________________ 488] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. 7. આચાર્ય વજભૂતિ ભૃગુકચ્છવાસી આચાર્ય વજુભૂતિ કદરૂપા અને દૂબળા હતા. એમની પાસે શિષ્ય પરિવાર પણ નહતો, પરંતુ તેઓ મોટા કવિ હતા. એમનાં કાવ્ય રાજાના અંતપુરમાં પણ ગવાતાં. એ સમયે ભરૂચમાં નભવાહન રાજા રાજય કરતો હતો. એની રાણી પદ્માવતીને વિચાર થયો કે આવાં કાવ્યોના કર્તા આચાર્યનાં દર્શન જરૂર કરવાં જોઈએ. એક દિવસે રાણી રાજાની આજ્ઞા લઈ ભટણું સાથે લઈ અનેક દાસીઓના પરિવાર સહિત વજુભૂતિ આચાર્યની વસતિ પાસે જઈ પહોંચી. પદ્માવતીને વસતિના બારણામાં આવેલી જેઈ આચાર્ય પોતે જ આસન લઈ બહાર પધાર્યા. પદ્માવતીએ પૂછયું: “વભૂતિ આચાર્ય ક્યાં છે ?' વજુભૂતિએ ઉત્તર આપે કે તેઓ બહાર ગયા છે.' પરંતુ દાસીએ ઈશારાથી સમજાવ્યું કે “આ જ વજુભૂતિ આચાર્ય છે.” ત્યારે એ નિરુત્સાહ થતાં વિચાર કરીને બોલી કે હે કસરુમતી નદી !22 તને જોઈ, અને તારું પાણી પીધું ! તારું નામ સારું છે, પણ તારું દર્શન સારું નથી.’ ' પછી તો રાણીએ પોતે એમને ઓળખતી નથી એવો દેખાવ કરી, આચાર્યની આગળ ભટણું મૂકી જણાવ્યું કે “આ આચાર્યશ્રીને આપજો.' એમ કહી એ પાછી વળી.૨૩ 8. લકુલીશ કાયાવરોહણ કારવણ)ના પાશુપત સેવાચાર્ય લકુલીશ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે : લકુટીશ કે લકુલીશ એટલે હાથમાં દંડ ધારણ કરેલ હોય તેવા ઈશ. શિલ્પસ્વરૂપમાં પણ એમના એક હાથમાં દંડ અને બીજા હાથમાં બિરું હોય છે. બ્રહ્માના માનસપુત્ર અત્રિ દેવર્ષિની છઠ્ઠી પેઢીએ લકુટીશ-લકુલીશનો જન્મ વિશ્વરૂપ નામના બ્રાહ્મણ અને એની પત્ની સુદર્શનાના પુત્ર તરીકે થયે હતો. - લકુલીશની ત્રણ વર્ષની ઉંમર હતી ત્યારે શ્રાવણ વદિ અમાવાસ્યાના દિવસે સૂર્યગ્રહણ થતું હોવાથી વિશ્વરૂપે કુરુક્ષેત્રમાં સ્નાન કરી, દાન આપી પુણ્યઉપાર્જન કરવાનો વિચાર કર્યો.