________________
૧૦
સં ૧૯૬૧ માં મોઢેથી મુહપત્તી ઉતારી દેરાવાસી સાધુનો વેષ ધારણ કર્યો અને પોતાનું નામ રૂપ મુનિ અને શિષ્યોનું નામ વીરમુનિ તથા ગુલાબ મુનિ રાખી વિચરવા લાગ્યા. ત્યાર પછી યોગ્ય ગુરૂની તપાસમાં વિહરતા રહ્યા. શ્રીગુલામ મુનિના નાના ભાઇ ગિરધારીની ભાવના પણ દીક્ષાની થવાથી સં. ૧૯૭૧ માં તેને દીક્ષા આપી અને ગુલાબ મુનિના શિષ્ય ગિરિવર મુનિના નામથી જાહેર કર્યાં.
પછી તો પાછા વિહાર કરતાં કરતાં મારવાડ આવ્યા અને ગુલાબમુનિજી મહારાજ તો ગુરૂદેવની સેવામાંજ પોતાનું કર્તવ્ય માનવા લાગ્યા. કાલક્રમે ગુરૂ રૂપચદજીને લકવો થયો. અને તેથી નાગોરમાં ચારે મુનિ સ્થિરવાસી રહ્યા. સં ૧૯૭૫ માં શ્રાવણ શુદ ૧૪ ના રોજ પાક્ષિક પ્રતિક્રમણ કરતાં મોટી શાંતિ ખોલતાં ખોલતાં નાગોર મારવાડમાં તેઓ સ્વર્ગવાસી થયા અને સંઘમાં શોકની છાયા છવાઇ ગઇ. શ્રીસંઘે ગુરૂદેવની પાલખીને સજાવી. સ્મશાન યાત્રા શહેરમાં ફરી વળી-હજારો લોકોએ અંતિમ દર્શન કર્યાં.
ગુલામમુનિજી તો ફરી નિરાધાર બની ગયા. તેમના શોકનો પાર ન હતો. રાત્રિનો સમય હતો. ગુરૂદેવના સ્વર્ગ ગમનથી ગુલાબમુનિજી શોકાતુર હતા–નિદ્રા વેરણ મની હતી. નમસ્કાર મહામંત્ર-ઉવસગ્ગહરં અને મોટી શાંતિનો જાપ કરતાં કરતાં આંખો મીંચાઈ ગઈ અને એક સુંદર સ્વગ્ન લાગ્યું. ગુરૂદેવે દર્શન દીધાં-ગુલામમુનિજી તો ગુરૂદેવના ચરણમાં પડી ગયા–આંસુઓથી ગુરૂદેવના પગ પખાળ્યા. ગુરૂદેવે ધીરજ આપી અને તીર્થાધિરાજ શત્રુંજય જવા પ્રેરણા કરી. આંખો ખોલી જુએ તો ગુરૂદેવ તો અદશ્ય થઇ ગયા. પણ ગુરૂદેવનો સંદેશ હૃદયમાં કોતરાઇ ગયો તીર્થાધિરાજ શત્રુંજયમાં ઉદ્ધાર થશે. એ પરમ પવિત્ર તીર્થધામ ચિરંતન શાંતિ આપશે એમ વિચારી ચોમાસા પછી પાલીતાણા તરફ વિહાર કર્યો ગામાનુંગામ વિહાર કરતાં કરતાં પાલીતાણા આવી પહોંચ્યા. તિર્થાધિપતિ શ્રીઆદીશ્વર દાદાના દર્શનથી હૃદયને શાંતિ મળી. મંદિરોના નગરમાં આત્મશાંતિ અને જીવનનું નવું દર્શન મળ્યું. યોગી રાજના ચરણમાં
પૂજ્ય પ્રાતઃ સ્મરણીય ક્રિયાપાત્ર વચનસિદ્ધ પુણ્ય પ્રભાવક મુનિ શ્રીમોહન લાલજી મહારાજ એક સુપ્રસિદ્ધ જશનામ કર્માં મુનિરત્ન થઇ