________________ મૌર્ય કાલથી ગુપતકાલ [પાર. બ્રાહ્મણોએ ઉપર્યુક્ત શરતો કબૂલ કરી ત્યારે છવદેવસૂરિએ એકાંત સ્થાનમાં જઈ પોતાના પ્રાણ ખેંચી ગાયના શરીરમાં પ્રવેશ કરાવ્યા. ગાય ઊઠીને બહાર ગઈ કે તરત આચાર્યો પોતાના પ્રાણ સંકેલી લીધા. આ પ્રસંગ પછી જેને અને બ્રાહ્મણે વચ્ચે કદી કલેશ થયે નહિ. છવદેવસૂરિએ મરણ નિકટ જાણી ગની વ્યવસ્થા કરી, અનશનપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કર્યું. - આચાર્યના સ્વર્ગવાસ સમયે જ પેલા યોગીને આચાર્ય મહાત કર્યો હતો તે વાયડમાં આવ્યો અને મૃતક જયદેવસૂરિનું મોં જોવા એણે વિનંતી કરી, કેમકે છવદેવનું કપાલ એક ખંડનું હોવાથી એને એ લેવું હતું, પરંતુ આચાર્યો અગાઉ આપેલી સલાહ મુજબ એ કપાલ ગણવચ્છેદકે ફોડી નાખ્યું હતું તેથી એ ગીને ઇરાદો બર ન આવ્યો. એણે નિરાશ વદને જણાવ્યું: ‘વિક્રમાદિત્ય અને આ આચાર્યને એક–ખંડ કપાલ હતું, જે એક ભાગ્યશાળી માનવીનું લક્ષણ ગણાય છે. એ પછી યોગીએ આચાર્યના અગ્નિસંસ્કારવિધિમાં ભાગ લીધે પં. શ્રી કલ્યાણવિજયજી છવદેવસૂરિના સમય વિશે “પ્રબંધાર્યાલચન(પૃ. ૩૪)માં નેધ કરે છે: “વિક્રમાદિત્યના મંત્રી લીબાએ વાયડમાં રમૈત્યને ઉદ્ધાર કરાવ્યાનો અને વિક્રમ સંવત 7 માં છવદેવસૂરિએ એની પ્રતિષ્ઠા કરાવ્યાનો પ્રબંધમાં ઉલ્લેખ છે અને આ ઉપરથી છવદેવસૂરિ વિક્રમાદિત્યના સમકાલીન હતા એમ માનવાને કારણે મળે છે, પણ વાસ્તવમાં એ આચાર્ય એટલા બધા પ્રાચીન નહોતા એમ પ્રબંધની કેટલીક વાતો ઉપરથી સિદ્ધ થાય છે. પહેલી વાત તો એ જ છે કે દેવ પ્રથમ શ્રુતકીર્તિના શિષ્ય સુવર્ણકાતિ નામે દિગંબર મુનિ હતા એમ પ્રબંધકારે જણાવ્યું છે, શ્રુતકીર્તિ ક્યારે થયા એ આપણે જાણતા નથી, છતાં બંને સંપ્રદાયના લેખ ઉપરથી એટલું તો નિશ્ચિત છે કે વિક્રમની બીજી શતાબ્દીમાં દિગંબર અને શ્વેતાંબરની પરંપરાઓ જુદી પડી હતી.૩૭ આ સ્થિતિમાં છવદેવને પ્રથમાવસ્થામાં દિગંબર માનીને એમને વિક્રમદિત્યના સમકાલીન માનવા યુક્તિસંગત નથી.' છેવટે તે નિર્ણય કરતાં જણાવે છે કે પ્રસ્તુત પ્રબંધના ચરિતનાયક છવદેવસૂરિ પ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયના નહિ, પણ એ સમયથી લગભગ 500-600 વર્ષ પછીના પુરુષ હતા. લટલ શેઠ દ્વારા જે બ્રાહ્મણોએ જૈનોની સાથે શરત કરેલી તે બ્રાહ્મણો કાલાંતરે સત્તાહીન અને જાગીરહીન થઈ જતાં જૈનેના આશ્રિત ભોજકે થયા હતા એમ હું માનું છું. 36