________________
(૧૮૫) અહિ ચાલ્યો જાય છે. એટલે પ્રસ્તુત ક્રિયા છેડી બીજી કિયા કરવામાં ચિત્તની ચપળતાને લઈ જે હર્ષ થતો હતો તે અહિં મન સ્થિર થવાથી હવે હર્ષ થતું નથી. તેમજ આઠ ગુણો પૈકી છઠો ગુણ મીમાંસા નામને પ્રગટ થાય છે, તેથી નિરંતર હિતના ઉદયવાળી સત્ વિચારશ્રેણી બહુ સારી રીતે પ્રાપ્ત થાય છે, ૧૬૦
વિવેચન. છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં આ જીવ જ્યારે દાખલ થાય છે ત્યારે તેનામાં પાંચમી દષ્ટિમાં જે જે ગુણે બતાવ્યા તે બધા આવી ગયેલા હોય છે. આ ગુણ જ્યારે આવેલા હોય છે ત્યારે નિષ્પન્નયોગ–ગમાં નિપુણ થઈ ગયેલે હેય છે. તેનાજ આ બધાં ચિન્હ-લક્ષણે જણાવ્યા છે.
ગમાં નિપુણ થવાથી તેનામાં યોગની સિધિઓ સારી રીતે પ્રાપ્ત થઈ જાય છે. પણ તેમાં ન રાચતાં આ જીવ સારી રીતે આગળ વધે છે. આ દૃષ્ટિમાં બધા તારાની પ્રભા જે સ્થિર હોય છે. રત્નની કાંતિને પ્રકાશ રત્ન જ્યાં હોય તેટલામાં જ આપે છે, વળી તેમાં રજ પડવાથી સહેજ મલીન પણ થાય છે પણ તારાને પ્રકાશ ઘણે લાંબે હાચ છે તેમજ રજથી ઝાંખાશ પણ આવતી નથી. જોકે ચંદ્ર કે સૂર્યના પ્રકાશ જેટલો પ્રકાશ તેજસ્વી તો નથી તો પણ પહેલાની પાંચ દષ્ટિની અપેક્ષાએ ઘણે સારો અને સ્થિર પ્રકાશ છે. આ બોધ પણ સ્થિર તથા ઘણો સુંદર તેમજ ગમે તેવા વિકટ પ્રસંગે આવે છતે પણ પોતાના વ્રત નિયમમાં જરા પણ અતિચાર દેષ લાગવા દેતા નથી. એ સુંદર નિત્યબંધ થાય છે. વળી બે બીજાની પ્રીતિ માટે થાય છે, પણ શ્રેષના માટે થતું નથી, તથા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org