________________ 4 થું] આનુશ્રુતિક વૃત્તાતા [511 સૂચનથી એ પ્રતિમા બહાર કાઢી કાંતીપુરમાં ભવ્ય જિનાલય બંધાવી એમાં એને પ્રતિષ્ઠિત કરી હતી. 2 નાગાર્જુન એ શેઠને ત્યાં કપટી સેવક બનીને કાંતીપુરમાંથી એ પ્રતિમાને આકાશમાગે ઉડાડી લાવ્યો અને શેઢી નદીના કાંઠે એક સુંદર જગ્યામાં એને સ્થાપિત કરી. હવે પદ્મિની સ્ત્રી માટે એણે માહિતી મેળવી કે પ્રતિષ્ઠાનના રાજા શાલિવાહનને ચંદ્રલેખા નામે સુલક્ષણી પદ્મિની સ્ત્રી હતી. એટલે નાગાર્જુને ત્યાં થોડો સમયે રાજસેવક બની ચંદ્રલેખાનું હરણ કર્યું અને આકાશમાર્ગે એને શેઢી નદીના કાંઠે લઈ આવ્યા. ભયભીત રાણીને નાગાર્જુને સાચી હકીકત સમજાવી. આ રીતે એ જ રાણીને લાવતા અને દિવસ થતાં એના મહેલમાં મૂકી આવતા. એ મૂર્તિ અને રાણીની સહાયથી એણે કટિવેધી રસ સિદ્ધ કરવા પારાનું સ્તંભન કર્યું અને સિદ્ધિ મેળવી. એ જગ્યાએ નાગાર્જુને સ્તંભનપુર અગર સ્તંભનકપુર (થાંભણ-થામણા : ઉમરેઠ પાસે, જિ. ખેડા ) ગામ વસાવ્યું. 27. સ્તંભતીર્થ આજે ખંભાત નામથી ઓળખાતા નગર સ્તંભતીર્થ વિશે જૈન તેમજ બ્રાહ્મણ ગ્રંથોમાં વિવિધ અનુશ્રુતિઓ સંઘરાયેલી જાણવા મળે છે. સં. 1368 માં સ્તંભનકની પાર્શ્વનાથ પ્રતિમાને ખંભાત લાવવામાં આવી તેથી એ ગામ સ્તંભપુર નામથી ખ્યાતિ પામ્યું. | ‘કંદપુરાણની અંતર્ગત ગુજરાતનાં અનેક તીર્થક્ષેત્રોને લગતા ખંડ છે તેઓમાં માહેશ્વરખંડમાંના કૌમારિકાખંડમાં મહીસાગરસંગમક્ષેત્રનાં તીર્થ વર્ણવ્યાં છે. મહીનદીના કાંઠે મહી સાગરને મળે છે ત્યાં સાત કોશ (ગાઉ) પ્રમાણનું મહીસાગર–સંગમક્ષેત્ર છે. એનું બીજું નામ ગુપ્તક્ષેત્ર પણ છે. કાર્તિકેયે આ (ખંભાતના) સ્થળે તારકાસુર દૈત્યને મારી ત્યાં વિજયસ્તંભ રોપો અને સ્તંભેશ્વર શિવલિંગનું સ્થાપન કર્યું એટલે એ સ્થળનું નામ “સ્તંભતીર્થ' થયું. બીજે સ્થળે એમ કહ્યું છે કે મહીસાગર-સંગમક્ષેત્રે બ્રહ્માની સભામાં સ્તંભ (ગર્વ કર્યો તેથી એનું નામ સ્તંભતીર્થ' પડ્યું.૧૪ શ્રી. રત્નમણિરાવ જેટ “ખંભાતનો ઇતિહાસ”માં “ખંભાત' નામ “કંભતીર્થ” માંથી નીકળ્યું છે એ મત રજૂ કરતાં કહે છે: “ઝંભ એ વૈદિક દેવ છે અને એને