________________
વિવેચન. શાસ્ત્રમાં “મિચ્છાવિ નારાય? મિથ્યા દષ્ટિને પ્રથમ ગુણ સ્થાનક જે કહેલ છે તે સામાન્ય પ્રકારે જાણવું. અવ્યવહારરાશી તથા સુમપણાનો ત્યાગ કરી વ્યવહાર રાશી તથા બાદરપણા માં આવ્યા. અવ્યકતપણાને ત્યાગ કરી વ્યકતપણામાં આવ્યા અકામનિર્જરા વડે આટલે જરા ગુણ પ્રાપ્ત થવાથી પ્રથમ ગુણ સ્થાનક કર્મ ગ્રંથકારોએ જે કહેલ છે તે ઉપચારિક જાણવું, વારતવિક ગુણઠાણું તેઓમાં નથી. “જુખાનાં તથા ગુજરા” આ વ્યુત્પત્તિ પ્રમાણે વાસ્તવિક ગુણોને સમુદાય જેમાં હોય તેને જ ગુણ સ્થાનક કહે છે, પ્રથમ દૃષ્ટિમાં જે યોગના બીજે જણાવી ગયા છીએ, તે ગુણે જેનામાં હોય તેનામાંજ વાસ્તવિક પ્રથમ ગુણ સ્થાનક છે તેમ જાણવું. અહિં એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આવા મહાવિમળ ગુણને પ્રાપ્ત કરનાર પ્રાણી જે પ્રથમ ગુણ સ્થાનકમાં વર્તતા હોય તો પછી ઘણુ ખરા જીવને ઉપરનાગુણસ્થાનકે કેમપ્રાપ્ત થાય? ધર્મના બીજે વાવનાર સંસારથી ઉદવેગ પામનાર, અને ઉત્તમસંગે પ્રાપ્ત કરનાર પ્રાણી પણ હજુપ્રથમદષ્ટિમાં હોય અથવા પ્રથમ મિથ્યાત્વ ગુણ સ્થાનકે જ વર્તતે હોય તો પછી ઘણા ખરા પ્રાણુઓને તે ઉભા રહેવાનું સ્થાન પણ આ દષ્ટિમાં મળે જ નહિ. તે પછી સમ્યકત્વની પ્રાપ્તિ અને ચોથા પાંચમા ગુણસ્થાનકની વાત તો શું કરવી ? આ પ્રશ્રન ખરેખર વિચારમાં પાડી નાખે તેવે છે, પરંતુ આને ઉત્તર એજ છે કે આવસ્તુસ્થિતિ છે, સાધારણ બાહ્ય ક્રિયા માત્ર કરવાથી પોતાની જાતને ઉન્નત થએલી માનનારા ઘણા ભાગે આત્મવંચના કરે છે, અતિ વિશાલ વિચાર કરીને જ્ઞાની મહારાજે અહિં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org