________________ 506] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. આવશ્યક-ચૂર્ણિમાં જણાવ્યું છે કે સોપારકનો સિંહગિરિ રાજા મલ્લોની સાઠમારી કરાવતો હતો અને જેને વિજય થાય તેને પુષ્કળ દ્રવ્ય આપતો હતો. પ્રતિવર્ષની સાઠમારીમાં ઉજજૈનીને અટ્ટણ મલ્લ વિજયચિહ્ન તરીકે પતાકા લઈ જતે હતો, આથી સિંહગિરિ રાજાએ એક માછીનું બળ પારખી એને મલ્લવિદ્યા શીખવા પ્રેરણું કરી મલ્લ બનાવ્યું. બીજે વર્ષે આ ભાસ્મિક મલે અણને હરાવી દીધો. પરાજયથી માનભંગ થયેલ અટ્ટણ સૌરાષ્ટ્રમાં કોઈ મલ્લ હોવાના સમચારથી સોપારકથી સીધો સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો, ત્યાં ભરુકચ્છમાં એક ખેડૂતને એક હાથે હળ ખેડતો અને બીજે હાથે ફલહી-કપાસ ચૂંટતે જે.૪૯ અણ સૌરાષ્ટ્ર ન જતાં આ ખેડૂતને લાલચ આપી ઉજજૈની લઈ ગયે અને એણે એને મલ્લવિદ્યા શીખવી. એ ફલહી મલ્લ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. એ બંને સાઠમારી પ્રસંગે સોપારા આવ્યા. માયિક મલ્લ સાથે ફલહી મલ્લનું યુદ્ધ થયું. ત્રીજે દિવસે ભાસ્મિક મલ્લ હાર્યો અને છેવટે મરણ પામ્યો.૫૦ 22. યંત્રપ્રતિમા “બૃહત્ક૫-ભાષ્ય માં યંત્રપ્રતિમા વિશે આ પ્રકારે માહિતી મળે છે: 51 આ. પાદલિપ્તસૂરિએ રાજાની બહેનના સમાન આકારની યાંત્રિક પ્રતિમા બનાવી હતી. એ પ્રતિમા હાલતી-ચાલતી, ઉમેષ-નિમેષ કરતી, હાથમાં પંખો લઈને આચાર્યની સંમુખ ઊભી રહેલી બતાવી હતી. બ્રાહ્મણોએ રાજાને ભ્રમમાં નાખી પાદલિપ્તસૂરિના ચારિત્ર્યમાં શંકા ઉપજાવી, તેથી આચાર્ય એ પ્રતિમાનાં યંત્ર વિખેરી નાખ્યાં. યવન દેશમાં આવાં સ્ત્રી-સ્વરૂપ પ્રચુર પ્રમાણમાં કરવામાં આવે છે. 23. પારક મુંબઈની ઉત્તરે થાણુ જિ૯લામાં સમુદ્રના કિનારે સોપારા નામનું નગર આવેલું છે.૫૨ અહીંના સિંહગિરિ રાજાને મલ્લવિદ્યાને ભારે શેખ હતો. પ્રતિવર્ષ એ મલ્લોની સાઠમારી કરાવતો. એણે જ અહીંના એક માછીને પોથી માસ્મિક માલ નામથી પ્રસિદ્ધિ અપાવી હતી.૫૩ સોપારક જૈન ધર્મનું કેદ્ર હતું. અહીં આર્ય સમુદ્ર, આર્ય મંગૂપ, અને આર્ય વજીસ્વામીના શિષ્ય વજસેનાચાર્ય આ નગરમાં આવ્યા હતા. વસેનાચાર્યના