________________ 510] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. વિસામો લેવા બેઠી. ક્ષુધાતુર બાળકે પાકેલી આમ્રવૃક્ષની લૂંબ માગી એટલે એણે એ આપી. નેમિનાથનું સ્મરણ કરી એણે બંને પુત્રો સાથે શિખર ઉપરથી ઝુંપાપાત કર્યો. એ દેવી બની. અંબાદેવીના ગયા પછી સમભટ્ટને ભારે પસ્તાવો થં. એ એની પાછળ ગિરનાર ગયો. અંબાદેવી અને બાળકોને મૃત સ્થિતિમાં જોયાં. એ પણ એક ભયાનક કુંડમાં પડ્યો. મરીને વ્યંતર-રૂપે એ દેવીના વાહનરૂપે સિંહનો. અવતાર પામ્યો.૬૦ 5. ગિરિનગર ગિરિનગરમાં એક અગ્નિપૂજક વણિક દર વર્ષે એક ઘરમાં રનો ભરીને પછી એ ઘર સળગાવી અગ્નિનું સંતર્પણ કરતો હતો. એક વાર એણે નિયમ મુજબ ઘર સળગાવ્યું, એ સમયે પવન ખૂબ ટૂંકાયો, તેથી આખું નગર બળી ગયું. બીજા એક નગરમાં એક વણિકે આ રીતે અગ્નિનું સંતર્પણ કરવાની તૈયારી કરી છે એમ ત્યાંના રાજાને ખબર પડી, આથી ગિરિનગરની આગનો પ્રસંગ યાદ કરીને એણે એનું સર્વસ્વ હરણ કરી લીધું. 61 26. સ્તંભનક સ્તંભતીર્થ અને સ્તંભનપુર અગર સ્તંભનકપુર એ બે નામ ઐતિહાસિક ગ્રંથમાં મળી આવે છે. સરખાં નામથી બંને એક હોય એવો આભાસ થાય છે, પરંતુ બંને નામેવાળાં ગામ જુદાં જુદાં છે. જૈન ગ્રંથોના આધારે પાર્શ્વનાથની મૂર્તિ આગળ સિદ્ધ નાગાર્જુને રસનું રતંભન કરવાથી સ્તંભનપુર-થાંભણ ગામ શેઢી નદીના કિનારે વસ્યું એવી અનુશ્રુતિ જાણવા મળે છે. સિદ્ધ નાગાને ગુરુ પાદલિપ્તસૂરિ પાસેથી કોટિવેધી રસ સિદ્ધ કરવાનો ઉપાય પૂછતાં આચાર્યશ્રીએ જણાવ્યું કે “પ્રતાપશાલી પાર્શ્વનાથની પ્રતિમા સંમુખ સુલક્ષણી પદ્મિની સ્ત્રી જે દિવ્ય ઔષધિના રસથી શુદ્ધ કરેલા પારાનું ખેલમાં મર્દન કરે તો કોટિવેધી રસ ઉત્પન્ન થાય.” નાગાર્જુને એવી પાર્શ્વનાથની પ્રતિમા મેળવવા એના પિતા વાસુકિ પાસેથી માહિતી મેળવી. અસલ દ્વારિકામાં સમુદ્રવિજય રાજાએ પાર્શ્વનાથની ભરાવેલી અનુપમ પ્રતિમા પણ દ્વારકા સમુદ્રમાં ડૂબી જતાં સાથે ડૂબી ગઈ હતી. કાંતિપુરના ધનપતિ નામના શેઠે વેપારાર્થે પોતાના વહાણને સમુદ્રમાર્ગે લઈ જતાં દેવી