________________
ગશાસ્ત્ર
अंतिम उपदेश
ન
આમ, કર્માં જો દુઃખનું જ કારણ હાય, અને શુદ્દાત્મજ્ઞાન જ સુખને એકમાત્ર હેતુ હોય, તેા પછી એ જાણ્યા માદક માણુસકમ રહિત શુદ્ધ આત્મારૂપી સુલભ મેાક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્ન ન કરે? અરે મેક્ષ તો મળે કે ન મળે; પરંતુ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થયે જે પરમાનંદ અનુભવાય છે, તેની આગળ સંસારનાં બધાં સુખા તુચ્છ જેવાં દેખાય છે. એ પરમાનંદ આગળ મધુ પણ મધુર નથી; ચંદ્રનાં કિરણે પણ શીતલ નથી; અને ‘અમૃત ' તે નામનું જ અમૃત છે. માટે હું મન ! સુખપ્રાપ્તિના આ બધા નિષ્ફળ પ્રયત્ને તને, તું પોતે જ શાંતિ ધારણ કર; કારણ કે, તું શાંત થતાં જ તે અવિકળ સુખ તને પ્રાપ્ત થશે. મન જ્યાં સુધી છે, ત્યાં સુધી પ્રિય-અપ્રિય વસ્તુ દૂર હોય તેમ છતાં ગ્રહણ કરાય છે; પરંતુ મન નષ્ટ થાય છે એટલે તે વસ્તુ નજીક હોવા છતાં ગ્રહણુ કરાતી નથી. આવું જેએ સમજ્યા છે, તેઓ મનને ઉન્મૂલ કરવા માટે સદ્ગુરુની ઉપાસનાની ઇચ્છા કેમ ન કરે? માટે હે આત્મભગવાન ! પરમેશ્વર સુધીના વિવિધ પર પદાર્થોને અનેક ઉપાયા વડે પ્રસન્ન (એટલે કે ખુશ ) કરવાની ખટપટ કરવાનું છેડી, તું તારી જાતને જ ઘેાડીક વાર પ્રસન્ન ( એટલે કે નિ`લ – શાંત) કર, એટલે તને આ બધું સ્થૂલ ઐશ્વયં તે શું, પરંતુ પરમ જ્યોતિરૂપ પ્રકાશનું પ્રચુર સામ્રાજ્ય પ્રાપ્ત થશે ! [૧૨/૫૦-૪]
૧૦૮
શ્રી ચૌલુકય કુમારપાલરાજાના અત્યંત આગ્રહથી, શ્રીહેમાચાયે શાસ્ત્ર, ગુરુમુખ, અને સ્વાનુભવથી આ ગૂઢ યોગાપનિષદ પોતાની બુદ્ધિ અનુસાર જેટલે અંશે જાણી હતી, તેટલે અંશે વાણીમાં ઉતારી છે. તે વિવેકીજતાનાં મનને આનંદ આપનારી થાઓ ! [૧૨/૫૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org