________________
૯. એક્ષપ્રાપ્તિ તે અશોકવૃક્ષ છાઈ રહે છે. છ ઋતુઓ .. -... કરેલી મદદને કારણે પ્રાયશ્ચિત્ત લેવા આવી હોય તેમ તેની એકસાથે સેવા કરે છે. મેક્ષમાર્ગનું આગમન પોકારતે હોય તેમ દુભિનાદ તેની આગળ ને આગળ ઊંચે અવાજે આકાશમાં ગડગડ્યા કરે છે. [૧૧/૨૪-૩૬ ]
પાંચેય ઈદ્રિયોના વિષે તેના સાનિધ્યમાં વધુ મનહરતા પ્રાપ્ત કરે છે. કારણ કે, મહાપુરુષના સાનિધ્યમાં કેણુ ગુણત્કર્ષ નથી પામતું? તેના નખ અને રેમ વધવા ઈચ્છતાં હોવા છતાં વધતાં નથી; જાણે કે સેંકડો ભોથી સંચિત થયેલાં કર્મોને તેણે કરેલ છેદ જોઈને બીજાં ન હોય! દેવો સુગંધી જળની વૃષ્ટિ દ્વારા તેની નજીકની ધૂળ બેસાડી દે છે; તેમ જ ખિલેલાં પુષ્પોની વૃષ્ટિ દ્વારા પૃથ્વીને સુગંધી કરી મૂકે છે. દેવરાજે ભક્તિપૂર્વક તેના ઉપર ત્રણ છત્ર ધારણ કરે છે; તે જાણે ગંગાના ત્રણ પ્રવાહને જ મંડળાકાર કરી ધારણ કર્યા ન હોય તેમ શેભે છે! “આ એક જ અમારે પ્રભુ છે, એવું જણાવવા આંગળી ઊંચી કરી હોય તે પ્રમાણે ઈ ઊંચકેલે ઊંચે રત્નધ્વજ તેની આગળ શોભે છે. શરદ ઋતુના ચંદ્ર જેવાં સુંદર ચામરો તેને ઢાળવામાં આવે છે, તે જાણે તેને મુખારવિંદ તરફ રાજહંસ ધસતા ન હોય, તેવાં દેખાય છે. તે જ્યારે ધર્મોપદેશ કરે છે, ત્યારે તેની આસપાસ ત્રણ ઊંચા કિલ્લાઓ વીંટાઈ રહે છે, તે જાણે તેનાં જ્ઞાન દર્શન અને ચારિત્ર મૂર્તિમંત ન થયાં હોય તેવા દેખાય છે. તે જ્યારે ધર્મોપદેશ કરે છે, ત્યારે ચારે દિશાઓનાં પ્રાણીઓને એકી વખતે અનુગ્રહ કરવાની ઈચ્છાથી કર્યા હોય તેમ તેને ચાર શરીર અને ચાર મુખ પ્રાપ્ત થાય છે. જેના ચરણકમળને સુરાસુર વગેરે નમસ્કાર કરે છે એ તે ભગવાન, ઉપદેશ આપતી વખતે ઉદયાચળના શિખર ઉપર સૂર્યભગવાન આરૂઢ થાય તેમ સિંહાસન ઉપર આરૂઢ થાય છે. તેજના પુંજથી તમામ દિશાઓને ઉજાળતું, તેમજ તેના ત્રિલોકના ચક્રવર્તીપણાને જાહેર કરતું એક ચક્ર તેની આગળ રહે છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org