________________ આકૃતિક વૃત્તાંતો [ 507 ચાર શિષ્ય 1. નાગેંદ્ર, 2. ચંદ્ર, 3. નિત્કૃતિ અને 4. વિદ્યાધરના નામથી સાધુઓની ચાર શાખાઓ પ્રવર્તી હતી.૫૫ અહીંના જિનાલયમાં જીવંતસ્વામી ઋષભદેવની પ્રતિમા હોવાથી એ જેની તીર્થભૂમિ હતું.૫૬ વર્ણાશ્રમમાં નહિ માનનારા જૈન ધર્મના અનુયાયીઓમાં અહીંના વિકટિક (દારૂ ગાળનારા-કલાલ) અને શાકટિક (ખેડૂત) ગૃહસ્થની વાત જાણીતી છે. આ પ્રદેશમાં કલાલે પણ બીજાઓની સાથે ભેજન લઈ શકતા હતા.પ સોપારક દરિયાઈ બંદર હોવાથી વેપારનું મોટું મથક હતું. પરદેશથી કેટલાંય વહાણ માલ ભરીને રોજ આવતાં હતાં અને અહીંથી બીજા દેશમાં જતાં હતાં. “નિશીથચૂર્ણિ'માં ઉલ્લેખાયેલી એક અનુશ્રુતિ મુજબ-સોપારામાં વેપારીઓનાં પાંચસો કુટુંબ રહેતાં હતાં. ત્યાંના રાજાએ એમને કર માફ કર્યો હતો, પણ મંત્રીની સલાહથી રાજાએ એમની પાસેથી કરની માગણી કરી. પરંતુ “રાજાની માગણી સ્વીકારવાથી પુત્ર-પૌત્રોને પણ આ કર આપવો પડશે' એમ વિચારી વેપારીઓએ કર આપવાની ના પાડી. રાજાએ કહ્યું કે “કર આપવો ન હોય તો અગ્નિપ્રવેશ કરો.” આથી પાંચસોય વેપારીઓએ પોતાની પત્નીઓ સહિત અગ્નિપ્રવેશ કરી જીવનનો અંત આણે. - આ વેપારીઓએ પાંચસો શાલભંજિકાઓથી શોભતું એક સુંદર સભાગૃહ ત્યાં બનાવ્યું હતું કે જયાં વેપારીઓ સદા કરતા અને પારસ્પરિક વાંધાઓને નિકાલ કરતા.૫૮ અહીને પ્રસિદ્ધ શિલ્પી કોકાસ ઉજજૈનીમાં પોતાનું નસીબ અજમાવવા ગયો તેને વિશે “આવશ્યકચૂર્ણિ'માં આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે:૫૯ સોપારકમાં એક રથકાર-સુતાર રહેતો હતો. એની દાસીને બ્રાહ્મણથી એક પુત્ર છે. એ દાસચેટ ગુપ્તપણે રહેતો હતો. હું જીવીશ નહિ એવું વિચારી એ રથકાર પોતાના પુત્રોને પોતાની વિદ્યા શીખવવા લાગે, પણ પુત્રોની બુદ્ધિ મંદ હોવાથી તેઓ કંઈ પણ શીખ્યા નહિ. પેલા દાસચેટે થકારની બધી વિદ્યા સંપાદિત કરી. રથકાર મરણ પામ્યો. એ નગરના રાજાએ દાસચેટ(કક્કાસ)ને આખું ઘર આપી દીધું. એ કોકાસ ઘરનો માલિક બન્યો. એકદા સોપારલ્માં દુકાળ પડ્યો. કેકકાસ પિતાનું નસીબ અજમાવવા ઉજજેની ગયે. પોતાની જાણ કરવા એણે યાંત્રિક કબૂતરો દ્વારા રાજાના ગંધશાલિ (એક પ્રકારના સુગંધી ચોખા) ચણવા માંડ્યા. કોઠારીઓએ રાજાને ફરિયાદ કરી. તપાસ કરતાં કક્કાસ નજરે પડ્યો. એને રાજા પાસે લાવવામાં આવ્યું. રાજાએ એને ઓળખ્યો અને એના ભરણપોષણની વ્યવસ્થા કરી.