SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 512] મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. આ કિનારે શૈવ મતોનું ખાસ સ્થાન હતો અને લિંગપૂજાને આ કિનારા ઉપર આરંભ થયે, એમ માનવાને કારણે છે. સ્કંભને ખંભાકાર શિવલિંગમાં અધ્યારે થયો છે અને એને પુરાણો અને સૈવાગમ લિંગભવ મૂર્તિને નામે પાછળથી જાણવા લાગ્યાં અને આવા પ્રકારના લિંગના માહાસ્યને લીધે “કંભતીર્થ ઉપરથી ખંભાયત’ નામ પડયું છે, જેને આપણે “ખંભાત” એવા ટૂંકા નામથી શ્રી. ઉમાશંકર જોશી શ્રી. જોટને ઉપર્યુક્ત મત રજૂ કરી નિષ્કર્ષ કાઢતાં કહે છે: “ખંભાત નામ ખંભતીર્થ ઉપરથી આવ્યું હોય તો પણ એને લિંગપૂજા સાથે અને એ પણ ઐતિહાસિક કાળમાં સંબંધ હશે એમ નિશ્ચયપૂર્વક કહેવું મુશ્કેલ છે.”૬૬ પાદટીપ 1. નંદ્રિસૂત્રની સ્થવિરાવલી ગાથા 27, 28 2. વ્યવહારસૂત્ર-મચરિટી, ઉદ્દેશ 6, પૃ. 44 3. વારમાં ખ્ય ઉ. 6, ગા. 241 થી 246; એ. મ રિટી, ઉ. 6, પૃ. 43, 44. 4. શ્રાવેતિ માત્ર ના ટીકાકાર દેવેંદ્રસૂરિ વંદારુવૃત્તિ, પૃ. ૯ર માં અને રત્નશેખરસૂરિ ટીકા, પૃ. 192 માં એક બીજા આર્ય મંગૂનો “મથુરા-મં” નામથી ઉલેખ કરે છે, પરંતુ નિશીથવૂળ (ભા. 3, પૃ. 50-51), ભાવારસૂળિ (ઉત્તરભાગ, પૃ. 80,) અને વૃદ૫-મિિરટીવ (પૃ. 44) બંને આર્ય મંગૂઓને એક માની વૃત્તાંતા આપે છે: એક વાર આર્ચ મંગુ મથુરા ગયા ત્યારે શ્રાવકે રોજ પુણ્ય ભાવનાથી સ્વાદિષ્ઠ આહાર વહોરાવવા લાગ્યા. બીજા સાધુઓ તો ચાલ્યા ગયા, પણ આર્ય મંગૂએ જીભની લાલચથી ત્યાં સ્થિર વાસ કર્યો. તેઓ આલોચના કર્યા વિના કાળધર્મ પામી, મથુરામાં ચક્ષપણે ઉત્પન્ન થયા. પિતાને પૂર્વભવ જોઈ, પિતાની થયેલી ભૂલ સમજી એમના શિષ્ય આની રસમૃદ્ધિમાં ફસાય નહિ એ માટે ઉપાય , શિષ્યો જ્યારે નગર બહાર ઠલે જઈ પાછા આવતા ત્યારે એ ત્યાં સ્થાપિત કરેલી પ્રતિમામાં પ્રવેશ કરી જીભ લાંબી કરીને બહાર કાઢી રાખતા. મુનિઓએ આમ કરવાનું કારણ પૂછતાં પોતાના પૂર્વભવ અને રસલોલુપતાના કટુ પરિણામની વાત કહી સંભળાવતા. 5. ગૃ પમધ્ય, ગા. 344, વિભાગ 1, પત્ર 44, 45
SR No.249680
Book TitleAanushrutik Vruttanto
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages37
LanguageGujarati
ClassificationArticle
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy