SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 4 થું] અનુકૃતિક વૃત્તાને [493 ઉપરથી એમણે પ્રાકૃત ભાષામાં રાસ ગાઈને ધર્મોપદેશ કર્યો. પાછળથી એ લોકોએ એ ધર્મોપદેશના સ્થળે સંસ્મરણરૂપે ‘તાલારાસક” નામે ગામ વસાવ્યું અને જેનોએ ત્યાં જિનાલય પણ બંધાવ્યું હતું. પછીથી સિદ્ધસેનસૂરિ ભરૂચમાં ગયા તે વખતે ત્યાં બલમિત્રનો પુત્ર ધનંજય નામે રાજા રાજ્ય કરતો હતો. રાજાએ ઉત્સવપૂર્વક આચાર્યનો નગરપ્રવેશ કરાવ્યો. એ જ અવસરે ભરૂચના ઉપર રાજાના શત્રુઓએ હુમલો કર્યો, પણ સિદ્ધસેનસૂરિએ સઈપયોગથી સૈનિકે બનાવી આપીને એને બચાવી લીધું. આ ઉપરથી એમનું સિદ્ધસેન” નામ સાર્થક કરી બતાવ્યું.' આ. હેમચંદ્રસૂરિએ “અનુદ્ધિનં દવા - કવિઓમાં સિદ્ધસેનસૂરિ સર્વોત્તમ કવિ છે એમ કહીને એમને અંજલિ અપ છે. એમણે ન્યાયાવતાર, સન્મતિ પ્રકરણ અને કાત્રિશદ્યાત્રિશિકા વગેરે ગ્રંથ રચેલા પ્રાપ્ત થાય છે 12. મલાદિસૂરિ વલભી નગરના રહેવાસી મલવાદિસૂરિ વિશે આ પ્રકારે અનુકૃતિ જાણવા મળે છે: મલવાદી નામના ત્રણ આચાર્યોનો પત્તો મળે છે. નામની એકતાના કારણે ત્રણે આચાર્યોના જીવનપ્રસંગ સેળભેળ થઈ ગયા છે. “પ્રભાવક ચરિત'માં આ પ્રકારે ઉલ્લેખ છે: વલભીનગરમાં દુર્લભદેવી નામની સ્ત્રીને 1 જિનયશ, 2 યક્ષ અને 3 મલ નામે ત્રણ પુત્ર હતા. આ દુર્લભદેવીના ભાઈ જિનાનંદસૂરિ નામે એક જૈનાચાર્ય હતા. જિનાનંદસૂરિએ પોતાના એ ત્રણે ભાણેજોને દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા હતા. ત્રણે શિષ્યને ભણાવી એમણે મોટા વિદ્વાન બનાવ્યા. ગુરુ પાસે એક અદ્દભુત પુસ્તક હતું. એ પુસ્તકને વાંચવાનો દેવી નિષેધ હતો, કેમકે એનાથી ઉપદ્રવ થવાની સંભાવના હતી, પરંતુ મલ્લ મુનિ ભારે તેજસ્વી હોવાથી ગુરુને ભય રહે કે આ બાળ મુનિ આ પુસ્તક વાંચવા ઉતાવળા બનશે અને અનર્થ સર્જાશે. આથી એમણે પોતાની બહેન સમક્ષ મલ્લ મુનિને એ પુસ્તક નહિ ઉઘાડવા સમજાવ્યા.
SR No.249680
Book TitleAanushrutik Vruttanto
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages37
LanguageGujarati
ClassificationArticle
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy