________________ આકૃતિક વૃત્તાંતો પિ૦૫ 19. ભૂતતડાગ ભરુકચ્છથી ૧ર જન દૂર બંધાયેલા ભૂતતડાગ' વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : ભરુકચ્છના એક વાણિયાએ ઉજજૈનીના કુત્રિકાપણમાં જઈ ભૂતની માગણી કરી. એનું એણે દશ હજાર મૂલ્ય જણાવ્યું. વાણિયાએ એ રકમ ચૂકવી આપી. વેપારીએ શરત મૂકી કે “ભૂતને સતત કામ આપવું પડશે, નહિતર એ ખરીદનારને મારી નાખશે.' એ શરત મંજૂર રાખી વાણિયાએ ભૂત ખરીદ્યો. પછી તે વાણિ જે જે કામ બતાવતો તે બધાં ભૂત ક્ષણવારમાં પૂરાં કરી દેતો. એણે ભૂત પાસે એક સ્તંભ-થાંભલો તૈયાર કરાવ્યો. વાણિયાએ બીજા કામના અભાવમાં એ સ્તંભ ઉપર ચડવા-ઊતરવાનું કામ સોંપ્યું. પછી તો ભૂતે થાકીને પોતાની હાર કબૂલ કરી. આ પરાજયના ચિહ્નરૂપે ભૂતે વાણિયા આગળ એવી ઈચ્છા વ્યક્ત કરી કે “ઘોડા ઉપર સવારી કરીને ચાલતાં જ્યાં તું પાછું વાળીને જઈશ ત્યાં હું એક તળાવ બાંધી આપીશ.” * વાણિયાએ 12 યોજન દૂર જઈ પાછું વાળીને જોયું અને ભૂતે એ સ્થળે એ તળાવ બાંધ્યું, જે “ભૂતતડાગ' નામથી પ્રસિદ્ધિ પામ્યું. આ તળાવ ભરૂચની ઉત્તરમાં હતું. 20. કુત્રિકા પણ ભરૂચમાં કૃત્રિકા પણ હતું એ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : કુત્રિકા પણઃ કુત્રિક-ત્રણ ભુવન અને આપણ-દુકાનઃ અર્થાત્ ત્રણ ભુવનની ચેતન–અચેતન સર્વ વસ્તુઓ જ્યાં મળી શકે તેવી દુકાન. અવંતિજનપદ ઉપર રાજ્ય કરતા રાજા ચંડપ્રદ્યોતના સમયે ઉજજૈનીમાં 9 કુત્રિકા પણ હતાં. ભરૂચના એક વણિકે ઉજજયિનીના એક કુત્રિકાપણમાંથી દસ હજારની કિંમતે ભૂત ખરીદ્યો હતો, જેણે ભરૂચમાં ભૂતતડાગ બાંધ્યું હતું.૪૭ ભરૂચમાં પણ એક કુત્રિકા પણ હતું.૪૮ 22 માસ્મિક મલ અને ફલહી મલ્લા સોપારકને માયિક મલ અને ભરૂચના ફલહી મલ્લ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે :