________________
(૨૬) અભાવરૂપ અનેક દેશે લાગુ પડે છે. હવે સાંખ્યાદિ જે દર્શનકારે આત્માને એકાંતથી નિત્ય માને છે તેને પણ હિતશિક્ષા આપતાં શાસ્ત્રકાર મહારાજ જણાવે છે. ૧લ્પા
નિત્ય પક્ષને આશ્રિ કહે છે. भवभावानिवृतावप्ययुक्ता मुक्तकल्पना ।। एकान्तकस्वभावस्य न ह्यवस्थाद्वयं क्वचित् ॥१९६॥
અર્થ. સંસારિક અવસ્થાની નિવૃત્તિ થયા વગર આ આત્માની મુકત કલ્પના કરવી તે તદ્દન અયુક્ત છે, કારણ આત્માને એકાંતથી એક સ્વભાવ માનેલ હોવાથી આત્માની બે અવસ્થા કયારે પણ થઈ શકે નહિ. ૧૯દ્દા
વિવેચન. જેવી રીતે બોદ્ધ દર્શનકાર એકાંતથી આત્માને અનિત્ય માને છે, તેવી રીતે સાંખ્યદર્શનકાર એકાંતથી આત્માને નિત્ય માને છે. જેવી રીતે આત્માને અનિત્ય માનવાથી આત્મા પરમપદ-મુકિત મેળવી શકતો નથી, તેવી રીતે આત્માને નિત્ય સર્વવ્યાપક માનવાથી આત્મા પરમપદ-મુકિતને કદી મેળવી શકતા નથી. આજ વાત જણાવે છે, સાંખ્યમતમાં આત્માને એકાંતમાં નિત્ય, અકર્તા, કતા અને સર્વવ્યાપક માને છે, તેમજ “સાપુતારાના શિરે ફથમાશં નિત્ય નિત્યતાનું લક્ષણ બાંધતાં કહે છે કે જેમાંથી કાંઈપણ ઓછું થતું ન હોય, વળી ઉત્પન્ન થયેલ ન હોય તેમજ સ્થિર એક સ્વભાવવાળું હોય તેને નિત્ય કહે છે. હવે અહિં નિત્ય, સ્થિર જેને ફોરફેર વગરના એક સ્વભાવવાળા આ સંસારી આત્માને સાંખ્ય મતવાળા માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org