________________ છે કે | મોર્યકાલથી ગુપ્તકાલ પરિ. ( દેવર્ષિ ભણીગણી યૌવનાવસ્થામાં આવ્યા ત્યારે એને બે કન્યાઓ પર-ણાવવામાં આવી હતી. એને શિકારનો શોખ હોવાથી ઘણી વખત એ સાથી મિત્રોની સાથે જંગલમાં શિકાર કરવા જતા. ' દેવધિ પૂર્વભવમાં હરિણગમેલી નામે દેવ હતા, જેણે બ્રાહ્મણી દેવાનંદાના | ગર્ભને ક્ષત્રિયાણી ત્રિશલાના ઉદરમાં મૂક્યો હતો. એ દેવે સધર્મેદ્રને પોતાના અંતિમ સમયે જણાવ્યું હતું કે મારા સ્થાને જે ન હરિણગમેલી દેવ આવે તે હું જ્યાં જન્મ લઉં, ત્યાં મને પ્રતિબધ કરે એવી વ્યવસ્થા કરી આપો.' ઈદ્ર કહ્યું : “ખુશીથી, એવી વ્યવસ્થા થશે, પરંતુ તમારા દેવભવનની ભીંત ઉપર તમે એ નોંધ કરજે, જે વાંચીને એ દેવ તમને પ્રતિબોધ કરવા આવે' નવો દેવ આવ્યો, તેણે ભીંત ઉપર લખાયેલે આ લેક વાંચો : ___ स्वभित्तिलिखितं पत्रं मित्र ! त्वं सफलीकुरु / हरिणगमेषी वक्ति संसारं विषमं त्यज // ' હે મિત્ર ! પિતાની ભીંત ઉપર લખેલા પત્રને તું સફળ કરે, એમ હરિણગમેલી કહે છે અને કહે છે કે આ વિષમ સંસાર છોડી દે. આ લેખ મુજબ નવા હરિણગમેષીએ એક-બે પ્રયત્ન કર્યા છતાં દેવર્ધિ કશું સમજ્યા નહિ. છેવટે એણે ત્રીજો ઉપાય છે. દેવધેિ આ જ જંગલમાં શિકાર કરવા ગયા હતા. ત્યાં એણે પોતાની સંમુખ સિંહ, પાછળ ખાઈ, બંને બાજુએ દાંતવાળા બે સૂવર, નીચે ધરતીકંપ અને ઉપરથી પથ્થરના વરસાદનું ભયંકર દશ્ય જોયું. આ જોઈ એનાથી ચીસ પડાઈ ગઈ. “મને બચાવો, બચાવો.” દેવે એને ઉપાડીને લાહિત્યસૂરિ પાસે મૂકી દીધું. આચાર્યે એને દીક્ષા આપી. એ ભણીગણીને વિદ્વાન થયા. ઉપકેશગચ્છીય દેવગુપ્તસૂરિ પાસેથી એક પૂર્વ અર્થ સહિત અને બીજુ પૂર્વ મૂળ ભણીને “ક્ષમાશ્રમણ’ની ગ્યતા પ્રાપ્ત કરી. એમણે શંત્રુજય ઉપર જઈ કપર્દી, ગોમુખ યક્ષો અને ચકેશ્વરી દેવીની સાધના કરી, આગમોને પુસ્તકારૂઢ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વીર નિ. સં. 98 (વિ. સં. ૫૧૦-ઈ. સ. ૪૫૪)માં બધા સિદ્ધાંતગ્રંથ પુસ્તકારૂઢ કર્યા. એમણે “નંદિસૂત્ર”નામે સિદ્ધાંત-ગ્રંથ પણ રચ્યો છે.૩૪ : | દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં જૈન સિદ્ધાંતગ્રંથને પુસ્તકારૂઢ કર્યા, એ વિશે આ પ્રકારે અનુકૃતિ જાણવા મળે છે : : ' , ' , ' '