોના પૂજક તરીકે કામ કરી લીધા હશે. અને એ આચાર્યનું નામ જિનદત્તસૂરિ પણું હોય તો નવાઈ નથી, કારણ કે વાયડ ગચ્છમાં દરેક ત્રીજા આચાર્યનું નામ “જિનદત્તસૂરિ' જ અપાતું હતું : “પ્રભાવક ચરિત્રઅનુવાદમાં “પ્રબંધાર્યાચન', પૃ. 4445 * 39. વ ત્વમણ, ગા. 3531, ટીકા ભા. 4, પૃ. 983; fથમાણ ગા. 1139; નિશMિ , ભા. 1, પૃ. 25 40. “વિવિધતીર્થકલ્પ' 10 માં “અરૂવાવવોધતીર્થકલ્પ' પૃ. 20; “પ્રમાવત' માં 6 ઠું ‘વિનસિરિરિત', બ્લો. 8-39, પૃ. 41 41. વિવિધતીર્થકલ્પ' માં 10 મો શરૂવાવો તીર્થના', પૃ. 20. 21. માનચરિતમાં ૬ઠ્ઠા ‘વિજયસૂરિચરિત'માં “ધનેશ્વરને બદલે “જિનદાસ” નામ છે અને કથામાં થોડો ઘણો ફેરફાર છે (શ્લ. 42-65, પૃ. 41). Page #36 -------------------------------------------------------------------------- ________________ [ પરિ . મૌર્યકાલથી ગુપ્તકાલ 42. मार्जारेभ्य इव क्षीरं सौगतेभ्यो व्यमोच्यत / अश्वावबोधतीर्थ श्रीभृगुकच्छपुरे हि यैः // 224 // -प्रभावकचरित, पादलिप्तसूरि प्रबंध 43. નિશીથજૂળ ભાષ્ય, ગા. 2330 ની ચૂર્ણિ, ભા. 3, પૃ. 479 44. ઉત્તરધ્યયન-નેમિચંદ્રસૂરિત્તિ, પૃ. 40-41, વંદારુવૃત્તિ', પૃ. 67, 69; વળી અન્ત પૃ. 15, 16; રથાનાં સૂત્ર-અમયમૂરિવૃત્તિ, પૃ. ૪૩૩–જૈન આગમ કે સાહિત્યમાં ગુજરાત૫, , 113-114 45. જુઓ “વૃત્રિપn.” 46. “દી -મધ્ય ગાથા. 4220-223, ટીકા, વિભાગ 4, ૫ત્ર 1144-46 : 47. જુઓ “મૂતતા .' 48. “વૃદ૫માણે ગા. 4214-4223, વિભાગ 4, પત્ર 963 46. एगेणं हत्थेणं हलं वाहेति, एक्केणं फलहीओ उप्पाडेइ / 50. “કાવારજૂળ, ઉત્તરભાગ, પૃ. 152, 153 51. વૃદત્પન્માષ્ય ગાથા 4915, વિભાગ 5, પત્ર 1315-16 પર રૂ 2 સમુદ્ત સોપાર નામ ન. ૩રરાધ્યયન-મિસ્ટિી , પૂ. 79. વળી જુઓ આચાર-ચૂર્ણિ, ઉત્તર ભાગ, પૃ. 152. 53. જુઓ “માસ્મિક મધ અને ફલહી મધું.” 54. જુઓ “આર્ય સમુદ્ર અને આર્ય મંગૂ.” 55. જુઓ “વજ સેનસૂરિ અને જિનદત્ત શ્રેષ્ઠી.” 56. સોપાર નીવત્તાનશ્રીત્રથમવતિ-વિવિધતીર્થમાં 5. નરશીतिमहातीर्थनामसंग्रहकल्प, 5. 85 57. જુઓ “આર્યસમુદ્ર અને આર્ય મંગૂ'. 58. નિશીથમાણ, ગા. 5133-34; નિશીથજૂff, ભા. 1, પૃ. 1020; વળી વૃ ૯૫-ક્ષેમોતિટી, ભા. 1, પૃ. 708 59. સાવરચવાનૂળ, પત્ર 540-41. આવી કથા વયુવકી, 5, 61-64 માં થોડા ફેરફારવાળી જોવા મળે છે. આ કથાથી વસુદંડીમાં બતાવેલા ફેરફારની આછી નોંધ આ પ્રકારે છે : Page #37 -------------------------------------------------------------------------- ________________ * 4 થું ] આનુશ્રુતિક વૃત્તાંત [ 517; કક્કાસના પિતાનું નામ ધનદ સુતાર હતું. (2) બાળપણમાં જ માતાપિતાનું મરણ થયું હતું. (3) “કેક્કાસ’ નામ પડવાનું કારણ એ હતું કે એ ખાંડણિયા પાસે બેસીને ડાંગરની ફૂસકી (કુકસ) ખાતો હતો. (4) કોકાસ યવન દેશમાં જઈને આ યંત્રવિધા શીખી લાવ્યો હતો. (5) એની માતૃભૂમિ તામ્રલિતિ હતી અને ત્યાં દુકાળ પડયો હતો. (6) આકાશગામી યંત્ર અને યંત્રમાં દોરીની. કરામત હતી. (7) કેકાસ અને રાજા એમ બે જણ હમેશાં ગગનવિહાર કરતા હતા. (8) પટરાણીની હઠના કારણે આપત્તિ આવી પડી. (9) કક્કાસે બીજા રાજાનો રથ તૈયાર કરી આપ્યો. (10) બે યાંત્રિક ઘોડાઓની રચના અને બે કુમારોનું ઉયન, (11) ચયંત્રની રચના અને એ દ્વારા બીજા કુમારોનો નાશ. (12) કોકાસને વધ. કરવામાં આવ્યો હતો. 60. ઝમાવરિત–વિજયસિંહરિચરિત’, લો. 90-110, પૃ. 44; અને વિવિધતીર્થaqમાં 61. અંબિકાદેવીક૯૫', પૃ. 107 - 61. સમાચાર –પૂર્વભાગ, પૃ. 7; વયસૂત્ર-સ્થિિરટી પૃ. 88; વિરોપાવરમાણે-કોરીયાચાર્ય , પૃ. 278, અનુયોrદ્વાર-રિમદીચા ઢી, પૃ. 18; . મનુયો દ્વાર-હેમચંદ્રીયા વત્તિ, પ્ર. 27 62. પ્રમવશ્વરિતના “અભયદેવસૂરિચરિતમાં આ પ્રકારે ફેરફાર છે : કાંતી નામની નગરીના રહેવાસી ધનેશ નામનો શ્રાવક સમુદ્રમાં પ્રવાસ કરી રહ્યો ત્યારે એક જગ્યાએ એનાં વહાણ દેવતાએ ખંભિત કરી દીધાં. શ્રાવક સમુદ્રાધિષ્ઠિત દેવતાની પૂજા કરી ત્યારે એણે કહ્યું કે “આ સ્થળે ત્રણ જિનપ્રતિમાઓ રહેલી છે તે કઢાવીને તું લઈ જા.” ધનેશે એ પ્રતિમાઓ કઢાવીને સાથે લીધી. એમાંની એક ચારૂપમાં, બીજી પાટણમાં આંબલીના ઝાડ નીચે આવેલા અરિષ્ટિનેમિના મંદિરમાં અને ત્રીજી સેઢી નદીના કાંઠે આવેલા સ્તંભનક-થાંભણ (ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં આવેલા ઉમરેઠ નામના ગામની પાસે આવેલા થામણ ) ગામમાંએમ ત્રણ ત્રણ સ્થળે પધરાવી (જએ લો. 138-142). 63-64. સંપુરામાગ્નિ , કૌમારિકાખંડ, 16-125 65. ખંભાતને ઇતિહાસ,” પૃ. 23 66. પુરાણોમાં ગુજરાત, પૃ. 213