Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

Previous | Next

Page 15
________________ .. યુગે યુગે પાટણની પ્રભુતા વગેરે ગ્રંથો લખી પ્રસિદ્ધ કર્યા છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના પાટણ ખાતે યોજાયેલ તેના ૪૧ મા અધિવેશન વખતે “પાટણની અસ્મિતા' નામની સુંદર સ્મરણિકા ઇ.સ. ૨૦૦૧માં પ્રસિદ્ધ કરેલ છે. વળી ગુજરાત સરકારના માહિતી ખાતાએ તથા પાટણની વિવિધ સંસ્થાઓએ છુટક છુટક લેખ સંગ્રહોની સ્મરણિકાઓ પ્રસિધ્ધ કરેલ છે. પાટણ જૈન મંડળે પણ “પાટણની અસ્મિતા''નામનો સચિત્ર દળદાર ગ્રંથ પ્રસિદ્ધ કરેલ છે. અણહિલપુર પાટણ વિ.સં. ૮૦૨ થી વિ.સં. ૧૩૫૬ એમ લગભગ ૫૫૪ વર્ષ હિન્દુ સામ્રાજ્યનું પાટનગર રહ્યું. ત્યાર પછી પણ વિ.સં. ૧૩૫૬ થી વિ.સં. ૧૪૬૭ સુધી દિલ્હીની સલ્તનત હેઠળ સુબાઓ દ્વારા ચાલતા વહિવટી તંત્રનું મુખ્ય કેન્દ્ર તો પાટણ હતું જ. આમ અણહિલપુર પાટણ લગભગ પોણા સાતસો વર્ષ સુધી સતતું ગુજરાતનું પાટનગર હતું. માત્ર ગુજરાતનું જ નહિ, પશ્ચિમ ભારતનું પણ તે એક મહાન સાંસ્કૃતિક અને વેપારી કેન્દ્ર હતું. આવા મહાન નગરનો એક સચિત્ર સવિસ્તર ઐતિહાસીક ગ્રંથ હોવો જોઇએ. સ્વ. રત્નમણિરાવ ભીમરાવે (૧) અમદાવાદ અને (૨) ખંભાત વિશે તથા શ્રી ઇશ્વરલાલ ઈચ્છારામ દેસાઈએ (૩) સુરત વિશે સંદર્ભ ગ્રંથો લખ્યા છે. એવો બૃહદ્ ગ્રંથ પાટણ વિષે હોવો જોઇએ. એ દિશામાં આગળ વધવાના ઇરાદાથી મેં “યુગે યુગે પાટણની પ્રભુતા' નામનો આ ગ્રંથ તૈયાર કર્યો છે. આ ગ્રંથમાં મેં મારા લેખો ઉપરાંત ગુજરાતના પ્રતિષ્ઠિત લેખકોએ એમના સુંદર અને માહિતીસભર લેખો મોકલી આપ્યા છે તેનો પણ સમાવેશ કર્યો છે. આ વિધાન ઇતિહાસ લેખકોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. વળી વિવિધ ગ્રંથોમાંથી પણ કેટલાક લેખોનો મેં આ ગ્રંથમાં સમાવેશ કર્યો છે. જેમણે ઉદારભાવે લેખો પ્રસિધ્ધ કરવાની જે સંમત્તિ આપી છે તે લેખકો, પ્રકાશકો અને સંસ્થાઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. કોઈપણ ગ્રંથ કે લેખક સંપૂર્ણ છે એમ કહી શકાય નહિ. આ ગ્રંથ તૈયાર કરી હું થોડાંક ડગલાં આગળ વધ્યો છું એટલો મને સંતોષ છે. ભવિષ્યના લેખકોને આનાથી પણ આગળ વધવા આ ગ્રંથ એક સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગી નિવડશે એવી મને શ્રધ્ધા અને વિશ્વાસ છે. - જે પ્રજા પોતાના ઇતિહાસને જાણતી નથી અને પોતાના સ્થાપત્યોને જાળવતી નથી એનું અધઃપતન થાય છે અને પ્રજા નામઃશેષ પણ થઇ જાય ! યુગે યુગે પાટણની પ્રભુતા'ખૂબ સરળ ભાષામાં લખાયેલ ઐતિહાસિક ગ્રંથ છે. અણહિલપુર પાટણની પ્રભુતાનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડતો અરીસો છે. ઇતિહાસમાં મહત્વની ઘટનાઓ તથા મહાન પુરુષોનાં જીવન આલેખાયેલા હોય છે, તે ભૂતકાળને ઉજાગર કરે છે અને ભાવિ પ્રજાને દિશા સુચન કરી માર્ગદર્શન આપે છે. કેમ કરું તો મારું પાટણ વિશ્વના નકશામાં ચમકે એ રીતના મારા પ્રયત્નો હંમેશા રહ્યા છે. અનેક ગંજાવાતો વચ્ચે પણ પાટણ અડીખમ ઊભું છે. અણહિલપુર પાટણનો સરસ્વતી નદીના પૂરમાં નાશ થયો, મુસ્લીમ આક્રમણકારોએ એનો ધ્વંસ કર્યો. છતા થોડાંક જ વર્ષોમાં નવું

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 582