________________
૧૦. સ્થૂલભદ્રની કથા
૧૨૯ : હતી. તે આ ખબરથી દુઃખી થઈ પિતાના પતિ ધન્ય આગળ પિતાના ભાઈએ કરેલે કઠોર નિર્ણય કહેવા લાગી. ત્યારે તેના પતિએ તેની મશ્કરી કરીને કહ્યું કે, એમ રોજ એક એક સ્ત્રી અને પથારી છોડનારાથી સાધુ ન થવાય! ત્યારે તેની સ્ત્રી ગુસ્સામાં આવીને બોલી કે, જે સાધુ થવું સહેલું હોય, તે તમે જ કેમ થતા નથી? આ સાંભળતાં તે તરત જ ઘર છોડી ચાલી નીકળ્યો અને વીર પ્રભુ પાસે જઈ તેણે દીક્ષા લીધી. આ વાત સાંભળી શાલીભદ્ર પણ તરત જ બધું છોડી ચાલી નીકળે.
સ્થૂલભદ્રની કથા
[પા. ૫૭ માટે) પાટલિપુત્ર નગરમાં નંદ નામને રાજા હતો. તેને શકટાલ નામને વડા પ્રધાન હતો. તે શકટાલને સ્થૂલભદ્ર અને શ્રીયક નામના બે પુત્રો હતા. તેમાંને નાને શ્રીયક રાજાના અંગરક્ષકનું કામ કરતો હતો અને રાજને વિશ્વાસપાત્ર હતો, પરંતુ સ્થૂલભદ્ર અતિશય બુદ્ધિશાળી હેવા છતાં કોશ નામની ગણિકામાં આસક્ત થઈ તેને ત્યાં જ પડી રહે તે હતા. તેના પિતાના મૃત્યુ પછી રાજાએ તેને બેલાવીને પ્રધાનપદ લેવાનું કહ્યું. સ્થૂલભદ્ર વિચાર્યું કે, રાજાનું પ્રધાનપદું સ્વીકારીશ તે પ્રિયા સાથે નિરાંતે રહી શકાશે નહીં; ઉપરાંત, ગમે તેટલું કામ કરીશ, તે પણ તે પદ પામવાની ઈચ્છા રાખનારા અન્ય લેકની ખટપટ હંમેશાં ચાલ્યા જ કરવાની; અને પ્રધાનપદું નહિ સ્વીકારું, તે રાજ ગુસ્સે થશે. એટલે તેણે જઈને સંભૂતિવિજય પાસે દીક્ષા લીધી અને સંસારને ત્યાગ કર્યો. એક વખત વર્ષાકાળ આવતાં મુનિઓ સંભૂતિ પાસે ચાતુર્માસના નિયમ લેવા લાગ્યા. એકે કહ્યું કે, હું ચાર મહિના સિંહની ગુફાના –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org