________________ 4 થું]; અનુકૃતિક વૃત્તાંત [45 શાસ્ત્રાર્થ થયાં. છ મહિના સુધી અખંડ રીતે વાદ ચાલ્યા કર્યો. છેવટે બૌદ્ધ વાદી મલ મુનના પૂર્વપક્ષ યાદ ન રાખી શકવાથી હારી ગયે. નંદને એના પરિવાર સાથે ભરૂચમાંથી ચાલ્યા જવાને રાજા તરફથી હુકમ મળે. મલસરિને વાદી’ બિરુદથી અલંકૃત કરવામાં આવ્યા. ભરૂચના સંધે મલવાદિસૂરિનાં માતા દુર્લભદેવીને ભરૂચ બોલાવી લાવી એમનું બહુમાન કર્યું. આ. હેમચંદ્રસૂરિએ તેથી જ કહ્યું છે કે “અનુમાનિ તાIિ: –તાકામાં મલ્સવાદી સર્વોત્તમ છે.' મલવાદિરિએ જે દ્વાદશાનિયચક્ર' ગ્રંથ રચ્યો તે ઉપલબ્ધ થયો છે. પરંતુ એમનાં પદ્મચરિત” અને “સન્મતિટીકા' નામના ગ્રંથ હજી સુધી મળી આવ્યા નથી. મલ્લવાદિસૂરિના સત્તાકાળ વિશે “પ્રભાવચરિત'ના વિજયસિંહરિચરિત'માં આ પ્રકારે ઉલ્લેખ છે : श्रीवीरवत्सरादथ शताष्टके चतुरशीतिसंयुक्ते / जिग्ये च मल्लवादी बौद्धांस्तव्यन्तरांश्चापि // 83 // -મલવાદિસૂરિએ વીરનિર્વાણ સં. 884 ( વિ. સં. 414, ઈ. સ. ૩૫૭૫૮)માં બૌદ્ધ અને એમના વ્યંતરોને જીતી લીધા. જિયશરિએ પ્રમાણુશાસ્ત્રને એક ગ્રંથ રચ્યો તે અલ્લ રાજાની સભામાં કહી સંભળાવ્યો. વળી, એમણે “વિશ્રાંત-વિદ્યાધર વ્યાકરણ ઉપર ન્યાસગ્રંથની રચના કરી. યક્ષાચાર્યે ‘યક્ષસંહિતા' નામનો અષ્ટાંગ-નિમિત્તને ગ્રંથ રચ્યો હતો, પરંતુ આ બંનેના ગ્રંથ હજી સુધી મળી આવ્યા નથી. 13. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સૈારાષ્ટ્રના વલભીનગરમાં આગમોને પુસ્તકારૂઢ કરનારા દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના જીવન વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : - રાષ્ટ્રના વેરાવળ પાટણમાં રાજાના સેવક કામર્ધિ નામના ક્ષત્રિય અને એમની પત્ની કલાવતીના પુત્રપણે દેવધિને જન્મ થયો હતો. .