Book Title: Yuge Yuge Patanni Prabhuta Author(s): Mukund P Bramhakshatriya Publisher: Jayendra M BramhakshatriyaPage 16
________________ યુગે યુગે પાટણની પ્રભુતા પાટણ આળસ મરડી બેઠું થઈ ગયું. એવી પાટણની બળુકી ભૂમિ છે. અણહિલપુર પાટણ, પશ્ચિમ દિશામાં આવેલ (૧) વડલી (૨) અનાવાડા ગામોમાં ધરતીમાં ધરબાયેલું પડયું છે. તેનું ઉત્પનન કરવા મેં પુરાતત્ત્વખાતાને, જીલ્લા પંચાયતને, જીલ્લા કલેકટરશ્રીને અને રાજ્ય સરકારને અવારનવાર રજુઆત કરી છે. વડલી ગામમાંથી આશરે પચાસ વર્ષ પહેલાં ૩૦૦ (ત્રણસો) આરસની જૈન તિર્થંકર ભગવાનોની સુંદર પ્રતિમાઓ મળી આવી હતી એની નોંધ શેઠ ભો.જે. વિદ્યાભવન પ્રકાશિત ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૪ સોલંકી કાલ”માં કરેલી વાંચવા મળે છે. ત્યાર યાએથી ધરતીમાંથી આવી પ્રતિમાઓ મળતી રહી છે. પાટણના મંદિરો, મજીદો, જિનાલયો, તળાવો, વાવો, કૂવાઓ, કિલ્લો, કોટના દરવાજા, શિલાલેખો, કાષ્ટના પટો, વિશિષ્ટ મૂર્તિઓ વગેરે ઇતિહાસનું મજબૂત અને સક્ષમ સુસંસ્કૃત સંસ્કૃતિનું મોંઘેરૂ ઘરેણું છે. તેને જાણવાની, જાળવવાની અને સાચવવાની નાગરિકોની બંધારણીય ફરજ છે. આપણા વડવાઓ તરફથી મળેલ આ અમૂલ્ય વારસો -વિરાસત આપણે સાચવવી જોઇએ. હાલના નવા પાટણની ચારે બાજુ ફરતો જે કિલ્લો બાંધવામાં આવ્યો છે તેનો નીચેનો અડધો ભાગ પથ્થરોથી ચણેલો છે. અમદાવાદનો ભદ્રનો કિલ્લો તથા અમદાવાદની બીજી પથ્થરની ઇમારતો બાંધવા ગાગાડા ભરી પથ્થરો પાટણથી મોકલવામાં આવ્યા હતા. આ પથ્થરો પ્રાચીન અણહિલપુર પાટણના મંદિરો, જિનાલયો, રાજમહેલ, પ્રાસાદો, કોઠીઓ વગેરે તોડીફોડી ત્યાંથી લાવેલા છે. ઉપરાંત હાલના પાટણના મહોલ્લા-પોળોમાં તથા જાહેર રાજમાર્ગ પર હજારો પથરો "રસ્તે જતી વિરાસત” છે. કોટમાં ચણાયેલ કોતરકામવાળા પથ્થરો, મૂર્તિઓ તથા રસ્તે , રખડતા કથાકારી વાળા પથ્થરો એકત્ર કરી, પાટણમાં બંધાઇ રહેલ નવા સંગ્રહસ્થાનમાં મૂકવા માટે પણ મેં અનેક વખત રજુઆતો કરી છે. મને ગમતું પાટણ ગામ, વહાલું વહાલું રે મારા હૃદયે એનું નામ, નહિ વિસારું રે” " મારી જન્મભૂમિ અને કર્મભૂમિ પાટણ છે. પાટણના નાગરિક હોવાનું મને હમેશાં ગૌરવ રહ્યું છે. પાટણની ધરતીનું ધાવણ ધાવી મોટો થયો છું. પાટણ મારી જન્મભૂમિ અને કર્મભૂમિ છે. મારા પર પાટણનું ઘણું મોટું ઋણ છે. યુગે યુગે પાટણની પ્રભુતા”નામનો આ ગ્રંથ તૈયાર કરી કાંઈક અંશે આ ઋણ અદા કરવા પ્રયત્ન કર્યો છે. ભવિષ્યના સંશોધકો, ઇતિહાસ લેખકો, ઇતિહાસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પાટણની મુલાકાતે આવનાર પર્યટકો એમ દરેક વર્ગને આ ગ્રંથમાંથી કાંઇકને કાંઈ જાણવા મળશે એવો મને વિશ્વાસ છે. ગુજરાતના બહુ મોટા ગજાના ઇતિહાસકાર અને સંશોધક પરમ વંદનીય શ્રીમાન હરિપ્રસાદભાઈ શાસ્ત્રીએ ૮૮ વર્ષની જૈફ વયે પણ ખાસ તકલીફ લઈ મારા આ ગ્રંથને આવકાર લખી આપ્યો છે, તે બદલ હું એમનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. શ્રી શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય કરી અનેક વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પી.એચડીની પદવી મેળવી છે. ગુજરાત ઇતિહાસ પરિષદનાPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 582