________________ 46] આનુશ્રુતક વૃત્તાંત [501'. 15. લાટાચાર્ય લાટ દેશના આચાર્ય કે લાટાચાર્ય નામથી પ્રસિદ્ધ આચાર્ય વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : જૈન મુનિઓ પોતાને રહેવા માટે મકાન આપનાર ગૃહસ્થને “શય્યાતર' કહે છે. શયાતરના ઘરનાં આહાર-પાણી તેઓ લેતા નથી. એક જ ગુરુના શિષ્યો જગ્યાની સંકડાશને લીધે જુદા જુદા ગૃહસ્થાના મકાનમાં રહે ત્યારે શય્યાતર કેને માનવો, એને ખુલાસે એવો મળે છે કે અમુક સંયોગોમાં દરેક મકાનના માલિક શય્યાતર મનાય અને અમુક સંયોગોમાં મૂળ ઉપાશ્રયને માલિક જ શય્યાતર મનાય. આ બાબતમાં લાટાચાર્યનો મત એવો છે કે જે મકાનમાં સકલ ગચ્છના છત્રરૂપ આચાર્ય રહેતા હોય તેને માલિક શય્યાતર મનાય, બીજાં મકાનના માલિકને શય્યાતર માનવા નહિ.૩૯ પ્રસિદ્ધ યોતિષી વરાહમિહિરે પોતાની ગ્રંથરચનામાં સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્યભટ્ટ, પ્રદ્યુમ્ન, વિજયનંદિ નામોની સાથોસાથ લાટાચાર્યને પણ આધારભૂત . પ્રમાણુ માન્યા છે. 11. અધાવબોધતીર્થ અધાવબોધતીર્થ ભરૂચ નગરમાં હતું, એ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : ભૃગુપુર(ભરૂચ)માં જિતશત્રુ રાજાએ અશ્વમેધ યજ્ઞ કરવાને આરંભ કર્યો. એમાં છેલ્લા દિવસે હેમવા માટે એક જાતિમાન ઘડાને લાવવામાં આવ્યો. રેવા નદીનાં દર્શનથી એ ઘેડાને જાતિસ્મરણ જ્ઞાન થયું. વીસમા તીર્થંકર મુનિ સુવ્રતસ્વામી પૂર્વભવના મિત્ર એ અશ્વને પ્રતિબોધ કરવા પ્રતિષ્ઠાનપુર(પૈઠણ)થી 120 ગાઉનો ઉગ્ર વિહાર કરી ભરૂચમાં આવ્યા. જિતશત્રુ રાજા એ અશ્વની સાથે ભગવંતને વંદન કરવા આવ્યો, રાજવીએ યજ્ઞનું ફળ પૂછ્યું. ભગવતે પ્રાણીને વધથી નરકનું ફળ બતાવ્યું. એ સમયે પેલા અશ્વને આંખમાં આંસુ આવ્યાં. રાજાએ કારણ પૂછતાં ભગવતે એને પૂર્વભવ કહેવા માંડ્યોઃ ચંપાનગરીમાં સુરસિદ્ધ નામે રાજા હતા તેને અતિસાર નામે પરમ મિત્ર હતો. સુરસિદ્ધ દીક્ષા લીધી. એ કાળંધર્મ પામી દેવ થયો. ત્યાંથી એવી તીર્થ કરરૂપે મારે અવતાર થશે.