________________
(૧૦૦) આપનાર થતો નથી. જીવેનો નાશ કર્યા સિવાય ભેગે મળતા નથી, રહેવા માટે સુંદર મહેલ બનાવવા, બાગ બગીચા બનાવવા, સુંદર રમણીઓને પરણવી આ બધામાં પાપ થયા સિવાય ભોગો ભેગવાતાં નથી. માટે સત્યવસ્તુને સમજનારા, આત્મસ્વરૂપમાં રમણતા કરનારા બુદ્ધિમાનોને આ ભોગ સામગ્રી પાપસખા સમજાય છે. અને તેથી તેઓને તેમાં આનંદ આવતો નથી. ૧૫છા ધર્મજન્ય ભેગો સુંદર હશે તે શંકા દૂર કરે છે.
धर्मादपि भवन् भोगः प्रायोऽनर्थाय देहिनाम् ।। चन्दनादपि संभूतो दहत्येव हुताशनः ॥१५८।।
અર્થ: સામાયિક, પ્રતિક્રમણાદિ શુભ અનુષ્ઠાનથી પુન્યબંધરૂપી ધર્મથી દેવલોકાદિ ભોગે પ્રાપ્ત થાય છે, તે પણ ઘણું કરી મનુષ્યને અનર્થ માટે થાય છે, તે પછી બીજા ભેગો માટે શું કહેવું ? ચંદનના લાકડાથી ઉત્પન્ન થયેલ એવો પણ અગ્નિ મનુષ્યને બાળે છે. આમ સમજી ભેગોથી પાછા હઠી જવું તેજ ઉત્તમ છે. ૧૫૮
વિવેચન. પ્રથમ પાપજન્ય ભેગો બુદ્ધિમાનોને આનંદ આપનાર થતા નથી આમ જણાવ્યું હતું હવે ધર્મજન્ય ભેગે પણ સારા નથી તેમ જણાવે છે. દેવગુરૂવંદન, પૂજન વ્રત, તપ, જપ, દાન, સામાયિક, પૌષધ, પ્રતિકમણ વિગેરે ધર્મના અનુષ્ઠાનોથી જેદેવગતિ મળે છે, મનુષ્યગતિમાં રાજ્યરિદ્ધિ, ચકવતિ પણે વાસુદેવપણું વિગેરે જે ભેગા મળે છે તે પ્રાયે કરીને મનુષ્યને અનર્થ માટે થાય છે. કારણકે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org