________________
(૧૯૧) તેવી રીતે મોક્ષમાર્ગમાં પણ પ્રવૃત્તિ કરનારા જ ભેગરૂપી કાદવમાં મોહિત બની જવાથી આખરે તેમાં જ ખુંચી જાય છે અને મોક્ષનાસુખ હારી જાય છે. એ ૧૬૬ છે
વિવેચન. સસમાગમથી આ જીવ આગળ વધતાં વધતાં અગીઆરમાં ગુણઠાણ સુધી પહોંચે છે. પણ અહિં મોહનીય કર્મ પ્રકૃતિને દબાવેલ છે પણ ક્ષય કરેલ નથી આથી ઉપશમણી તથા ગુણઠાણાનો સમય પૂર્ણ થતાં મેહનો પાછો ઉછાળો મારે છે અને પાછા હતા ત્યાંથી પણ નીચે આવે છે. આ પ્રમાણે મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરતાં છતાં ભેગ જબાલ-વિષચગરૂપી કાદવમાં ખેંચી જવાથી પાછા હતા ત્યાં આવે છે. જેમ માદકમાં દ્રઢ આવેશવાળે માણસ ઝાંઝવાના પાણીમાં ભયથી ઉગ પામતો તેમાંજ બેસી રહે છે, જળબુદ્ધિના કારણથી જેમ આ જળમાં ખેંચી જઈ તેમાંજ પડી રહે છે, તેવી રીતે ભોગનું કારણભૂત શરીરાદિ પ્રપંચમાં મોહિત થઈ જવાથી પરિણામે તેમાં જ ખુંચી જાય છે. અને આત્મકલ્યાણ માટે મેક્ષ તરફ કરાતી તેની પ્રવૃત્તિ છુટી જાય છે. અને આખરે ચાર ગતિમાં પરિઅટન કર્યા કરે છે. ૧દદ
સારાંશ જણાવે છે – मीमांसाभावतो नित्यं न मोहोऽस्यां यतो भवेत् ।। अतस्तत्वसमावेशात्सदैव हि हितोदयः ॥१६७॥
અર્થ. આ દષ્ટિમાં વર્તતા જીવને નિરંતર સવિચાર શુદ્ધ અંતઃકરણના હોવાથી ક્યારે પણ મેહ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org