Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

View full book text
Previous | Next

Page 14
________________ યુગે યુગે પાટણની પ્રભુતા લેખકના બે બોલો પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય દુનિયાના ઇતિહાસમાં ગૌરવભર્યું સ્થાન લઇ શકે એવા અણહિલપુર પાટણનો સંપૂર્ણ ઇતિહાસ ઉપલબ્ધ નથી. માત્ર રાજકીય ક્ષેત્રે જ નહિ પણ કલા, સાહિત્ય, સ્થાપત્ય એવા અનેક ક્ષેત્રે પાટણ પોતાની પ્રભુતા પાથરી શકે એવું પાટણનું ગજુ છે. વિશ્વમાં ક્યાંય નથી એવા હજારો હસ્તલિખિત ગ્રંથો પાટણના Aજ્ઞિાનભંડારમાં સચવાયેલા છે. વિશ્વમાં બેનમુન વાવો, કૂવાઓ, મંદિરો અને નાલયો પાટણમાં હતાં જેનાં અવશેષો આજે પણ વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામે એવાં છે. આવાં પાટણને અમર કરવામાં સાહિત્યસમ્રાટ સ્વ. કનૈયાલાલ માણેકલાલ મુનશીની આ પાટણની પ્રભુતા' નામની નવલકથાએ નોંધપાત્ર ફાળો આપ્યો છે. શ્રી કનૈયાલાલ મા. મુનશીએ લખેલ આ ગ્રંથ એક “નવલકથા'' છે, એ ઇતિહાસ નથી એ વાત લોકો ભૂલી જાય છે. આ નવલકથાના કેટલાક ઐતિહાસીક પાત્રો અને કેટલીક ઐતિહાસીક ઘટનાઓના કારણે વાચક વર્ગ આમ માનવા પ્રેરાય તે સ્વાભાવિક છે. આ નવલકથામાં કેટલાંક પાત્રો કાલ્પનિક છે અને એજ રીતે કેટલાક બનાવો, ઘટના, પ્રસંગો પણ કાલ્પનિક છે. તેમ છતાં ગુજરાતી સાહિત્યની એક ઉત્તમ ઐતિહાસીક નવલકથા છે એમાં બે મત નથી. મારા પાટણની સાચી પ્રભુતાથી લોકો વાકેફ થાય એવા શુભ આશયથી મેં આ ઐતિહાસિક ગ્રંથ “યુગે યુગે પાટણની પ્રભુતા' તૈયાર કર્યો છે. “પ્રભુતા' એટલે ગૌરવ. “પ્રભુતા' એટલે દેવત્વ. અણહિલપુર પાટણને એનું આગવું “ગૌરવછે જે બહુ ઓછા નગરો પાસે હોય છે. પ્રાચીન પાટણ હિન્દુઓ માટે યાત્રાનું ધામ કાશી, જૈનો માટે જૈનધર્મનું પિયર અને મુસ્લિમો માટે બીજું મકકા ગણાતું. આમ પાટણને એનું વિશિષ્ટ “દેવત્વ” પણ છે. મારા પાટણે યુગે યુગે તેના ગૌરવનો અને દેવત્વનો પરિચય કરાવ્યો છે. પાટણે યુગે યુગે એનો પ્રકાશ પાથર્યો છે. અને પાથરતું રહ્યું છે. વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠતાના શિખરો સર કરનાર પાટણ વિશે આ અગાઉ નાના નાના પરિચય ગ્રંથો, લેખો, પુસ્તીકાઓ વગેરે લખાયાં છે. જેમાં (૧) પ્રાચીન પાટણ (૨) પાટણનો ભોમીયો (૩) પાટણ સિધ્ધપુરનો પ્રવાસ અને (૪) પાટણ, એ મુખ્ય છે. પણ આ ગ્રંથો હાલ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત મેં પોતે પણ (૧) આણહિલપુરની અસ્મિતા યાને પાટણનો સાંસ્કૃતિક ઇતિહાસ (૨) પાટણની ગૌરવગાથા (૩) ધન્ય ધરા પાટણની (૪) પદ્યમાં પાટણ યાને કવિતામાં પાટણ દર્શન (૫) પાટણ દિવ્ય ચૈત્ય પરિપાટી યાને નિત્ય દર્શન (૬) મારૂ ગામ પાટણ (૭) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : એક વિરલ વિરાટ વિભૂતિ (૮) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : જીવન અને કવન (૯) પાટણનાં બે કીર્તિ મંદિરો : રાણકીવાવ અને સહસલિંગ સરોવર (૧૦) પ્રબંધોમાં પાટણ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 582