________________ 508] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. કક્કાસે રાજાની આજ્ઞાથી ગરુડયંત્ર બનાવ્યું. રાજા રાણી અને આ કાકકાસ સાથે આકાશમાં વિહરવા લાગ્યાં. જે કોઈ રાજા એને નમતા નહિ. તેને એ કહે કે હું આકાશમાર્ગે આવીને તમને મારીશ, આથી બીકના માર્યા બધા રાજા એને વશ થયા હતા. ઉજજૈનના રાજાનું નામ હતું જિતશત્રુ, પણ તેલ વડે દાઝી જવાથી એ કાળો પડી જતાં કાગડાના વર્ણ જેવા લાગતાં લેકો એને “કાકવણ' નામથી ઓળખતા હતા. એ રાજાને બીજી રાણીઓ પણ હતી. પટરાણી જ્યારે ગરુડયંત્રમાં બેસી ફરવા જતી ત્યારે બીજી રાણીઓ પૂછતી : અમને બેસાડશે ? રાણએ એમની માગણને દાદ ન આપી ત્યારે એક રાણીએ, જ્યારે આ ગરયંત્ર ઊડવાની તૈયારી કરતું હતું ત્યારે, એના પાછા ફરવાની એક ખીલી કાઢી લીધી. ગરુડયંત્ર ઊડયું, પણ પાછા ફરવાનો વિચાર થયે ત્યારે ખબર પડી કે પેલી ખીલી નહોતી. આખરે એ ગરુડયંત્ર કલિંગ દેશમાં પહોંચ્યું અને જમીનથી થડે દૂર એની પાંખ ભાંગી જતાં એ ત્યાં પડયું. કફકાસ રાજા-રાણીને ત્યાં મૂકી નગરમાં ગયો. ત્યાંનો રથકાર રથ બનાવી રહ્યો હતો. એમાં એણે એક ચક્ર બનાવ્યું હતું અને બીજું અડધું ઘડ્યું હતું. કક્કાસે રથકાર પાસે એજાર માગ્યાં. રથકારે કહ્યું : “આ એજર તો રાજાનાં હોવાથી બહાર અપાતાં નથી, એટલે ઘેરથી મારાં ઓજાર લાવી આપું.' એમ કહી એ ગે. દરમ્યાન અહીં કક્કાસે એવું ચક્ર બનાવ્યું કે ઊંચું રખાયા તે ઉપર જાય, કોઈ સાથે અથડાય તે એ પાછું ફરે, અને પાછળ માં રહે તેમ રાખે તો પડે નહિ. આ રીતે ચક્ર બનાવીને કક્કાસ એને તપાસતો હતો, એવામાં પેલો રથકાર ત્યાં આવ્યો અને એણે જોયું તો ચક તૈયાર થઈ ગયું હતું. બહાનું કાઢી એ ત્યાંથી ગયો અને એણે રાજાને કહ્યું કે “કોક્કસ આવ્યો છે, જેના બળથી બધા રાજા વશમાં લેવાયા છે.' રાજાના હુકમથી કેકકાસને પકડવામાં આવ્યો. એને મારવામાં આવ્યો ત્યારે જ એણે કહ્યું કે કાકવણું અને એની રાણી અમુક જગ્યાએ છે. એ ઉપરથી રાજાએ કાકવણું અને એની રાણીને પકડી લીધાં અને એમને ભોજન આપવાની ના પાડી. નગરજનોએ અપયશની બીકથી કાકપિંડ પ્રવર્તાવ્યા, જેથી એ દ્વારા રાજા-રાણીને આહાર મળી શકે. રાજાએ કક્કાસને કહ્યું : “મારા પુત્ર માટે ચારે બાજુએ સાત માળને મહેલ લાવી શકું.' કક્કાસે એવો મહેલ બનાવી આપે.