________________
(૧૯૮) સુખ છે. પૂર્વે થયેલા મહાત્માઓ આનેજ ટુંકમાં સુખદુઃખનું લક્ષણ-સ્વરૂપ જણાવે છે. સારાંશ એ છે કે જે જે અંશે ઉપાધિ ઓછી છે તે અંશે સુખ સમજવું. જ્યારે સર્વ ઉપાધિમાંથી મુકત થશે એટલે સંપૂર્ણ સુખ મળતાં વાર નહિ લાગે. એક દુકાનથી આજીવિકા સારી ચાલતી હોય તો બીજી ત્રીજી દુકાને કરી ફોગટની ઉપાધિને વધારશે નહિ. તેથી શાંતિના બદલે અશાંતિજ મળશે. સુખ મળવાની આશાએ એક છતાં બીજી સ્ત્રી કરવાની ઉપાધિ વધારશે તે કદી સુખ તે નહિ મલે, પણ દુઃખના દરીયા તમારા ઉપર આવીને પડશે તે ચોક્કસ માનજો અને આખરે બહુ પશ્ચાતાપ થશે. મે ૧૭૦
આજ બીનાને સ્પષ્ટ કરે છે. पुण्यापेक्षमपि ह्यवं सुखं परवशं स्थितम् ।। ततश्च दुःखमेवैतत्तल्लक्षणनियोगतः ॥ १७१ ॥
અર્થ. પુન્યની અપેક્ષાવાળું પણ સુખ ઉક્તનીતિથી પરવશ રહેલું છે તેથી તે દુઃખજ છે, દુઃખના લક્ષણના સંબંધને લઈ તે દુ:ખ ગણાય. ૧૭૧
વિવેચન. પ્રથમ સુખ તથા દુઃખના જે લક્ષણે બતાવ્યાં છે તેમાં પરવશથી દુઃખ થાય છે. આમ જે વાત જણાવી તેના અંગે વાદિ શંકા કરે છે કે પરાધિન જે ભેગની સામગ્રી છે તેના દ્વારા સુખ થાય છે એમ માનવું તે તે બ્રાંતિ છે. તેનાથી તે દુઃખ જ થાય છે. અને તે દુઃખજ છે, પણ પૂર્વે દાન, શીયલ, તપ, જપ વિગેરે કરેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org