________________ પ૦૨ ] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિણ અતિસાર બીજા ભવમાં સાગરદત્ત નામે સાર્થવાહ થશે. એ મિયાદષ્ટિ હોવા છતાં વિનીત હતો. એણે એક શિવાલય બંધાવ્યું હતું. એક વેળા જિનધર્મ નામના શ્રાવક મિત્ર સાથે એ એક જૈનાચાર્ય પાસે ગયો. એમણે જિનાલય બંધાવવાથી થતા પુણ્ય વિશે ઉપદેશ આપે. એ ઉપદેશથી એણે સુવર્ણમય જિનપ્રતિમા બનાવી અને એ ત્રણે કાળ એની પૂજા કરતો હતો. ઉત્તરાયણના દિવસે લિંગપૂરણ પર્વ ઉજવાતું. એ દિવસે સાગરદત્ત એના શિવાલયમાં ગયો. ત્યાં જટિલ તાપસોએ ઘીની લિંગપ્રતિમા બનાવી. ઘીના કારણે અનેક કીડીઓ ત્યાં આવી. જટિલ તાપસીએ એને નિર્દય રીતે કચડી નાખી. આ જોઈ સાગરદત્તે એમના ધર્મની નિંદા કરી. જટિલોએ એનો ભારે તિરસ્કાર કર્યો. એ દિવસથી એ સાર્થવાહ પણ બની ધર્મવિમુખ થયો, આથી એણે તિયચનું આયુધ બાંધ્યું ને એનો બીજા ભવમાં અશ્વરૂપે અવતાર થયે. એને ઉપદેશ આપવા હું અહીં આવ્યો છું. છ મહિના પછી એ અશ્વ મરણ પામી દેવ થયો. અવધિજ્ઞાનથી પોતાને પૂર્વભવ જોઈ એણે ભૃગુપુરમાં રત્નમય જિનાલય બંધાવ્યું. એમાં મૂળનાયક તરીકે મુનિ સુવ્રતસ્વામી અને અશ્વની પ્રતિમા સ્થાપન કરી તેથી આ તીર્થનું નામ “અશ્વાવબોધતીર્થ” પડયું 40 17. શકુનિકાવિહાર ભરૂચમાં આવેલું અધાવબોધતીર્થ “શકુનિકાવિહાર' નામથી પ્રસિદ્ધિ પામ્યું એ વિશેની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે: સિંહલદીપના સિંહપુર નામે નગરમાં ચંદ્રગુપ્ત રાજા અને ચંદ્રલેખા નામે રાણુને સાત પુત્રો ઉપર સુદર્શના નામે પુત્રી જન્મી. એ વિદ્યા અને કલાઓ ભણી યુવાવસ્થામાં આવી. એકદા ધનેશ્વર નામનો સાર્થવાહ ભરૂચથી કેટલાંક વહાણોમાં કરિયાણું ભરીને સિંહલદ્વીપ ઊતર્યો અને રાજા પાસે આવ્યો. રાજકન્યા સુદર્શના રાજા પાસે બેઠી હતી. સુંઠ, મરી વગેરેના નમૂના બતાવતાં ધનેશ્વરને છીંક આવી ત્યાં એ “નમો અરિહંતાણું” પદ બો. આ પદ સાંભળી સુર્દશનાને મૂછ આવી ગઈ રાજા તે વાણિયા ઉપર રોષે ભરાયો. સુર્દશનને ચેતના આવતાં એણે જાતિસ્મરણજ્ઞાનથી “ધનેશ્વર તો મારો ધર્મબંધુ છે' એમ કહી એને છોડાવ્યો. રાજાએ કારણ પૂછતાં સુદર્શના પિતાને પૂર્વભવ કહેવા લાગી :