________________ મોર્યકાલથી ગુપતકાલ [પરિ. - પ. વજસેનસૂરિ અને જિનદત્ત શ્રેષ્ઠી એક વખત મોટો બારવણી દુકાળ પડતાં સાધુઓને ભિક્ષા મેળવવાની મુશ્કેલી પડવા લાગી, આથી આર્ય વજસ્વામી રાવર્ત ગિરિ ઉપર અનશન કરવા જઈ રહ્યા હતા તે વખતે એમણે પોતાના શિષ્ય વજસેનાચાર્યને જણાવ્યું કે જે દિવસે તમને શસહસ્ત્ર મૂલ્યવાળા પાકની ભિક્ષા મળે તેના બીજા દિવસથી સુકાળ થશે. કેટલાક સમય પછી વજસેનાચાર્ય વિહાર કરતા સો પારક નગરમાં આવ્યા. અહીં સોપારકમાં જિનદત્ત નામે શ્રેષ્ઠી અને એની ઈશ્વરી નામે પત્ની વસતાં હતાં. અનાજ ન મળવાથી એમનું આખું કુટુંબ ભારે વિટંબણું ભોગવતું હતું, આથી એમણે આવા દુ:ખથી કંટાળી જીવનનો અંત લાવવા વિચાર કર્યો. છેવટનો લક્ષ મૂલ્યનો પાક રાંધી ઈશ્વરી એમાં વિષ નાખવાનો વિચાર કરી રહી હતી ત્યારે વસેનાચાર્ય ત્યાં ભિક્ષા માટે આવી ચડ્યા. ઈશ્વરીએ પ્રમુદિતા મનથી એ પાક એમને વહોરાવ્યો ને બધી વાત આચાર્ય આગળ નિવેદિત કરી ત્યારે ગુરુએ જે આગાહી કરી હતી તે મુજબ વજસેનાચાર્યે એમને કહ્યું: “હવે તમારે વ્યાકુળ થવાની જરૂર નથી, કેમકે આવતી કાલથી સુકાળ થશે.” એને બીજે જ દિવસે અનાજથી ભરેલાં વહાણ સોપારક બંદરે આવી પહોંચ્યાં. બધા લેક નિશ્ચિંત થયા. શ્રેષ્ઠી જિનદત્ત અને ઈશ્વરી બંનેએ પોતાના ચાર પુત્રો 1. નાગે, 2. ચંદ્ર, 3. નિતિ અને 4. વિદ્યાધરની સાથે આ. વજસેનસૂરિ પાસે દીક્ષા લીધી. એ ચાર નાગૅદ્ર, ચંદ્ર, નિતિ અને વિદ્યાધર એ નામથી સાધુઓની ચાર શાખા શરૂ થઈ. 17 આર્ય વજસ્વામી જન્મ વીર નિ. સં. 496 (વિ. સં. 26, ઈ. પૂ.૩૦) માં અને સ્વર્ગવાસ વીર નિ. સં. 184 (વિ. સં. 114, ઈ. સ. ૫૮)માં થયો હતો 18 એ ઉપરથી વજસેનનો સમય પણ એ જ (બીજી શતાબ્દી) મનાય. 6. નવાહન ભરકચ્છ( ભરૂચ)માં નવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. એને ખજાનો બહુ મોટો હતો. એ સમયે દક્ષિણમાં ગોદાવરી નદીના કાંઠે આવેલા પ્રતિષ્ઠાન(પૈઠણ)માં શાલિવાહન૧૯ નામે બલિષ્ઠ રાજા હતા તેની પાસે સૈન્યબળ બહુ મોટું હતું. નવાહન અને શાલિવાહન બંને એકબીજાના શત્રુ હતા.