________________ અનુકૃતિક વૃત્તા [57 હું પૂર્વભવમાં ભરૂચમાં નર્મદાના કાંઠે રહેતા એક વડલા ઉપર સમડી-રૂપે રહેતી હતી. વર્ષાકાળમાં સાત દિવસ સુધી એકધારી વર્ષા થઈ. આઠમા દિવસે ભૂખથી ઊડતી ઊડતી એક શિકારીને ઘરના આંગણેથી માંસનો ટુકડો લઈ હું ઊડી. શિકારી બાણ લઈ મારી પાછળ પડ્યો. એણે મને બાણથી વીંધી નાખી. કરુણ રુદન કરતી, આકુળવ્યાકુળ થતી એવી મારા ઉપર એક જૈન સાધુએ પાણી સીંચ્યું. મરતાં મરતાં મને એમણે નવકારમંત્ર સંભળાવ્યો. મરીને હું તમારી પુત્રી સુદર્શનારૂપે અવતરી. ધનેશ્વરે “નમો અરિહંતાણં' પદ બોલતાં એ નવકારના સ્મરણથી મને જાતિસ્મરણ-જ્ઞાન થયું.” પછી એ સુદના માતા-પિતાની અનુજ્ઞા લઈ પોતાનાં અનેક વહાણોમાં કિંમતી દ્રવ્યો અને ખાનપાનની વિવિધ સામગ્રી ભરી દાસ, દાસી, નેકરોના પરિવાર સહિત ધનેશ્વર સાર્થવાહની સાથે ભરૂચ બંદરે ઊતરી. ધનેશ્વરે ત્યાંના રાજાને રાજકન્યા સુદર્શનાના આગમનને સંદેશ મોકલે. રાજા પોતાના પરિવાર સાથે એ રાજકન્યાનું સ્વાગત કરવા બેટાં સાથે સામે આવ્યો. રાજાએ એને પ્રવેશોત્સવ કર્યો. સુદર્શનાએ અશ્વાવલતીર્થનાં દર્શન, વંદન, પૂજન કર્યા, તીર્થમાં ઉપવાસ કર્યો. રાજાએ આવી ધાર્મિક વૃત્તિની રાજકન્યા માટે ઘણી બધી અનુકૂળતાએ કરી આપી. , એક દિવસે સુદર્શના ભરૂચમાં આવેલા (ભાનુ અને ભૂપણ નામના) મૃતધર પાસે જઈ વંદન કરી, વિનીત ભાવે પૂછવા લાગી : “ભગવાન ! કયા કર્મને કારણે હું પૂર્વભવમાં સમડી હતી ? ' આચાર્ય ઉત્તર આપ્યો કે વૈતાઢ્યા પર્વતમાં આવેલી સુરમ્યા નગરીમાં શંખ રાજાની તું વિજયા નામે પુત્રી હતી. માહિબ ગામ જતાં તે નદીકિનારે કુટ સર્પ જે. રોષવશ તે એને મારી નાખે. પછી નદીકાંઠે રહેલા એક જિનાલયમાં તે ભગવંતની પ્રતિમાને ભક્તિથી વંદન કર્યું. ચૈત્યથી બહાર નીકળતાં વિહારથી થાકી ગયેલાં એક સાધ્વીની તે સેવા-સુશ્રુષા કરી. : “એ કુકુટ સર્પ મરીને શિકારી થયે અને તું બીજા ભવમાં સમડી થઈ પૂર્વભવના વેરથી એણે તને બાણથી વીંધી નાખો. હવે તું જિનોપદિષ્ટ દાન વગેરે ધર્મકાર્યો કર.' 2Lii