________________
૬. આત્મજ્ઞાનનાં સાધન મૃદુતા, એટલે અંદર અને બહાર નમ્ર વૃત્તિ. જાતિ, કુલ, રૂપ વગેરેના અભિમાનનો ત્યાગ કરવાથી તે ધર્મ કેળવાય છે.
જુના, એટલે વિચાર વાણી અને વર્તનની એકતા.
ત્યાગ, એટલે બાહ્યાભ્યતર વસ્તુઓમાં તૃણાને વિચ્છેદ. ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણિ વગેરે વસ્તુઓ મનુષ્યને ઈસિત સર્વ પદાર્થો પૂરા પાડે છે, ત્યારે અધમ લોકોને તે તે અલૌકિક વસ્તુઓ નજરે પણ પડતી નથી. અપાર દુઃખસમુદ્રમાં પડતા પ્રાણીને ધમ અતિ વત્સલતાપૂર્વક બચાવે છે. સમુદ્ર આ પૃથ્વીને કુબાડી નથી દેતા, અને મેઘ તેને સિંચિત કરે છે, તે ધર્મને જ પ્રભાવ છે. આ પૃથ્વી કશા આલંબન કે આધાર વિના આખા વિશ્વને આધાર આપી રહી છે, તે પણ ધર્મનું જ પરિણામ છે. આ સૂર્ય અને ચંદ્ર પણ જગત ઉપર ઉપકાર કરવાને અર્થે ઉદય પામે છે, તે પણ ધર્મને જ હુકમ છે. ધર્મ જ એક એવો છે કે, જે આખા જગત ઉપર વાત્સલ્ય રાખી બંધરહિતને બંધ થાય છે, મિત્રરહિતને મિત્ર થાય છે, અને અનાથોને નાથ થાય છે. જેઓએ ધમનું શરણ લીધું છે, તેમને રાક્ષસ, યક્ષ, નાગે, વાઘ, વરુ, વગેરે પણ જરાય ઈજા કરી શકતાં નથી. ધર્મ પ્રાણુને નરકમાં પડતો બચાવે છે, અને સર્વાવરૂપી અનુપમ વૈભવ આપે છે. [૪૯૨-૧૦૨)
૧. “ધર્મનું આવું સાચું સ્વરૂપ સમજવાને બદલે ગમે તેવી બાબતોને ધર્મ સમજતા મૂખ લોકોની ધર્મવિષયક વિવિધ કલ્પનાઓ આચાર્યશ્રીએ ટીકામાં આપી છે: ગોમેધ-નરમેધાદિ ચોથી જીવહિંસા કરવી, તુકાલને સંજોગ વિના ન જવા દે; બ્રાહ્મણ ભોજન કરવાં; કુવા તળાવ ખોદાવવાં, શ્રાદ્ધ કરવાં; અમુક પાંચ અપવાદોમાં સ્ત્રીઓને પુનર્લગ્ન કરાવવું; સ્ત્રીને પુત્ર ન થતો હોય તો નિગ કરાવો; વડ-પીપળાની પૂજા કરવી; આકડે ધરે વગેરેનાં ફૂલોથી દેવપૂજા કરવી, વગેરે. આ ઉપરાંત અન્યધમી સાધુઓ ધમને નામે જે અનાચારે કે દુરાચાર કરે છે, તેમનું પણ ટીકામાં સવિસ્તર વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org