________________ 4 થ] આકૃતિક વૃત્તાંત [499 કઈ યોગીએ છવદેવસૂરિના શિષ્યની વાચા બંધ કરી દીધી હતી અને એક વાર એમના સમુદાયની સાથ્વી ઉપર યોગચૂર્ણ નાખી પરવશ કરી હતી, પરંતુ આચાર્યે પોતાની અપૂર્વશક્તિથી બંને પ્રસંગોમાં યોગીને પરાજય કરી એને યોગ્ય શિક્ષા કરી હતી. આ આચાર્યના સમયમાં ઉજનમાં વિક્રમાદિત્ય રાજા રાજ્ય કર્તા હતો. એણે સંવત્સર ચલાવવા માટે પૃથ્વીનું ઋણ ચૂકવવા દેશદેશ પોતાના મંત્રીઓને મોકલ્યા હતા. તેમાંનો લીંબા નામનો પ્રધાન વાયડ આવ્યો. એણે અહીંના મહાવીરમદિરને જીણું જોઈ એનો ઉદ્ધાર કરાવ્યો અને એના ધ્વજ-દંડની પ્રતિષ્ઠા વિ. સં. 7 માં છવદેવસૂરિના હાથે કરાવી. વાયડમાં લટલ શેડ જ્યારથી જૈનધર્મી બન્યા ત્યારથી જ વાયડના બ્રાહ્મણ એમના ઉપર અને છવદેવસૂરિ ઉપર દ્વેષભાવ રાખવા લાગ્યા હતા. પરિણામે એક વાર એક મૃતપ્રાય ગાય છવદેવસૂરિ–અધીનસ્થ મહાવીરચૈત્યમાં વાળી દીધી. સવારે જ્યારે સાધુઓએ જોયું તે મંદિરના મંડપમાં જ ગાય મરેલી હાલતમાં પડી હતી, એટલે જીવદેવસૂરિએ એકાંત સ્થાનમાં બેસીને પિતે સિદ્ધ કરેલી પરકાયપ્રવેશિની વિદ્યાર્થી પોતાના પ્રાણ બહાર કાઢી ગાયના શરીરમાં પ્રવેશ કરાવ્યા. આથી ગાય ત્યાંથી ઊઠીને બ્રહ્માના મંદિરમાં ગર્ભગૃહમાં જઈને પૈસી ગઈ ને નિશ્ચતન થઈ ઢળી પડી. પૂજારીએ આ ચમત્કાર-ભરી ઘટનાની વાત બ્રાહ્મણોને કહી. ઉત્પાત જેવી ઘટનાથી બ્રાહ્મણો વિચારમાં પડી ગયા. એમને જણાયું કે ગઈ કાલે કેટલાક યુવકોએ જૈનોને ક્યા એનું આ પરિણામ છે. વિચારશીલ બ્રાહ્મણો છવદેવસૂરિ પાસે આવી આજીજી કરતા કહેવા લાગ્યા : ગુરુદેવ ! આ ગાય જીવતી ઊઠીને બહાર જાય એવો ઉપાય કરો.” પરંતુ આચાર્યશ્રીએ એમની વિનંતી ઉપર ધ્યાન ન આપ્યું. એમણે પાસે બેઠેલા લલ શેડને વીનન્યા કે “આચાર્યશ્રીને કહીને અમને આ સંકટમાથી બચાવી દે.” લલ શેઠ તે આ બધું જાણતા હતા એટલે બ્રાહ્મણોને ઠપકો આપી કહ્યું કે “તમારે આ સંકટમાંથી તમારે ઉદ્ધાર કરે હોય તો જેને સાથે સુલેહનામું થઈ શકે તેવી આ શરતો કબૂલ કરવી પડશે. જુઓ, જેનો વાયડમાં ગમે તે ધાર્મિક ઉત્સવો ઉજવે એમાં કોઈએ કોઈ પ્રકારનું વિન ઊભું ન કરવું. વાયમાં જે કંઈ ધાર્મિક કાર્યવ્યવસ્થા થાય તેમાં મહાવીરના સાધુઓને ભાગ પહેલે રહેશે. છવદેવસૂરિની ગાદીએ જે આચાર્ય બેસે તેમને સુવર્ણ યુપવીત પહેરાવીને બ્રહ્માના મંદિરમાં પટ્ટાભિષેક કરવો. . .