________________
૧૧
ગયા. તેમના પ્રશિષ્યા રત્ન બાલ બ્રહ્મચારી દીર્ઘ તપસ્વી યોગનિષ્ઠ પન્યાસ શ્રીઋદ્ધિમુનિજી મહારાજ પાલીતાણા પઘાર્યાં હતા-આપણા ગુલામમુનિજી પણ ગુરૂદેવના આદેશથી પાલીતાણા આવ્યા હતા. પં. શ્રીઋદ્ધિ મુનિજીનાં દર્શનથી આપણા ગુલામમુનિને ખૂબ શાંતિ મળી. તેઓ શ્રીના પરિચયમાં આવ્યા અને શાંતમૂર્તિના ચરણમાં બેસીજવા નિર્ણય કર્યો. પં. શ્રીઋદ્ધિ સુનિજીને મળી પોતાની સંવેગી દીક્ષાની ભાવના દર્શાવી. પન્યાસજી તો ધીર-ગંભીર અને યોગનિષ્ઠ હતા. તેઓશ્રીએ મુનિજીને પોતાના શિષ્ય અનાવવા સંમતિ આપી એટલે આપણા ગુલામમુનિજી તો હર્ષથી નાચી ઉઠ્યા. તેમના આનંદનો પાર નહોતો. શુભ મુહૂર્તે સં. ૧૯૭૬ ના વૈશાખ શુદિ ૬ ના રોજ પંન્યાસ શ્રીએ દીક્ષા આપી અને ગુલાબમુનિ નામ કાયમ રાખી પોતાના શિષ્ય બનાવ્યા. ગુલામ મુનિએ ગુરૂદેવના ચરણમાં પોતાનું જીવન સમર્પણ કરી કીધું. ગુરૂદેવ પણ એટલા બધા ઉદાર અને સૌમ્ય મૂ હતા કે તેમણે પ્રેમ પૂર્વક સ્વીકારી લીધા. આપણા ચરિત્ર નાયક શ્રીગુલામ મુનિતો ધન્ય બની ગયા. ગુરૂદેવની સેવામાં લીન થઇ ગયા. સિદ્ધાચલજીમાં પોતાને પુનર્જીવન મળ્યું તેમ માનવા લાગ્યા. તીર્થધામ પરમ પ્રિય બની ગયું. બે વરસ તો ગુરૂદેવની સેવામાં રહ્યા પણ ચંચળ મને ઉધાો કર્યો મારવાડ તરફ જવાની ભાવના જાગી ગુરૂદેવ તો ઉદાર ચરિત હતા. પણ તેમને તો ગુરૂસેવાની અણમોલ ઘડીની બાજીથી વંચિત રહેવું પડ્યું.
ગુરૂદેવથી જુદા પડી નાગોર આવ્યા. સં ૧૯૮૦ નું ચાતુર્માંસ નાગોરમાં કર્યું. અહીં પૂર્વના ગુરૂ શ્રીરૂપચંદજી મહારાજની સ્મૃતિમાં અઠ્ઠાઇ મહોત્સવ કરાવ્યો અને રૂા. બાવીસ હજારનું ફંડ કરાવી, ખાલકોને ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળા સ્થાપિત કરાવી.
નાગોરથી વિહાર કરી ખજવાણા તથા સેવાડી ચાતુર્માસ કરી સં ૧૯૮૩ નું ચાતુર્માંસ સાંડેરાવમાં કર્યું.
સાંડેરાવમાં પોરવાળ શ્રીજેઠમલજીને ઉપદેશ કરી કન્યાશાળાની સ્થાપના કરાવી. અહીંથી વિહાર કરી ઊંઝા, જોટાણા ચાતુર્માસ કરી પાલીતાણા આવ્યા. અહીં રણશી દેવરાજની ધર્મશાળામાં ચાતુર્માંસ રહ્યા. ગિરિવર મુનિ પોતાના સંસારી ભાઇ તથા શિષ્યની તખીયત નરમ ગરમ રહેતી હતી. વ્યાધિ વધી ગયો અને ગિરિવર મુનિ સિદ્ધાચળજીમાં કાળધર્મ