SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 4 થું ] અનુકૃતિક વૃત્તાતો [485. ગયો. રાજાએ જાણ્યું કે આ કોઈ વિદ્યાસિદ્ધ પુરુષ લાગે છે તેથી એ રાજા આચાર્ય પાસે આવી માફી માગી કરગરવા લાગ્યા. આચાર્ય ઊઠયા. એમણે યક્ષ અને બીજી મૂર્તિઓને પોતાની પાછળ આવવા આજ્ઞા કરી એટલે એ બધી ચાલવા લાગી. પાષાણુની બે મોટી મૂંડીઓ પણ એ રીતે પાછળ ચલાવી. ગામના સીમાડે આવીને યક્ષ અને બીજા વ્યંતર દેવોને મુક્ત કર્યા એટલે એ મૂર્તિઓ પોતાને સ્થાને ચાલી ગઈ, પરંતુ બે હૂંડીઓને ત્યાં જ રહેવા દીધી. આ તરફ ભરૂચથી સમાચાર આવ્યા કે એમનો ભાણેજ શિષ્ય ભુવન મુનિ વિદ્યાપ્રભાવથી શ્રાવકોને ઘેરથી સ્વાદિષ્ઠ આહાર પાત્રોમાં ભરાવી, આકાશમાર્ગે ઉડાડી મગાવી જમે છે, અને એ બૌદ્ધ લેકે સાથે ભળી ગયો છે. આ સાંભળી આચાર્ય તાબડતોબ ભરૂચ આવ્યા. આચાર્યે પેલાં ઊડતાં પાત્રોની આગળ શિલા ગોઠવી એટલે બધાં પાત્ર, એની સાથે અથડાઈને ભૂક થઈ ગયાં, તેથી આચાર્ય આવ્યાનું જાણું શિષ્ય કરીને ત્યાંથી નાસી ગયો. પછી તો આચાર્ય બૌદ્ધો પાસે ગયા. બૌદ્ધોએ એમને કહ્યું કે ભગવાન બુદ્ધને ચરણે પડે.' ત્યારે આચાર્યો બુદ્ધમૂર્તિને ઉદ્દેશી કહ્યું : 'આવ, વત્સ ! શુદ્ધોંદનસુત ! મને વંદન કર.” એટલે બુદ્ધમૂર્તિએ આચાર્યના પગમાં પડી નમસ્કાર કર્યા. ત્યાં દ્વાર આગળ એક સ્તૂપ હતો તેને પણ પગે પડવા આજ્ઞા કરી, ત્યારે એ નમી પડો. પછી બુદ્ધની મૂર્તિને ઊઠવા આજ્ઞા કરી ત્યારે એ અધું નમેલી અવસ્થામાં રહી એટલે એ “નિગ્રંથનમિત” એવા નામથી ઓળખાવા લાગી. એ જ રીતે પાટલિપુત્રના રાજા દાહને એનાં સ્વેચ્છાચારી શાસનોના કારણે દંડ દેવા એમના શિષ્ય મહેદ્રસૂરિને કણેરની બે મંતરેલી સોટી આપીને ત્યાં મોકલ્યા હતા. એમણે ત્યાંના રાજા અને બીજા 500 બ્રાહ્મણોનો ગર્વ ઉતારી દીધો હતો. 13 આર્ય ખપૂટાચાર્યના સત્તાસમય વિશે આ પ્રકારે ઉલ્લેખ મળે છે ? ભ. મહાવીરના નિર્વાણ પછી (484 અર્થાત ઈ. પૂ. 63 વર્ષ) આર્ય ખપુટાચાર્ય નામે ગુરુ થયા. 14 પં. કલ્યાણવિજયજીના મંતવ્ય મુજબ આ એમના સ્વર્ગવાસનું વર્ષ હેવું જોઈએ. 15
SR No.249680
Book TitleAanushrutik Vruttanto
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages37
LanguageGujarati
ClassificationArticle
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy