Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Devvijaygani
Publisher: Vijaykamal Keshar Granthmala Khambhat

View full book text
Previous | Next

Page 259
________________ (ર૪૪) અર્થ. જે પ્રાણીઓએ અહિંસાદિયમ કરેલ છે તેની કથા સાંભળવામાં આનંદ આવે તથા યમને વિષે પરિણામની ધારામાં ફારફેર સિવાય, તે ભાવમાં સ્થિરપણે રહી યમોને કરવાની જે ઈચ્છા થવી તેને ઈચ્છાયમ નામનો પ્રથમ ભેદ કહે છે. ૨૧૩ વિવેચન. જે મહાનુભાવે પાંચ વ્રતરૂપીયમ પાળે છે, તેવા ઉત્તમ જીવની કથા સાંભળતાં આનંદ થાય અને પરિણામની ચડતી ધારા સાથે યમના સ્વરૂપને જાણ અને તેમાં સ્થિર રહેવા અગર તે વસ્તુ અંગીકાર કરવા જે ઈછા થવી તેને ચાર ચમે પૈકી પ્રથમ ઈચ્છાયમ કહે છે. આગળ જેનું સ્વરૂપ જણાવી ગયા છીએ એવા પાંચ મહાવતોને સર્વથા કે સ્કુલથી કરવાની જે ભાવના થાય તેનું નામ ઈચ્છાયમ છે. ર૧૩ાા - હવે બીજા યમનું લક્ષણ બતાવે છે. सर्वत्र शमसारं तु यमपालनमेव यत् ॥ प्रवृत्तिरिह विज्ञेया द्वितियो यम एव तत् ॥२१४॥ અથ. સર્વ જગ્યાએ સામાન્ય પ્રકારે ઉપશમભાવ પૂર્વક જે યમનું પાલન કરવું તેને પ્રવૃત્તિયમ તરીકે બીજે ભેદ કહે છે. ર૧૪ વિવેચન. પ્રથમ યમમાં અહિંસાદિ તે પાળનારની કથા સાંભળતાં આનંદ આવતે હતે પછી તે કરવા ઈચ્છા થઈ. હવે અહીં સર્વ પ્રાણુઓ ઉપર સામાન્ય પ્રકારે ઉપશમભાવ ધારણ કરતો અને ઉપશમભાવ પૂર્વક અહિં સાદિ વતેને પાળવા પ્રવૃત્તિ કરવી તેનું નામ યમાં આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272