________________ 4 શું ] આનુકૃતિક વૃત્તા [487 શાલિવાહન પ્રત્યેક વર્ષે નવાહન ઉપર ચડાઈ કરતો, પરંતુ નવાહન પોતાના સૈનિકોને યથેષ્ટ દ્રવ્ય આપતો હતો અને જે સૈનિક શત્રુ સૈનિકનાં હાથ અને મસ્તક કાપીને લાવતો તેનું વિશેષ સમાન કરતો હતો. પરિણામે શાલિવાહનનું સૈન્ય હારી જતું અને એને રણમેદાન મૂકીને ભાગી જવું પડતું. એક દિવસે શાલિવાહનના મંત્રીએ રાજાને સલાહ આપતાં જણાવ્યું કે “રાજન ! આ રીતે નભવાહનને હરાવવા સંભવિત નથી; કોઈ યુક્તિથી જ એને પરાસ્ત કરી શકાય. મને એમ સૂઝે છે કે તમે મારા ઉપર કોઈ દોષારોપણ કરી મને દેશવટો આપો.” પછી તો એક પડ્યુંત્ર રચીને મંત્રીને રાજ્યમાંથી નિર્વાસિત કરી દેવામાં આવ્યો. મંત્રી ભરુકચ્છ તરફ રવાના થયાને એણે એક મંદિરમાં જઈને નિવાસ કર્યો. સામંતરામાં એ વાત બધે પ્રસરી ગઈ કે શાલિવાહને પોતાના મંત્રીને કાઢી મૂક્યો છે. આ વાતની ખબર જ્યારે નવાહનને પડી ત્યારે એણે પોતાના અધિકારીઓ મારફત મંત્રીને બેલા અને મંત્રીપદ સ્વીકારવા નિમંત્રણ મોકલ્યું. પહેલાં તો મંત્રીએ આનાકાની કારી, પણ જ્યારે નવાહને પોતે આવીને મંત્રીપદ સ્વીકારવા આગ્રહ કર્યો ત્યાર એ તૈયાર થયો. મંત્રીએ ધીમે ધીમે રાજકુટુંબમાં પોતાનો વિશ્વાસ જમાવવા માંડ્યો, આથી બધા એને આદરની દૃષ્ટિએ જોવા લાગ્યા. પછી તો એણે રાજાને પુણ્યકાર્યો કરવાની સલાહ આપી રાજકેશના દ્રવ્યથી સ્તૂપ, મંદિર, તળાવ, વાવ, કૂવા વગેરે બનાવવા ખર્ચ કરવા માંડ્યું. મંત્રીએ ગુપ્તચર દ્વારા શાલિવાહનને પત્ર મોકલી જણાવ્યું કે “હવે શત્રુ પર ચડાઈ કરે.” ખબર મળતાં જ શાલિવાહને ભકચ્છને ચારે તરફથી ઘેરી લઈ યુદ્ધ કર્યું, પરંતુ નવાહનની પાસે હજીયે ખજાનામાં પુષ્કળ દ્રવ્ય હતું અને એણે પોતાના સૈનિકોને ખૂબ દ્રવ્ય આપ્યું, પરિણામે શાલિવાહનને પરાજિત થઈ પાછા ફરવું પડયું. પછી એ મંત્રીએ રાજકેશનું દ્રવ્ય વિશેષરૂપે ખરચવા માંડ્યું. આ વખતે એણે રાણીઓ માટે કિંમતી આભૂષણે કરાવી આપ્યાં. પછી મંત્રીએ ફરીથી શાલિવાહનને પત્ર મોકલી ચડાઈ કરવા સૂચવ્યું. શાલિવાહન આ વખતે ભારે તૈયારી સાથે આવ્યો. રાજાને ખજાનો ખાલી થઈ ચૂક્યો હતો તેથી એની સેના હારી ગઈ અને ભરૂચ ઉપર શાલિવાહનનો અધિકાર થઈ ગયો. ઇતિહાસમાં પ્રસિદ્ધ પશ્ચિમ ભારતને ક્ષહરાતવંશીય શક ક્ષત્રપ નહપાન તે જ આગમમાં ઉલિખિત નોવાહન છે.૨૦ એ ઈ. સ. ના બીજા શતમાં વિદ્યમાન હતો. 21